MS Dhoni: વર્લ્ડ કપ 2019 મહેન્દ્ર સિંહ ધોની જાતે કરીને ખરાબ રમ્યો હતો, યુવરાજ સિંહના પિતાનો ધોની સામે ગંભીર આરોપ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની સામે ફરી એકવાર યુવરાજ સિંહના પિતા યોગીરાજ સિંહે ગંભીર આરોપ લગાવતાં ક્રિકેટ જગતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની સામે ફરી એકવાર યુવરાજ સિંહના પિતા યોગીરાજ સિંહે ગંભીર આરોપ લગાવતાં ક્રિકેટ જગતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
MS Dhoni News in Gujarati | Mahendra Singh Dhoni | Gujarati Sports News

MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગીરાજ સિંહ અત્યાર સુધી ઘણીવાર મહેન્દ્ર સિંહ ધોનીને નિશાન બનાવી ચૂક્યા છે. ક્યારેક કેપ્ટનશીપને લઇને તો ક્યારેક બેટીંગને લઇને યોગીરાજે ધોની સામે કટૂ વચન કહ્યા છે. યોગીરાજ રાજ ફરી એકવાર આવા નિવેદનને લઇને વિવાદમાં આવ્યા છે. વર્લ્ડ કપ 2019 ની મેચને લઇને ફરી એકવાર યોગીરાજ સિંહે ધોની સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ધોનીને નિશાન બનાવતાં તેમણે કહ્યું કે, ચેન્નઇ સુપર કિંગ્સ માટે દમ લગાવે છે પરંતુ ભારતીય ટીમ માટે એણે આવું નથી કર્યું.

Advertisment

યુવરાજ સિંહના પિતા યોગીરાજે મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ધોની ચેન્નઇ સુપર કિંગ્સને જીતાડી શકે છે. 15 બોલમાં 40 રન, 20 બોલમાં 50 રન, ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવી શકે છે. તો શું એ દિવસે બંગડીઓ પહેરી હતી. શું ઘાઘરો પહેર્યો હતો. શું જાનમાં આવી જલેબી તળી રહ્યા હતો. શું હિન્દુસ્તાન હિન્દુસ્તાન નથી? હિન્દુસ્તાનનું જે ગૌરવ છે હિન્દુસ્તાનની જે આબરુ છે એ તારા ખરાબ વિચાર હેઠળ દબાઇ ગયું છે.

આ અગાઉ પણ યોગરાજ સિંહે કહ્યું હતું કે, ધોની 2019 વર્લ્ડ કપમાં જાણી જોઇને રન આઉટ થયો હતો. તેમણે કહ્યું કે, મારુ લોહી આજે પણ ઉકળી રહ્યું છે. વર્લ્ડ કપ 2019 ની સેમી ફાઇનલમાં ધોની જાણી જોઇને સારુ બેટીંગ કરતો ન હતો કારણ કે ટીમ ન્યૂઝિલેન્ડથી હારી જાય. તે ક્યારેય ઇચ્છતો ન હતો કે બીજો કોઇ કેપ્ટન ભારત માટે વર્લ્ડ કપ જીતે.

તેમણે કહ્યું કે, લોજિકની વાત કરીએ જાડેજા સામે પણ એ જ પીચ હતી અને એ જ બોલરો હતા. તે ચોગ્ગા છગ્ગા લગાવી રહ્યો હતો પરંતુ આ ભાઇ સાહેબ (ધોની) તૂ માર, પંડ્યાને બોલ્યા કે તૂ માર. ધોનીએ બે બેટ્સમેનને આઉટ કરાવ્યા. જો જાડેજા રમી શકે તો એ કેમ નહીં. જો એ રમ્યો હોત તો આપણે આ મેચ 48 ઓવરમાં જ જીતી ગયા હોત.

Advertisment
World Cup 2023 Mahendra Singh Dhoni