વર્લ્ડ કપ 2023, ઓસ્ટ્રેલિયા વિ. અફઘાનિસ્તાન : મેક્સવેલે એકલા હાથે જીત અપાવી, 128 બોલમાં અણનમ 201 રન ફટકાર્યા

Australia vs Afghanistan : મેક્સવેલે 128 બોલમાં 21 ફોર અને 10 સિક્સરની મદદથી અણનમ 201 રન બનાવ્યા, ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો

Written by Ashish Goyal
Updated : November 07, 2023 22:31 IST
વર્લ્ડ કપ 2023, ઓસ્ટ્રેલિયા વિ. અફઘાનિસ્તાન : મેક્સવેલે એકલા હાથે જીત અપાવી,  128 બોલમાં અણનમ 201 રન ફટકાર્યા
મેક્સવેલે 128 બોલમાં 21 ફોર અને 10 સિક્સરની મદદથી અણનમ 201 રન બનાવ્યા (તસવીર - સ્ક્રિનગ્રેબ)

World Cup 2023, Australia vs Afghanistan : ગ્લેન મેક્સવેલના 128 બોલમાં અણનમ 201 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે 3 વિકેટે વિજય મેળવ્યો છે. અફઘાનિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટે 291 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 46.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેક્સવેલે 128 બોલમાં 21 ફોર અને 10 સિક્સરની મદદથી અણનમ 201 રન બનાવ્યા હતા. કેપ્ટન કમિન્સે સારો સાથ આપતા 68 બોલમાં 12 રન બનાવ્યા હતા. બન્નેએ 202 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટ્રેવિસ હેડ 00, મિચેલ માર્શ 24 અને ડેવિડ વોર્નર 18 રને આઉટ થયા હતા. જોશ ઇગ્લિંશ 00, લાબુશેન 14, સ્ટોઇનિશ 6 અને સ્ટાર્ક 3 રને આઉટ થયા ઓસ્ટ્રેલિયાએ 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મેક્સવેલે બાજી સંભાળી હતી અને જીત અપાવી હતી.

અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇબ્રાહિમ ઝાદરાને 143 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 129 રન ફટકાર્યા હતા. રાશિદ ખાને 18 બોલમાં 2 ફોર 3 સિક્સરની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા. આ સિવાય રહમત શાહે 30 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે સૌથી વધારે 2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 પોઇન્ટ ટેબલ : એક સ્થાન માટે ત્રણ દાવેદાર, જાણો કેવું છે સેમિ ફાઇનલનું સમીકરણ

ઇબ્રાહિમ ઝાદરાને ઇતિહાસ રચ્યો

ઇબ્રાહિમ ઝાદરાને મંગળવારે વાનખેડેમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની મેચ દરમિયાન સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન તરફથી સદી ફટકારનારો સૌપ્રથમ બેટ્સમેન બન્યો છે. અફઘાનિસ્તાન 2015માં પ્રથમ વખત વર્લ્ડ કપ રમ્યું હતું. આ પછી તે 23 મેચ રમ્યું છે છે અને પહેલીવાર કોઇ ખેલાડીએ સદી ફટકારી હતી.

ઇબ્રાહિમ ઝાદરાન પહેલા સમિઉલ્લાહ શેનવારીનો અફઘાનિસ્તાન તરફથી વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર હતો. તેણે 2015માં સ્કોટલેન્ડ સામે 95 રન બનાવ્યા હતા. ઇબ્રાહિમ ઝાદરાન વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. ઇબ્રાહિમ ઝદરાને 21 વર્ષ અને 330 દિવસની ઉંમરે સદી ફટકારી છે.

અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ સદીઓ કોના નામે છે?

અફઘાનિસ્તાન તરફથી વન ડેમાં સૌથી વધુ સદી મોહમ્મદ શહજાદના નામે છે. તેણે 6 સદી ફટકારી છે. આ સિવાય રહેમાનુલ્લાહ ગુરબાઝ, રહમત શાહ અને ઇબ્રાહિમ ઝાદરાને 5-5 સદી ફટકારી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ