World Cup 2023 Cricket Matches All Details : આઈસીસી વર્લ્ડ કપ 2023ની ભારતના અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ શરૂઆત થશે. ભારતમાં ઓક્ટોબર-નવેમ્બર તહેવારોનો મહિનો છે. આ દરમિયાન લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલો ક્રિકેટ વર્લ્ડ કપ આ સિઝનનો ઉત્સાહ અનેકગણો વધારવાનું કામ કરશે. આગામી દોઢ મહિનામાં દશેરા-દિવાળી અને અન્ય તહેવારોની ઉજવણી કરતી વખતે કરોડો ક્રિકેટ પ્રેમીઓ 10 વર્ષના દુષ્કાળનો અંત લાવવા અને ટીમ ઈન્ડિયાને આઈસીસી વર્લ્ડ કપ 2023ની ટ્રોફી જીતતી જોવા ઈચ્છે છે.
વર્ષ 2013માં વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદથી ટીમ ઈન્ડિયા અને ભારતીય ક્રિકેટ ચાહકો ફરી વર્લ્ડ કપ ક્રિકેટની ટ્રોફી જીતવાની રાહ જોઇ રહ્યા છે. વર્ષ 2013માં ભારતીય ટીમે ઘરની ધરતી પર વર્લ્ડ કપ જીત્યો હતો. દેશમાં આગામી 45 દિવસ સુધી ક્રિકેટ ફીવર છવાયેલો રહેવાનો છે. ચાલો જાણીએ વર્લ્ડ કપ 2023 સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો

વર્લ્ડ કપ 2023માં 10 ક્રિકેટ ટીમ 10 સ્થળો પર 45 દિવસમાં 48 મેચ રમશે (World Cup 2023 Cricket Teams)
ઓડીઆઈ વર્લ્ડ કપ 2023માં કુલ 48 મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરથી શરૂ થનારી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ 19 નવેમ્બરના રોજ આ જ મેદાન પર સમાપ્ત થશે. આ 45 દિવસોમાં (જો ફાઇનલ રિઝર્વ ડેમાં જાય તો 46 દિવસ), 10 ક્રિકેટ ટીમો 10 સ્થળોએ 48 મેચ રમશે. વર્લ્ડ કપ 2023ની મેચ અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ, ધર્મશાલા અને લખનૌમાં રમાશે.
વર્લ્ડ કપ 2023માં કઇ કઇ ક્રિકેટ ટીમો મેચ રમશે? (World Cup 2023 Venue)
વર્લ્ડ કપ 2023માં કુલ 10 ક્રિકેટ ટીમો મેચ રમવાની છે. આ તમામ 10 ક્રિકેટ ટીમો વચ્ચે મેદાનમાં વર્લ્ડ કપ 2023ની ટ્રોફી જીતવા ખરાખરીની મેચ રમાશે. આ 10 ક્રિકેટ ટીમમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડની ટીમનો સમાવેશ થાય છે. શા માટે માત્ર 10 ટીમો? આ એક મોટો પ્રશ્ન છે. યજમાન હોવાના કારણે ભારતને ઓટોમેટિક ક્વોલિફિકેશન મળ્યું હતું. અન્ય સાત ટીમો ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ દ્વારા નક્કી કરવામાં આવી હતી, જે ત્રણ વર્ષ સુધી ચાલે છે.
13 ટીમો વચ્ચે 3-3 મેચોની 8 બાયલેટ્રલ (દ્વિપક્ષીય) સિરીઝ હતી. ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સીધા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયા હતા. છેલ્લી બે ટીમોની માટે 5 ટીમોની વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર યોજાઈ હતી. શ્રીલંકા અને નેધરલેન્ડની ટીમોએ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
હવે ‘કેલિપ્સો બીટ’ નહીં સાંભળવા મળે
અહીં ‘કેલિપ્સો બીટ’ સાંભળા નહીં મળી, તેનો અર્થ એ છે કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપમાં જોવા નહીં મળે. જે ટીમો 1975 અને 1979માં ચેમ્પિયન બની હતી તે ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ શકી ન હતી. 48 વર્ષના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બનશે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ વગર ક્રિકેટ વર્લ્ડ કપ યોજાશે. કેલિપ્સો એ કેરેબિયન સંગીતની શૈલી છે. આ કારણે કેરેબિયન ક્રિકેટરો માટે કેલિપ્સો શબ્દનો ઉપયોગ થાય છે.
વર્લ્ડ કપ 2023 ક્રિકેટ ટુર્નામેન્ટનું ફોર્મેટ (World Cup 2023 Format)
વર્ષ 2019ના વર્લ્ડ કપની જેમ 2023 ક્રિકેટ વર્લ્ડ કપ પણ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. એટલે કે ગ્રૂપ સ્ટેજમાં 10 ટીમો એકબીજા સામે 1-1 મેચ રમશે. મતલબ કે દરેક ટીમ 9 મેચ રમશે. ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. બંને સેમિફાઇનલના વિજેતાઓ વચ્ચે ફાઇનલ મેચ રમાશે.
સેમીફાઇનલમાં પહોંચવા માટે કેટલા પોઈન્ટની જરૂર છે? world cup 2023 Team)
સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે ગ્રૂપ સ્ટેજમાં 7 મેચ જીતવી પૂરતી હશે. 2019ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાએ 7-7 મેચ જીતી હતી. મેન ઇન બ્લુની એક મેચ ધોવાઇ ગઇ હતી. આવી સ્થિતિમાં તે 15 પોઈન્ટ સાથે નંબર વન પર હતી. ઓસ્ટ્રેલિયા 14 પોઈન્ટ સાથે બીજા અને ઈંગ્લેન્ડ 12 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ન્યૂઝીલેન્ડની ટીમ 11 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

પાકિસ્તાનના પણ 11 પોઈન્ટ હતા. જો બે ટીમના સમાન પોઈન્ટ હશે તો જોવામાં આવશે કે કઈ ટીમ વધુ મેચ જીતે છે. ધારો કે ટીમ 5 મેચ જીતે તો તેના 10 પોઈન્ટ છે. મેચ ધોવાઈ જવાને કારણે અન્ય ટીમે 4 મેચ જીતી અને 2 પોઈન્ટ મેળવ્યા. આવી સ્થિતિમાં 5 જીત સાથેની ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે. જો બંને ટીમો સમાન સંખ્યામાં મેચ જીતશે તો નેટ રન રેટના આધારે સેમીફાઈનલનો નિર્ણય લેવામાં આવશે.
વર્લ્ડ કપ 2023 રિઝર્વ ડે (world cup 2023 reserve day
લીગ સ્ટેજની મેચો માટે કોઈ રિઝર્વ ડે રહેશે નહીં, પરંતુ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ માટે હશે. મેચન બીજા દિવસે રિઝર્વ ડે રહેશે. રિઝર્વ ડે પર, મેચ જ્યાંથી અટકી હતી ત્યાંથી શરૂ થશે. એટલે કે અનામત દિવસે પહેલેથી મેચ રમાશે નહીં.
સેમીફાઈનલ મેચ ક્યાં રમાશે (world cup 2023 semi final and Final Matches venue)
સેમીફાઈનલ ક્રિકેટ મેચ મુંબઈ અને કોલકાતામાં રમાશે. જો ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચશે તો તે મુંબઈમાં રમશે. જો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે તો તે કોલકાતામાં રમશે. જો ભારત અને પાકિસ્તાન સેમિફાઇનલમાં ટકરાશે તો આ મેચ કોલકાતામાં રમાશે.
તારીખ દિવસ ટીમો ક્ષેત્ર સમય 05 ઓક્ટોબર 2023 ગુરુવાર ઇંગ્લેન્ડ વિ ન્યુઝીલેન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ બપોરે 2:00 વાગ્યાથી 06 ઓક્ટોબર 2023 શુક્રવાર પાકિસ્તાન વિ નેધરલેન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ બપોરે 2:00 વાગ્યાથી 07 ઓક્ટોબર 2023 શનિવાર બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા સવારે 10:30 થી 07 ઓક્ટોબર 2023 શનિવાર દક્ષિણ આફ્રિકા vs શ્રીલંકા અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી બપોરે 2:00 વાગ્યાથી 08 ઓક્ટોબર 2023 રવિવાર ભારત વિ ઓસ્ટ્રેલિયા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ બપોરે 2:00 વાગ્યાથી 09 ઓક્ટોબર 2023 સોમવાર ન્યુઝીલેન્ડ વિ નેધરલેન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ બપોરે 2:00 વાગ્યાથી 10 ઓક્ટોબર 2023 મંગળવારે ઇંગ્લેન્ડ vs બાંગ્લાદેશ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા સવારે 10:30 થી 10 ઓક્ટોબર 2023 મંગળવારે પાકિસ્તાન vs શ્રીલંકા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ બપોરે 2:00 વાગ્યાથી 11 ઓક્ટોબર 2023 બુધવાર ભારત વિ અફઘાનિસ્તાન અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી બપોરે 2:00 વાગ્યાથી 12 ઓક્ટોબર 2023 ગુરુવાર ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ બપોરે 2:00 વાગ્યાથી 13 ઓક્ટોબર 2023 શુક્રવાર ન્યુઝીલેન્ડ વિ બાંગ્લાદેશ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ બપોરે 2:00 વાગ્યાથી 14 ઓક્ટોબર 2023 શનિવાર ભારત vs પાકિસ્તાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ બપોરે 2:00 વાગ્યાથી 15 ઓક્ટોબર 2023 રવિવાર ઈંગ્લેન્ડ વિ અફઘાનિસ્તાન અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી બપોરે 2:00 વાગ્યાથી 16 ઓક્ટોબર 2023 સોમવાર ઓસ્ટ્રેલિયા vs શ્રીલંકા ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ બપોરે 2:00 વાગ્યાથી 17 ઓક્ટોબર 2023 મંગળવારે દક્ષિણ આફ્રિકા વિ નેધરલેન્ડ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા બપોરે 2:00 વાગ્યાથી 18 ઓક્ટોબર 2023 બુધવાર ન્યુઝીલેન્ડ વિ અફઘાનિસ્તાન એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ બપોરે 2:00 વાગ્યાથી 19 ઓક્ટોબર 2023 ગુરુવાર ભારત વિ બાંગ્લાદેશ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે બપોરે 2:00 વાગ્યાથી 20 ઓક્ટોબર 2023 શુક્રવાર ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ બપોરે 2:00 વાગ્યાથી 21 ઓક્ટોબર 2023 શનિવાર નેધરલેન્ડ વિ શ્રીલંકા ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ સવારે 10:30 થી 21 ઓક્ટોબર 2023 શનિવાર ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ બપોરે 2:00 વાગ્યાથી 22 ઓક્ટોબર 2023 રવિવાર ભારત vs ન્યુઝીલેન્ડ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા બપોરે 2:00 વાગ્યાથી 23 ઓક્ટોબર 2023 સોમવાર પાકિસ્તાન વિ અફઘાનિસ્તાન એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ બપોરે 2:00 વાગ્યાથી 24 ઓક્ટોબર 2023 મંગળવારે દક્ષિણ આફ્રિકા vs બાંગ્લાદેશ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ બપોરે 2:00 વાગ્યાથી 25 ઓક્ટોબર 2023 બુધવાર ઓસ્ટ્રેલિયા વિ નેધરલેન્ડ અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી બપોરે 2:00 વાગ્યાથી 26 ઓક્ટોબર 2023 ગુરુવાર ઇંગ્લેન્ડ વિ શ્રીલંકા એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ બપોરે 2:00 વાગ્યાથી 27 ઓક્ટોબર 2023 શુક્રવાર પાકિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ બપોરે 2:00 વાગ્યાથી 28 ઓક્ટોબર 2023 શનિવાર ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા સવારે 10:30 થી 28 ઓક્ટોબર 2023 શનિવાર નેધરલેન્ડ વિ બાંગ્લાદેશ ઈડન ગાર્ડન, કોલકાતા બપોરે 2:00 વાગ્યાથી 29 ઓક્ટોબર 2023 રવિવાર ભારત vs ઈંગ્લેન્ડ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ બપોરે 2:00 વાગ્યાથી 30 ઓક્ટોબર 2023 સોમવાર અફઘાનિસ્તાન વિ શ્રીલંકા મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે બપોરે 2:00 વાગ્યાથી 31 ઓક્ટોબર 2023 મંગળવારે પાકિસ્તાન વિ બાંગ્લાદેશ ઈડન ગાર્ડન, કોલકાતા બપોરે 2:00 વાગ્યાથી 01 નવેમ્બર 2023 બુધવાર ન્યુઝીલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે બપોરે 2:00 વાગ્યાથી 02 નવેમ્બર 2023 ગુરુવાર ભારત vs શ્રીલંકા વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ બપોરે 2:00 વાગ્યાથી 03 નવેમ્બર 2023 શુક્રવાર નેધરલેન્ડ વિ અફઘાનિસ્તાન ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ બપોરે 2:00 વાગ્યાથી 04 નવેમ્બર 2023 શનિવાર ન્યુઝીલેન્ડ વિ પાકિસ્તાન એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ સવારે 10:30 થી 04 નવેમ્બર 2023 શનિવાર ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ બપોરે 2:00 વાગ્યાથી 05 નવેમ્બર 2023 રવિવાર ભારત વિ દક્ષિણ આફ્રિકા ઈડન ગાર્ડન્સ, કોલકાતા બપોરે 2:00 વાગ્યાથી 06 નવેમ્બર 2023 સોમવાર બાંગ્લાદેશ vs શ્રીલંકા અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી બપોરે 2:00 વાગ્યાથી 07 નવેમ્બર 2023 મંગળવારે ઓસ્ટ્રેલિયા વિ અફઘાનિસ્તાન વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ બપોરે 2:00 વાગ્યાથી 08 નવેમ્બર 2023 બુધવાર ઇંગ્લેન્ડ વિ નેધરલેન્ડ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે બપોરે 2:00 વાગ્યાથી 09 નવેમ્બર 2023 ગુરુવાર ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ બપોરે 2:00 વાગ્યાથી 10 નવેમ્બર 2023 શુક્રવાર દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ ગ્રાઉન્ડ, અમદાવાદ બપોરે 2:00 વાગ્યાથી 11 નવેમ્બર 2023 શનિવાર ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે સવારે 10:30 થી 11 નવેમ્બર 2023 શનિવાર પાકિસ્તાન vs ઈંગ્લેન્ડ ઈડન ગાર્ડન, કોલકાતા બપોરે 2:00 વાગ્યાથી 12 નવેમ્બર 2023 રવિવાર ભારત વિ નેધરલેન્ડ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ સવારે 10:30 થી 15 નવેમ્બર 2023 બુધવાર TBC vs TBC, 1લી સેમિફાઇનલ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ બપોરે 2:00 વાગ્યાથી 16 નવેમ્બર 2023 ગુરુવાર TBC vs TBC, 2જી સેમી-ફાઇનલ (2જી વિ. 3જી) ઈડન ગાર્ડન, કોલકાતા બપોરે 2:00 વાગ્યાથી 19 નવેમ્બર 2023 રવિવાર ટીબીસી વિ ટીબીસી, ફાઈનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ બપોરે 2:00 વાગ્યાથી
વર્લ્ડ કપર 2023ની મેચમાં સુપર ઓવર (world cup 2023 super over)
ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2019 વર્લ્ડ કપની ફાઇનલ સુપર ઓવરમાં પહોંચી હતી. સુપર ઓવર ટાઈ થઈ ત્યારે પણ વધુ બાઉન્ડ્રી ફટકારવાને કારણે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. આઈસીસીના આ નિયમની ઘણી ટીકા થઈ હતી. આ પછી આઈસીસી એ નિયમોમાં ફેરફાર કર્યો. હવે જો કોઈ મેચ સુપર ઓવરમાં જાય છે તો નિર્ણય ન આવે ત્યાં સુધી સુપર ઓવર ચાલુ રહેશે.
આ પણ વાંચો | વર્લ્ડ કપ 2023 : ત્રણ નવા નિયમોથી વધી જશે ટૂર્નામેન્ટનો રોમાંચ, 2019ના વિવાદિત નિયમને આઈસીસીએ ખતમ કર્યો
વર્લ્ડ કપ 2023ની પ્રાઇસ મની – વિજેતા ટીમને કેટલું ઇનામ મળશે (world cup 2023 prize money)
વર્લ્ડ કપ 2023ની કુલ પ્રાઇસ મની 1 કરોડ ડોલર છે. ભારતીય ચલણમાં આ રકમ 83 કરોડ 21 લાખ 87 હજાર રૂપિયા થશે. જેમાં વર્લ્ડ કપ 2023ની વિનર ટીમને 40 લાખ ડોલર એટલે કે અંદાજે 33 કરોડ રૂપિયા મળશે. સેકન્ડર વિનર ટીમને 20 લાખ ડોલર એટલે કે અંદાજે 16 કરોડ રૂપિયા મળશે. સેમિફાઇનલમાં હારનાર ટીમોને 8 લાખ ડોલર એટલે કે અંદાજે 6.63 કરોડ રૂપિયા મળશે. જે ટીમો નોકઆઉટ સ્ટેજમાં નહીં પહોંચે તેમને દરેકને એક- એક લાખ ડોલર એટલે કે અંદાજે 82 લાખ રૂપિયા ઇનામ મળશે.





