Women's World Cup 2025, IND vs SA : મહિલા વર્લ્ડ કપ 2025, દક્ષિણ આફ્રિકાનો રોમાંચક વિજય

Women's World Cup 2025, IND vs SA : મહિલા વર્લ્ડ કપ 2025, આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો. ભારતીય ટીમનો પ્રથમ પરાજય

Women's World Cup 2025, IND vs SA : મહિલા વર્લ્ડ કપ 2025, આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો. ભારતીય ટીમનો પ્રથમ પરાજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
womens world cup 2025 ind w vs sa w

ઋચા ઘોષે 77 બોલમાં 11 ફોર અને 4 સિક્સર સાથે 94 રન બનાવ્યા હતા (તસવીર - @BCCIWomen)

IND vs SA Score, Women's World Cup : આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતીય મહિલા ટીમ 49.5 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે 48.5 ઓવરમાં 7 વિકેટે 252 રન બનાવી લીધા હતા.

Advertisment

દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી અને 6 રને તાજમીન બ્રિટ્સના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સુને લુસ (5 રન), મેરિઝાન કેપ (20 રન), એનેકે બોશ (1 રન) અને સિનાલો જાફ્ટા (14 રન) સસ્તામાં આઉટ થતા 81 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી લૌરા વોલ્વાર્ડ (70), ક્લો ટ્રાયોન (49) અને નાદિન ડીક્લાર્ક (84) શાનદાર બેટિંગ કરી ટીમને જીત અપાવી હતી. ડીક્લાર્ક 54 બોલમાં 8 ફોર અને 5 સિક્સર સાથે 84 રને અણનમ રહી હતી.

ઋચા ઘોષના 77 બોલમાં 94 રન

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ ને શાનદાર શરૂઆત અપાવી હતી. સ્મૃતિ મંધાના(23 રન) અને પ્રતિકા (37 રન) વચ્ચે પહેલા વિકેટ માટે 55 રનની ભાગીદારી નોંધાઇ હતી. હરલીન દેઓલ (13 રન), જેમિમા રોડ્રિગ્સ (0), કેપ્ટન હરમનપ્રીત કૌર (9) અને દીપ્તિ શર્મા (4) સસ્તામાં આઉટ થયા હતા.

102 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી ઋચા ઘોષ અને અમનજોત કૌરે બાજી સંભાળી હતી. તેમણે સાતમી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી. અમનજોત 13 રન બનાવીને આઉટ થઇ હતી. અમનજોતના આઉટ થયા પછી ઋચા અને સ્નેહ રાણા વચ્ચે 88 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમણે ભારતને એક સારા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ઋચા ઘોષે 77 બોલમાં 11 ફોર અને 4 સિક્સર સાથે 94 રન બનાવ્યા હતા.

Advertisment

સ્મૃતિ મંધાનાએ તોડ્યો 28 વર્ષ જૂનો રેકોર્ડ

સ્મૃતિ મંધાનાએ સાઉથ આફ્રિકા સામેની મેચમાં ખાસ સિદ્ધિ મેળવી છે. સ્મૃતિએ 23 રન બનાવીને મહિલા વન ડે ક્રિકેટના કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન ફટકારનારી ખેલાડી બની ગઇ છે. મંધાના પહેલા આ રેકોર્ડ બેલિન્ડા ક્લાર્કના નામે હતો, જેણે 1997માં કુલ 970 રન ફટકાર્યા હતા. હવે મંધાનાએ 2025માં એક કેલેન્ડર યરમાં 982 રન બનાવીને તેમને પાછળ છોડી દીધી છે.

મહિલા વન-ડે ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

  • સ્મૃતિ મંધાના- 982 રન - 2025
  • બેલિન્ડા ક્લાર્ક- 970 રન- 1997
  • લૌરા વોલ્વાર્ડટ- 882 રન- 2022

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અમનજોત કૌર, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી.

દક્ષિણ આફ્રિકા : લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), તાજમીન બ્રિટ્સ, સુને લુસ, મેરિઝાન કેપ, એનેકે બોશ, સિનાલો જાફ્ટા (વિકેટકીપર), ક્લો ટ્રાયોન, નાદિન ડીક્લાર્ક, અયાબોંગા ખાકા, તુમી સેખુખુને, નોનકુલુલેકો મ્લાબા.

ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ વર્લ્ડકપ