Javelin champion Neeraj Chopra Knockout : ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં મેન્સ જેવલિન થ્રો ફાઇનલમાં નીરજ ચોપડાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. નીરજ ચોપડા આઠમા સ્થાને રહ્યો હતો. તેનો શ્રેષ્ઠ થ્રો 84.03 મીટર હતો, જે બીજો પ્રયાસમાં ફેંક્યો હતો. બીજી તરફ આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સચિન યાદવે સારું પ્રદર્શન કર્યું અને ચોથા સ્થાને રહ્યો હતો. તેનો શ્રેષ્ઠ થ્રો 86.27 મીટર હતો, જે તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ હતો. ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલ્કોટે 88.16 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નીરજ ચોપડાનું પ્રદર્શન
નીરજ ચોપડાનો પહેલો પ્રયાસ 83.65 મીટર હતો, તેનો બીજો પ્રયાસ 84.03 મીટર હતો, જ્યારે તેનો ત્રીજો અને પાંચમો પ્રયાસ ફાઉલ થયો હતો. નીરજનો ચોથો પ્રયાસ 82.86 મીટર હતો. ભારતના સચિન યાદવનો પહેલો થ્રો 86.27 મીટર હતો, જ્યારે તેનો બીજો પ્રયાસ ફાઉલ હતો, જ્યારે તેનો ત્રીજો પ્રયાસ 85.71 મીટર હતો. સચિનનો ચોથો પ્રયાસ 84.90 મીટરનો હતો, જ્યારે તેના છેલ્લા બે પ્રયાસો અનુક્રમે 85.96 મીટર અને 80.95 મીટર હતા.
બીજી તરફ પાકિસ્તાનનો અરશદ નદીમ પણ બહાર ફેંકાઇ ગયો છે. અરશદ નદીમનો પહેલો થ્રો 82.73 મીટર હતો, જ્યારે તેનો બીજો પ્રયાસ ફાઉલ હતો. અરશદનો ત્રીજો પ્રયાસ 82.75 મીટર હતો, જ્યારે પાકિસ્તાની ખેલાડીએ તેનો ચોથો પ્રયાસ ફાઉલ કર્યો હતો. તે દશમાં સ્થાને રહ્યો હતો.
ફાઇનલમાં નીરજ ચોપડાનું પ્રદર્શન
- પહેલો થ્રો : 83.65 મીટર
- બીજો થ્રો : 84.03 મીટર
- ત્રીજો થ્રો : ફાઉલ
- ચોથો થ્રો : 82.86 મીટર
- પાંચમો થ્રો : ફાઉલ
આ પણ વાંચો – સ્મૃતિ મંધાના ઓસ્ટ્રેલિયા સામે સૌથી ઝડપી સદી ફટકારનારી મહિલા પ્લેયર બની, તોડ્યો 3 વર્ષ જૂનો રેકોર્ડ
ફાઇનલમાં સચિન યાદવનું પ્રદર્શન
- પહેલો થ્રો : 86.27 મીટર
- બીજો થ્રો : ફાઉલ
- ત્રીજો થ્રો : 85.71 મીટર
- ચોથો થ્રો : 84.90 મીટર
- પાંચમો થ્રો : 85.96 મીટર
- છઠ્ઠો થ્રો : 80.90 મીટર
ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલ્કોટે ગોલ્ડ જીત્યો
સચિન યાદવનો શ્રેષ્ઠ થ્રો 86.27 મીટર હતો, જે તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ પણ છે. ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલ્કોટે (88.16 મીટર) ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે (87.36 મીટર) સિલ્વર અને યુએસએના કર્ટિસ થોમ્પસને (86.67 મીટર) બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સચિન સહેજ માટે બ્રોન્ઝ ચુકી ગયો હતો.





