Womens World Cup 2025, IND W vs NZ W : મહિલા વર્લ્ડ કપ 2025 માં ભારતીય મહિલા વન ડે ટીમની ઓપનર પ્લેયર સ્મૃતિ મંધાનાએ ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં મંધાનાએ પ્રથમ સદી ફટકારી છે. તેણે શાનદાર બેટિંગ કરતાં માત્ર 88 બોલમાં સદી પુરી કરી હતી. આ સદી સાથે મંધાના હવે મહિલા ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગઈ છે.
સ્મૃતિ મંધાનાએ 88 બોલમાં સદી પુરી કરી
સ્મૃતિ મંધાનાએ ન્યૂઝીલેન્ડ સામે માત્ર 88 બોલમાં સદી પુરી કરી હતી અને આ દરમિયાન તેણે 3 સિક્સર અને 10 ફોર ફટકારી હતી. મંધાનાએ વન ડે કારકિર્દીમાં 14મી સદી ફટકારી હતી. મંધાનાએ આ મેચમાં 95 બોલમાં 4 સિક્સર અને 10 ફોરની મદદથી 109 રન બનાવ્યા હતા અને પ્રથમ વિકેટ માટે પ્રતિકા રાવલ સાથે 212 રનની મજબૂત ભાગીદારી પણ કરી હતી. પ્રતિકા રાવલે 134 બોલમાં 13 ફોર અને 2 સિક્સર સાથે 122 રન બનાવ્યા હતા.
સ્મૃતિ મંધાનાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સ્મૃતિ મંધાનાએ વન ડે કારકિર્દીની 14મી સદી ફટકારી હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની 17મી સદી હતી. આ સાથે જ હવે તે મહિલા ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારી ખેલાડી બની ગઈ છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 સદી ફટકારનારી ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગની બરોબરી પર આવી ગઈ છે.
આ પણ વાંચો – સૂર્યકુમાર યાદવે પત્નીનો નંબર કયા નામથી કર્યો છે સેવ, કર્યો ખુલાસો
મહિલા ક્રિકેટમાં સૌથી વધુ સદી
- 17 – સ્મૃતિ મંધાના (ભારત)
- 17 – મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા)
- 14 – સુઝી બેટ્સ (ન્યૂઝીલેન્ડ)
- 14 – ટેમી બ્યુમોન્ટ (ઇંગ્લેન્ડ)
- 13 – ચાર્લોટ એડવર્ડ્સ (ઇંગ્લેન્ડ)
- 12- ચમારી અથાપથુ (શ્રીલંકા)
- 12 – હેલે મેથ્યુઝ (વેસ્ટ ઇન્ડિઝ)
- 12 – ક્લેયર ટેલર (ઇંગ્લેન્ડ)
- 12- નેટ સ્કિવર-બ્રન્ટ
મહિલા વન-ડેમાં સૌથી વધુ સદી
- 15 – મેગ લેનિંગ
- 14 – સ્મૃતિ મંધાના
- 13 – સુઝી બેટ્સ
- 12 – ટેમી બ્યુમોન્ટ
- 10 – નેટ સ્કિવર-બ્રન્ટ





