મહિલા ટી 20 વર્લ્ડ કપ : ટીમ ઇન્ડિયા હવે પાકિસ્તાનની જીતની પ્રાર્થના કરશે, જાણો હવે કેવી રીતે સેમિ ફાઇનલમાં પહોંચશે ભારત!

Womens T20 World Cup 2024 : ભારતીય ટીમની વાત કરીએ તો ભારત હાલ 4 માંથી 2 મેચમાં જીત અને 2 પરાજય સાથે 4 પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. જાણો હવે ભારત કેવી રીતે સેમિ ફાઈનલમાં પહોંચી શકે છે

Womens T20 World Cup 2024 : ભારતીય ટીમની વાત કરીએ તો ભારત હાલ 4 માંથી 2 મેચમાં જીત અને 2 પરાજય સાથે 4 પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. જાણો હવે ભારત કેવી રીતે સેમિ ફાઈનલમાં પહોંચી શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India women cricket team, Womens T20 World Cup 2024

Womens T20 World Cup 2024 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (તસવીર - બીસીસીઆઈ)

Womens T20 World Cup 2024 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની છેલ્લી લીગ મેચ ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ સામે રમી હતી. આ રોમાંચક મેચમાં ભારતનો 9 રનથી પરાજય થયો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 151 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 142 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 54 રનની અણનમ અડધી સદી રમી હતી, પરંતુ તે ટીમને જીતાડી શકી ન હતી.

Advertisment

ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતને હરાવીને સેમિ ફાઈનલમાં પહોંચનારી ગ્રુપ એ ની પહેલી ટીમ બની હતી, પરંતુ આ હાર બાદ ભારતની આશા હજુ પૂરી થઈ નથી. ઓસ્ટ્રેલિયાએ 4 મેચ જીતીને 8 પોઇન્ટ મેળવ્યા છે અને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતની વાત કરીએ તો ભારત હાલ 4 માંથી 2 મેચમાં જીત અને 2 પરાજય સાથે 4 પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. જાણો હવે ભારત કેવી રીતે સેમિ ફાઈનલમાં પહોંચી શકે છે.

ટીમ ઇન્ડિયા હવે પાકિસ્તાનની જીત માટે પ્રાર્થના કરશે

ગ્રુપ-એ માં ભારત અને ઓસ્ટ્રેલિયા પોતાની 4-4 મેચો રમી ચુકી છે. આ સાથે જ આ ગ્રુપમાં રહેલી ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમ 3-3 મેચ રમી ચૂકી છે. હવે બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ 14 ઓક્ટોબર એટલે કે સોમવારે રમાશે. હાલ ભારતના 4 મેચમાં 4 પોઈન્ટ છે અને તે ટેબલમાં બીજા ક્રમે છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમના 3 મેચમાં 4 પોઇન્ટ છે અને નેટ રન રેટના આધારે તે ત્રીજા નંબર પર એટલે કે ભારતની નીચે છે.

આવી રીતે ભારત પહોંચી શકે સેમિ ફાઇનલમાં

હવે જો પાકિસ્તાનની ટીમ આગામી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવશે તો ન્યૂઝીલેન્ડના 4 પોઇન્ટ રહેશે અને પાકિસ્તાનને જીત બાદ 4 પોઇન્ટ મળશે, જે હાલ 3 મેચમાં 2 પોઇન્ટ છે. ન્યૂઝીલેન્ડની હાર બાદ ભારત, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનના 4-4 પોઈન્ટ થઈ જશે, પરંતુ ટેબલની લેટેસ્ટ સ્થિતિ પ્રમાણે ભારતની રનરેટ આ બંને ટીમો કરતા સારી છે. આવી સ્થિતિમાં ભારત સેમિ ફાઈનલમાં પ્રવેશે તેવી શક્યતા છે.

Advertisment

આ પણ વાંચો - ભારત 300 રન ચુક્યું પણ રચ્યો ઇતિહાસ, ટી-20માં આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો

જો ન્યૂઝીલેન્ડ પાકિસ્તાનને હરાવે છે તો તેના 6 પોઇન્ટ થઇ જશે અને આ ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી જશે. હવે ભારત એવી પ્રાર્થના કરશે કે પાકિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવે અને બંને ટીમોની રનરેટ ભારત કરતાં ઓછી હોય. આમ થાય તો ભારત સેમિ ફાઈનલમાં પ્રવેશી શકે છે.

જો મેચમાં વરસાદ પડશે તો બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળશે. આવી સ્થિતિમાં પણ ન્યૂઝીલેન્ડ 5 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચી જશે. એટલે ભારત માટે એક જ તક છે કે પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવે.

ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ