વર્લ્ડ કપ 2023 : અફઘાનિસ્તાને વધુ એક અપસેટ કર્યો, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન પછી હવે શ્રીલંકાને હરાવ્યું

Afghanistan vs Sri Lanka : અફઘાનિસ્તાને શ્રીલંકા સામે 7 વિકેટે વિજય મેળવ્યો, આ જીત સાથે અફઘાનિસ્તાન પોઇન્ટ ટેબલમાં 6 પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને આવી ગયું

Written by Ashish Goyal
October 30, 2023 22:15 IST
વર્લ્ડ કપ 2023 : અફઘાનિસ્તાને વધુ એક અપસેટ કર્યો, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન પછી હવે શ્રીલંકાને હરાવ્યું
વિકેટની ઉજવણી કરતા અફઘાનિસ્તાનના પ્લેયર્સ. @ACBofficials

World Cup 2023 Afghanistan vs Sri Lanka : બોલરોના શાનદાર પ્રદર્શ પછી અઝમતુલ્લા (73), રહમત શાહ (62) અને હશમતુલ્લાહ શાહિદી (58)ની અડધી સદીની મદદથી અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. શ્રીલંકા 49.3 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં અફઘાનિસ્તાને 45.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં ત્રીજો અપસેટ સર્જ્યો છે. ઇંગ્લેન્ડ, પાકિસ્તાન પછી હવે શ્રીલંકાને હરાવ્યું છે. આ જીત સાથે અફઘાનિસ્તાન પોઇન્ટ ટેબલમાં 6 પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને આવી ગયું છે.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ગુરબાઝ પ્રથમ ઓવરમાં જ મદુશંકાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ઇબ્રાહીમ ઝાદરાન (39) અને રહમત શાહે (62) બાજી સંભાળી હતી. બન્નેએ 73 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી (58)અને અઝમતુલ્લાએ (73)અડધી સદી ફટકારી ટીમની જીત અપાવી હતી. બન્નેએ 111 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. શ્રીલંકા તરફથી મદુશંકાએ 2 અને રંજીથાએ 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા છે સિક્સર કિંગ, જાણો ટોપ-10માં કોણ-કોણ છે સામેલ

અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી અને કરુણારત્ને 15 રન બનાવી આઉટ થયો હતો. પાથુમ નિશંકા (46) અને કુશલ મેન્ડિસે (39) બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. બન્નેના આઉટ થયા પછી ટીમનો કોઇ પ્લેયર મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. સદીરા સમરવિક્રમાએ 39, મહેશ તીક્ષણાએ 29, એન્જલો મેથ્યુસે 23 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફજલહક ફારુકીએ 4 અને મુજીબ ઉર રહમાને 2 વિકેટ ઝડપી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ