વર્લ્ડ કપ ફાઇનલમાં 1983 થી 2023 સુધી કેવો રહ્યો છે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ, કપિલ-ધોની પછી હરમનપ્રીત રચશે ઇતિહાસ?

Team India ODI World Cup Final Records : મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 નવેમ્બરને રવિવારે મુંબઈમાં રમાશે. શું હરમનપ્રીત કૌર ભારતીયોને વધુ એક વન ડે વર્લ્ડ કપ જીતવાની ભેટ આપી શકશે, જે 1983માં કપિલ દેવે અને 2011માં એમએસ ધોનીએ આપી હતી

Team India ODI World Cup Final Records : મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 નવેમ્બરને રવિવારે મુંબઈમાં રમાશે. શું હરમનપ્રીત કૌર ભારતીયોને વધુ એક વન ડે વર્લ્ડ કપ જીતવાની ભેટ આપી શકશે, જે 1983માં કપિલ દેવે અને 2011માં એમએસ ધોનીએ આપી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Team India World Cup Final Record

ભારતીય મેન્સ અને વિમેન્સ ટીમ મળીને કુલ 6 વખત વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યા છે. જેમાં 2 માં ચેમ્પિયન બન્યા છે.

Team India ODI World Cup Final Records : મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 નવેમ્બરને રવિવારે મુંબઈમાં રમાશે. મહિલા ક્રિકેટ વન ડે વર્લ્ડ કપમાં ભારતની આ ત્રીજી ફાઈનલ છે. આ પહેલાની બન્ને ફાઇનલમાં ભારતની મહિલા ટીમનો પરાજય થયો હતો. જ્યારે મેન્સ ક્રિકેટ વન ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ચાર ફાઈનલ રમ્યું છે, જેમાંથી ટીમ ઈન્ડિયા બે વખત ચેમ્પિયન બન્યું છે.

Advertisment

હવે ત્રીજી વખત ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આશા છે કે કેપ્ટન હરમનપ્રીત કૌર અને તેની ટીમ 2005 અને 2017માં મિતાલી રાજની કેપ્ટન્સી હેઠળ ન થઈ શક્યું તે સપનું પુરું કરશે. બીજી તરફ હરિફ સાઉથ આફ્રિકા મહિલા વર્લ્ડ કપ કે મેન્સ વર્લ્ડ કપ જીતી શક્યું નથી.

ભારત માટે વનડે વર્લ્ડ કપની ફાઇનલની સફર (1983-2023, પુરુષ અને મહિલા બંને ટીમો)

વન ડેવર્લ્ડ કપ (વર્ષ)ભારતીય કેપ્ટનહરિફફાઇનલ મેચનું પરિણામ
1983કપિલ દેવવેસ્ટ ઇન્ડીઝભારતનો 43 રનથી વિજય
2003સૌરવ ગાંગુલીઓસ્ટ્રેલિયાઓસ્ટ્રેલિયાનો 125 રનથી વિજય
2005 (મહિલા)મિતાલી રાજઓસ્ટ્રેલિયાઓસ્ટ્રેલિયાનો 98 રનથી વિજય
2011મહેન્દ્ર સિંહ ધોનીશ્રીલંકાભારતનો 6 વિકેટે વિજય
2017 (મહિલા)મિતાલી રાજઇંગ્લેન્ડઇંગ્લેન્ડનો 9 રનથી વિજય
2023રોહિત શર્માઓસ્ટ્રેલિયાઓસ્ટ્રેલિયાનો 6 વિકેટે વિજય
Advertisment

આ આંકડા સ્પષ્ટ છે કે વન ડે વર્લ્ડકપના ઈતિહાસમાં મેન્સ હોય કે વિમેન્સ હંમેશા ઓસ્ટ્રેલિયા તરફથી મોટો પડકાર મળ્યો છે. જોકે આ વખતે ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને સેમિ ફાઈનલમાં હરાવીને રસ્તાની વચ્ચેથી દૂર કરી દીધી છે. આવી સ્થિતિમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે શું હરમનપ્રીત કૌર ભારતીયોને વધુ એક વન ડે વર્લ્ડ કપ જીતવાની ભેટ આપી શકશે, જે 1983માં કપિલ દેવે અને 2011માં એમએસ ધોનીએ આપી હતી.

આ પણ વાંચો - મહિલા વર્લ્ડ કપ 2025 પ્રાઇઝ મની : ચેમ્પિયન બનનાર ટીમ પર થશે પૈસાનો વરસાદ

19 નવેમ્બરનો ઘા મિટાવી શકશે?

હરમનપ્રીત કૌર પાસે ભારતીય ક્રિકેટ પ્રશંસકોના તે ઘાવને ભરવાની તક છે જે 19 નવેમ્બરના રોજ મેન્સ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં મળ્યો હતો. જેમાં ભારતનો ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. 2024નો ટી-20 વર્લ્ડ કપ અને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા છતાં તે ઘા રૂઝાયો નથી. શું હવે મહિલા ટીમ મેન્સ ટીમની હારના ઘા ને ભરી શકશે તે 2 નવેમ્બરે ખબર પડશે.

ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ Mahendra Singh Dhoni ક્રિકેટ રોહિત શર્મા સ્પોર્ટ્સ વર્લ્ડકપ