વર્લ્ડ કપ 2023 : આકાશ ચોપરાના મતે ભારત સિવાય બીજી આ ટીમ ફાઇનલમાં પહોંચશે, 2019 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને આપ્યો હતો ઝટકો

World Cup 2023 : ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચમાં ભારતે વિજય મેળવ્યો છે

World Cup 2023 : ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચમાં ભારતે વિજય મેળવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
World Cup 2023 | IND vs NZ | Akash Chopra

ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરતા પ્રશંસકો. (તસવીર - ANI)

World Cup 2023 : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાનું માનવું છે કે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો ટકરાશે. આકાશ ચોપરાનું કહેવું છે કે ન્યૂઝીલેન્ડ તેની પ્રથમ ચાર મેચ જીતીને સેમિ ફાઈનલ તરફ આગળ વધી ગયું છે. બીજી તરફ ભારત પણ હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી. ઉલ્લેખનીય છે કે 2019ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો.

Advertisment

સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની એન્ટ્રી નક્કી - આકાશ ચોપરા

આકાશ ચોપરાએ વધુમાં કહ્યું છે કે કેન વિલિયમસન હોય કે ન હોય તેનાથી આ ટીમને કોઈ ફરક પડતો નથી, આ ટીમ તેના વગર પણ જોરદાર પ્રદર્શન કરીને કેવી રીતે જીતી શકાય તે જાણે છે. તેથી હું માનું છું કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ શકે છે. આકાશ ચોપરાનું કહેવું છે કે સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમની એન્ટ્રી લગભગ કન્ફર્મ થઈ ગઈ છે અને શક્ય છે કે આ ટીમ ફાઈનલમાં પણ જગ્યા બનાવી શકે.

આ ટીમ જાણે છે કે મુશ્કેલીઓ કેવી રીતે દૂર કરવી

અફઘાનિસ્તાન સામે ન્યૂઝીલેન્ડની જીતનો ઉલ્લેખ કરતા આકાશ ચોપરાએ કહ્યું કે ન્યૂઝીલેન્ડની ટીમ સારી રીતે જાણે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી કેવી રીતે બહાર આવવું અને આપણે અફઘાનિસ્તાન સામે તેનું ઉદાહરણ જોયું. એક સમયે ન્યૂઝીલેન્ડે એક જ ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તેના બેટ્સમેનોએ વળતો જવાબ આપ્યો અને મજબૂત સ્કોર બનાવવામાં સફળ રહ્યા. આકાશે કહ્યું કે કેન વિલિયમસન ટીમમાં ન હતો પરંતુ તેમ છતાં આ ટીમ મુશ્કેલીમાંથી બહાર આવી ગઈ હતી.

આ પણ વાંચો - વન-ડે વર્લ્ડ કપના સૌથી મોટા અપસેટ, બે વખત ભારત પણ બન્યું છે શિકાર

Advertisment

ન્યૂઝીલેન્ડની ત્રિપુટી ખતરનાક છે - આકાશ ચોપરા

આકાશ ચોપરાએ વધુમાં કહ્યું કે ટ્રેન્ટ બોલ્ટ, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન ન્યૂઝીલેન્ડની ટીમમાં ખરેખર ખતરનાક બોલર છે. આ ત્રણેય બોલરો જાણે છે કે નવા બોલથી આક્રમણ કેવી રીતે કરવું તે જાણે છે. આ ત્રણેય બોલરો જાણે છે કે કેવી રીતે બેટ્સમેનોને ડરાવીને આઉટ કરવા. તમને જણાવી દઈએ કે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી ત્યારે ટીમ તેના ખેલાડીઓની ઈજાઓથી સંઘર્ષ કરી રહી હતી. કેન વિલિયમસન શરૂઆતની મેચો રમ્યો ન હતો, પરંતુ તેણે બાંગ્લાદેશ સામેની મેચમાં પુનરાગમન કર્યું હતું, પરંતુ તે મેચમાં તે ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ 2015 અને 2019માં ફાઇનલિસ્ટ રહી છે.

ભારત ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ World Cup 2023 સ્પોર્ટ્સ વર્લ્ડકપ