Womens World Cup 2025 : વુમન્સ વર્લ્ડ કપ 2025ના શ્રેષ્ઠ 5 ક્રિકેકરમાં બે ભારતીય, પણ હરમનપ્રીત કૌર નથી

Womens World Cup 2025 Top 5 Best Players List : મહિલા વન ડે વર્લ્ડ કપ 2025ના અંત બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ આ ટુર્નામેન્ટની ટોપ 5 ખેલાડીઓની પસંદગી કરી હતી, જો કે આશ્ચર્યજનક વાત એ છે કે, તેમા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનું નામ નથી.

Written by Ajay Saroya
November 09, 2025 10:22 IST
Womens World Cup 2025 : વુમન્સ વર્લ્ડ કપ 2025ના શ્રેષ્ઠ 5 ક્રિકેકરમાં બે ભારતીય, પણ હરમનપ્રીત કૌર નથી
Harmanpreet Kaur : હરમનપ્રીત કૌર મહિલા ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન છે. (Photo: @imharmanpreet_kaur)

Womens World Cup 2025 Top 5 Best Players List : આઇસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં ઐતિહાસિક જીત સાથે 25 વર્ષ બાદ દુનિયાને ભારતના રૂપમાં એક નવો વર્લ્ડ ચેમ્પિયન મળ્યો છે. ભારતીય મહિલા ટીમે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ અદભૂત દેખાવ કરતાં પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતુ. આ સિઝનમાં ભારતીય ખેલાડીઓએ એક યુનિટ તરીકે અદ્ભુત રમત દેખાડી હતી અને તેના આધારે આ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

હરમનપ્રીત કૌરને યાદીમાંથી હટાવી

વુમન્સ વન ડે વર્લ્ડ કપ 2025ના અંત બાદ ઓસ્ટ્રેલિયાની સ્ટાર મહિલા ખેલાડી મેગ લેનિંગે આ વન ડે વર્લ્ડ કપની 5 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, લેનિંગે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારી કેપ્ટન હરમનપ્રીત કૌરને તેની યાદીમાં સ્થાન આપ્યું નથી. તેણે તેની યાદીમાં 2 ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું હતું, જેમાં સાઉથ આફ્રિકાના કેપ્ટનને નંબર વન પર મૂકવામાં આવ્યો હતો.

દીપ્તિ શર્મા બીજા નંબર પર

મેગ લેનિંગે પસંદ કરેલી ટોચની 5 મહિલા ક્રિકેટ ખેલાડીઓમાં, તેણે દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન લૌરા વોલ્વાર્ડને પ્રથમ સ્થાન આપ્યું છે. લૌરાએ આ સિઝનમાં અદભૂત દેખાવ કર્યો હતો અને તેણે સેમિ ફાઈનલ અને ફાઈનલમાં તેની ટીમ માટે સદી ફટકારવાની સાથે સાથે સૌથી વધુ રન ફટકારનારી ખેલાડી પણ રહી હતી. આ યાદીમાં લેનિંગે બીજા નંબર પર દીપ્તિ શર્માનું નામ આપ્યું છે, જે સૌથી વધુ વિકેટ ઝડપી લેનાર (22 વિકેટ) હતી અને ફાઈનલમાં ભારત માટે 5 વિકેટ ઝડપી હતી.

આ યાદીમાં સ્મૃતિ મંધાના ચોથા સ્થાન પર

મેગ લેનિંગે પોતાની યાદીમાં ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડને સ્થાન આપ્યું હતું, જેણે આ વર્લ્ડ કપમાં બોલ અને બેટ બંનેમાં સારો દેખાવ કર્યો હતો. આ પછી આ વર્લ્ડકપમાં ભારત માટે સૌથી વધુ રન ફટકારનારી સ્મૃતિ મંધાનાને યાદીમાં ચોથા ક્રમે મૂકવામાં આવી હતી, જ્યારે ઓવરઓલ સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં તે બીજા ક્રમે હતી. લેનિંગની યાદીમાં ઈંગ્લેન્ડની બોલર સોફી એક્લેસ્ટોન પાંચમા ક્રમે હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ