/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Anushka-sharma-Virat-Kohli-World-cup-2023.jpg)
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી (તસવીર- ઇન્સ્ટાગ્રામ)
World Cup 2023, IND vs NZ : ટીમ ઈન્ડિયાનો રન મશીન વિરાટ કોહલી ફરી એકવાર ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ મેચમાં જીતનો સૂત્રધાર બન્યો છે. 274 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે કીવીઓને 4 વિકેટે હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. ભારતે 2003 પછી ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે તેની પ્રથમ જીત મેળવી હતી. રનનો પીછો કરતા વિરાટ કોહલીએ 95 રનની ઇનિંગ્સ રમી હતી.
અનુષ્કાએ વિરાટને કહ્યું- સ્ટોર્મ ચેઝર
વિરાટ કોહલી તેની 49મી વન-ડે સદીથી માત્ર 5 રન દૂર હતો ત્યારે ગ્લેન ફિલિપ્સના કેચએ તેની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જો કોહલીએ આ સદી ફટકારી હોત તો તે સચિન તેંડુલકરના સૌથી વધુ સદી (49)ના રેકોર્ડની બરાબરી કરી લેત, પરંતુ હવે તેને આ માટે વધુ રાહ જોવી પડશે. આ દરમિયાન વિરાટની પત્ની અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક સુંદર પોસ્ટ શેર કરી છે. અનુષ્કાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર કોહલીનો ફોટો પોસ્ટ કર્યો અને તેને સ્ટોર્મ ચેઝર કહ્યો છે.
આ પણ વાંચો - ભારતની સતત પાંચમી જીત, વન-ડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે 20 વર્ષ પછી વિજય મેળવ્યો
આ સેલિબ્રિટીઓએ પણ પ્રશંસા કરી
અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સ્ટોરીમાં એક વીડિયો પોસ્ટ કરતા વિરાટ કોહલી માટે લખ્યું કે તેને હંમેશા તમારા પર ગર્વ છે અને તમે સ્ટોર્મ ચેઝર છો. કોહલીની આ શાનદાર ઇનિંગ્સના અનુષ્કા સિવાય અન્ય ઘણી સેલિબ્રિટીઓએ પણ પ્રશંસા કરી છે. વિરાટનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા વિકી કૌશલે તેને કિંગ ગણાવ્યો છે. અનુપમ ખેરે કહ્યું છે કે અને ફરી એકવાર ભારતે તેની શાનદાર જીત નોંધાવી છે. જય હિંદ જય ભારત. આ સિવાય સુનીલ શેટ્ટી, રિતેશ દેશમુખ અને આયુષ્માન ખુરાનાએ પણ ભારતની જીતની ઉજવણી કરી હતી.
વર્લ્ડ કપમાં ભારતને પાંચમી જીત મળી
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023માં ભારતે સતત પાંચ મેચ જીતી છે. રવિવારે ધર્મશાળામાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં ભારતે કીવી ટીમને 4 વિકેટે હરાવ્યું હતું. 2003 પછી ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની આ પ્રથમ જીત હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને સેમિ ફાઈનલની પ્રબળ દાવેદાર છે. ભારતની આગામી મેચ 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે રમશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us