WPL 2024: વુમેન્સ પ્રીમિયર લીગ 2024 શરુ, જુઓ આખો કાર્યક્રમ

WPL 2024 schedule : ગત વર્ષની ફાઈનલિસ્ટ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ મુકાબલો રમાશે

WPL 2024 schedule : ગત વર્ષની ફાઈનલિસ્ટ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ મુકાબલો રમાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Womens Premier League, WPL 2024 Schedule, WPL 2024

વુમેન્સ પ્રીમિયર લીગ 2024ની બીજી સિઝનમાં પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. (ફોટો - ટ્વિટર)

Womens Premier League (WPL) 2024 Full schedule : વુમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)ની બીજી સિઝનનો પ્રારંભ તારીખ 23મી ફેબ્રુઆરીથી બેંગલુરુમાં થશે. ગત વર્ષની ફાઈનલિસ્ટ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુકાબલો ખેલાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે. મુકાબલા બે શહેરોમાં રમાશે. બેંગલુરુ ઉપરાંત દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પણ મેચ યોજાશે.

Advertisment

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) અને યુપી વોરિયર્સ વચ્ચે રમાશે. ફાઇનલ 17 માર્ચે રમાશે. આ પહેલા પ્લેઓફ મેચ 15 માર્ચે રમાશે. બંને મેચ દિલ્હીમાં યોજાશે.

17 માર્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં ફાઇનલ

11 મેચ બેંગલુરૂમાં રમાશે. બાકીની મેચો દિલ્હીમાં રમાશે. બેંગલુરુ લેગ 4 માર્ચ સુધી ચાલશે. પ્રીમિયપ લીગની મેચો દેશની રાજધાની નવી દિલ્હીમાં રમાશે. બીજી સિઝન 24 દિવસની રહેશે. જ્યારે કોઈ ડબલહેડર્સ મેચ નહીં હોય અને તમામ મેચો સાંજે 7:30 વાગ્યાથી શરુ થશે. ફાઇનલ મેચ 17 માર્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. એલિમિનેટર મેચ 15 માર્ચે રમાશે.

આ પણ વાંચો - ટી-20 વર્લ્ડ કપ : ડલાસને નજરઅંદાજ કરી ન્યૂયોર્કને કેમ આપી ભારતની 3 મેચ?

Advertisment

WPL 2024નું ફોર્મેટ

ગત સિઝનની જેમ ડબલ્યુપીએલ 2024માં પણ લીગ સ્ટેજની ટોચની ત્રણ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. લીગ સ્ટેજની ટોચની ટીમ સીધી જ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમો એલિમિનેટર રમશે. ગત વર્ષે ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમે દિલ્હી કેપિટલ્સને સાત વિકેટથી હરાવીને ડબલ્યુપીએલ ટાઈટલ જીત્યું હતું.

WPL 2024 Full schedule
વુમેન્સ પ્રીમિયર લીગ 2024 કાર્યક્રમ (ટ્વિટર)

પ્રથમ સિઝન મુંબઈમાં રમાઈ હતી

ડબલ્યુપીએલને આઇપીએલની જેમ હોમ એન્ડ અવે મોડલમાં યોજવાની યોજના હતી, પરંતુ બીસીસીઆઇને તેને લઇને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલી સિઝન સંપૂર્ણ રીતે મુંબઈમાં રમાઈ હતી. બેંગલુરુ લીગની જેમ દિલ્હી લીગનો પણ પ્રારંભ ગત વર્ષની ફાઈનલિસ્ટ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના મુકાબલાથી થશે. રાજધાનીની તમામ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પોર્ટ્સ