World Cup 2023 : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલના ચીફ સિલેક્ટર જ્યોર્જ બેઈલીએ ખુલાસો કર્યો છે કે શા માટે માર્નસ લાબુસેન વન ડે વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. ઓસ્ટ્રેલિયાની ટીમે સોમવારે દક્ષિણ આફ્રિકા અને ભારતના પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જો વર્લ્ડકપ માટે ટીમની પસંદગી થશે તો આ 18માંથી 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. બેઇલીએ લાબુસેનને ન પસંદ કરવાનું કારણ વન ડેમાં તેના પ્રદર્શનમાં સાતત્યના અભાવને ગણાવ્યું હતું.
વન ડે કારકિર્દીની શાનદાર શરુઆત બાદ લાબુસેનનું પ્રદર્શન કેટલીક વન ડેમાં કંગાળ રહ્યું છે. 30 મેચ પછી તેની એવરેજ 31થી થોડી વધારે છે. જોકે જ્યોર્જ બેઈલીએ સ્પષ્ટ કર્યું હતું કે માર્નસ લાબુસ્ચાગ્ને ઓસ્ટ્રેલિયા-એ ટીમમાં સામેલ થશે, જે સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડ-એ સામે ત્રણ વન ડે રમશે.
જોર્જ બેઇલીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે માર્નસ લાબુસેનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને વનડે ટીમમાં પ્રવેશવાની ક્ષમતા છે, પરંતુ અમે તેને સતત તે ભૂમિકામાં જોઇ શક્યા નથી જે અમે ઇચ્છીએ છીએ. માર્નસ વિશે અમે ખરેખર સ્પષ્ટ છીએ. તે ઓસ્ટ્રેલિયા-એ ની કેટલીક મેચોનો હિસ્સો બનવા જઈ રહ્યો છે, જેથી તે વ્હાઈટ-બોલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
ભારત પ્રવાસ પર ખરાબ પ્રદર્શન
બેઈલીએ વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયાના વન ડે સેટઅપમાં ક્વિન્સલેન્ડના ખેલાડીની મહત્વની ભૂમિકા રહેશે. લાબુસેન છેલ્લી કેટલીક શ્રેણીમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. માર્ચ 2023માં તેને ભારત સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં બે મેચ રમવાની તક મળી હતી. તેણે કુલ 43 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – પાકિસ્તાનની બે મેચોનું બદલાશે શેડ્યુલ, ભારત સામે 15ના બદલે 14 ઓક્ટોબરથી જ રમવા માટે થયું રાજી
ઓસ્ટ્રેલિયાએ ટીમની જાહેરાત કરી
ઓસ્ટ્રેલિયા ત્રણ ટી-30 અને પાંચ વન ડે મેચ રમવા માટે 20મી ઓગસ્ટથી સાઉથ આફ્રિકા પ્રવાસનો પ્રારંભ કરશે. ગ્લેન મેક્સવેલ આ વન ડે શ્રેણીનો ભાગ નહીં હોય. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવશે. તેઓ અહીં વર્લ્ડ કપ પહેલા ત્રણ વન ડેની શ્રેણી રમશે. માર્નસ લાબુસેનને વન ડે ટીમમાં સ્થાન મેળવ્યું નથી, જેના કારણે વર્લ્ડ કપ રમવાની તેની તમામ આશા લગભગ ખતમ થઈ ગઈ છે. વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરવાની આખરી તારીખ 28મી સપ્ટેમ્બર છે, જે અગાઉ ઓસ્ટ્રેલિયાને બદલવાની તક છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ : પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, શોન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, એલિસ, કેમેરોન ગ્રીન, આરોન હાર્ડી, જોશ હેઝલવૂડ, ઇંગ્લિસ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા, ટ્રેવિસ હેડ.





