મહિલા પ્રીમિયર લીગ 2026 : ગુજરાત જાયન્ટ્સ અભિયાન માટે સજ્જ, જાણો ટીમની કેપ્ટને શું કહ્યું

Womens Premier League 2026 : મહિલા પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સિઝન 9 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને ગુજરાત જાયન્ટ્સ નવા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.. ગુજરાત જાયન્ટ્સ 10 જાન્યુઆરીએ યુપી વોરિયર્સ સામે WPL 2026 ના તેમના અભિયાનની શરૂઆત કરશે.

Womens Premier League 2026 : મહિલા પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સિઝન 9 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને ગુજરાત જાયન્ટ્સ નવા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.. ગુજરાત જાયન્ટ્સ 10 જાન્યુઆરીએ યુપી વોરિયર્સ સામે WPL 2026 ના તેમના અભિયાનની શરૂઆત કરશે.

author-image
Ashish Goyal
New Update
Gujarat Giants

ગુજરાત જાયન્ટ્સ 10 જાન્યુઆરીએ યુપી વોરિયર્સ સામે WPL 2026 ના તેમના અભિયાનની શરૂઆત કરશે

Womens Premier League 2026 :  મહિલા પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સિઝન 9 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને ગુજરાત જાયન્ટ્સ નવા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. ગત વર્ષે મજબૂત પ્લેઓફ પ્રદર્શન પછી અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ફ્રેન્ચાઇઝ હવે સતત સારા પ્રદર્શન અને સ્પર્ધાત્મક સ્તર પર આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

Advertisment

મુંબઈમાં પ્રી-સીઝન મીડિયા ઇન્ટરેક્શનમાં ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને ટીમ લીડરશિપ દ્વારા આગામી સિઝન માટે તેમની રણનીતિ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેપ્ટન એશ્લે ગાર્ડનર, કાશ્વી ગૌતમ, મહિલા વર્લ્ડ કપ વિજેતા રેણુકા સિંહ, મુખ્ય કોચ માઈકલ ક્લિંગર, ફિલ્ડિંગ કોચ સારાહ ટેલર અને અદાણી સ્પોર્ટ્સલાઈન ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરા હાજર રહ્યા હતા.

ગુજરાત જાયન્ટ્સ 10 જાન્યુઆરીથી અભિયાનની શરુઆત કરશે

ગુજરાત જાયન્ટ્સ 10 જાન્યુઆરીએ યુપી વોરિયર્સ સામે WPL 2026 ના તેમના અભિયાનની શરૂઆત કરશે. તેઓ 19 જાન્યુઆરીથી શરૂ થતા લીગ સ્ટેજના અંતિમ તબક્કા માટે વડોદરા આવતા પહેલા નવી મુંબઈમાં તેમની પ્રથમ ચાર મેચ રમશે. ગત સિઝનમાં વડોદરામાં પોતાના ઘરઆંગણે ડેબ્યૂ કર્યા પછી ટીમ ફરી એકવાર તે જ સ્થળે પરત ફરશે 

આ પ્રસંગે વાત કરતાં કેપ્ટન એશ્લે ગાર્ડનરે કહ્યું કે એક કેપ્ટન તરીકે સંતુલન મહત્વપૂર્ણ છે, ફક્ત કુશળતાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય અને ભારતીય ખેલાડીઓને એકસાથે લાવવામાં પણ. તે ક્યારેક મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તમારી આસપાસ સારા લોકો હોવાને કારણે ઘણો ફરક પડે છે. 

Advertisment

તેણે કહ્યું કે રમત શરૂ થાય તે પહેલાં રમત પર ઘણું કામ કરવામાં આવે છે: વિશ્વાસ કેળવવો, એકબીજાને સમજવું અને જ્યારે આપણે મેદાનમાં ઉતરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિ આત્મવિશ્વાસ અનુભવે છે કે નહીં, તેની ખાતરી કરવી. હું અહીંની સંસ્કૃતિને સ્વીકારવાનો પ્રયાસ કરું છું કારણ કે તે અનુભવને વધુ આનંદપ્રદ અને સરળ બનાવે છે.

અમારી ટીમમાં મેચ-વિનર્સ ખેલાડીઓ છે - કોચ માઈકલ ક્લિંગર

મુખ્ય કોચ માઈકલ ક્લિંગરે કહ્યું કે ગયા વર્ષથી સૌથી મોટી શીખ એ હતી કે અમે જે મેચો ખરેખર સારી રીતે રમ્યા હતા તે એટલા માટે કારણ કે, એ મેચોમાં અમે નાની વસ્તુઓને યોગ્ય રીતે રમી હતી, પછી ભલે તે ફિલ્ડિંગ હોય, બેટિંગ હોય કે બોલિંગ હોય. અમારી ટીમમાં મેચ-વિનર્સ ખેલાડીઓ છે, અને જ્યારે અમે તે નાની પરંતુ મહત્વપૂર્ણ ક્ષણોમાં સતત વિરોધી ટીમને પાછળ છોડી દીધી, ત્યારે અમે મેચ જીતી ગયા હતા.

અમે ટ્રોફી જીતવા માંગીએ છીએ - રેણુકા સિંહ

મહિલા વર્લ્ડ કપ વિજેતા રેણુકા સિંહે કહ્યું કે અમારું ધ્યાન સ્પષ્ટ છે કે અમે ટ્રોફી જીતવા માંગીએ છીએ. અમારી પાસે ખૂબ જ સારી ટીમ છે, અને વ્યક્તિગત રીતે, મારું લક્ષ્ય મારી જવાબદારીઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનું અને મજબૂત માનસિકતા સાથે રમવાનું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં WPL માં નોંધપાત્ર સુધારો થયો છે, અમને ઘણી પ્રશંસા મળી રહી છે અને અમે ફક્ત તેને અમારું શ્રેષ્ઠ આપવા માંગીએ છીએ.

આ પણ વાંચો -  મહિલા પ્રીમિયર લીગ 2026 : કઇ ટીમમાં છે કયા પ્લેયર્સ, કોણ છે કેપ્ટન, જાણો બધી જ ટીમ વિશે માહિતી

અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરાએ જણાવ્યું હતું કે 2025 માં અમે જે પ્રગતિ કરી છે તે અમને વિશ્વાસ અપાવે છે કે, અમે ફ્રેન્ચાઇઝ તરીકે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમારું ધ્યાન મેદાનની બહાર નમ્ર , આક્રમક અને સ્પર્ધાત્મક રહેવા પર છે. આ ટીમ ભારતીય પ્રતિભા સાથે વિશ્વ કક્ષાના અનુભવને જોડવામાં અને ખેલાડીઓ ખીલી શકે અને પોતાને વ્યક્ત કરી શકે તેવું વાતાવરણ બનાવવાના અમારા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. WPL 2026 માં આ જૂથ સાથે મળીને શું પ્રાપ્ત કરી શકે છે તે અંગે અમે ઉત્સાહિત છીએ.

WPL 2026 માટે ગુજરાત જાયન્ટ્સની  ટીમ

એશ્લે ગાર્ડનર (કેપ્ટન), બેથ મૂની, સોફી ડિવાઈન, રેણુકા સિંહ ઠાકુર, ભારતી ફુલમાલી, ટાઇટસ સાધુ, કાશ્વી ગૌતમ, કનિકા આહુજા, તનુજા કંવર, જ્યોર્જિયા વેરહેમ, અનુષ્કા શર્મા, હેપ્પી કુમારી, કિમ ગર્થ, યાસ્તિકા ભાટિયા, શિવાની સિંહ, ડેનિયલ વ્યાટ-હોજ, રાજેશ્વરી ગાયકવાડ, આયુષી સોની.

ક્રિકેટ સ્પોર્ટ્સ વિમેન્સ પ્રીમિયર લીગ