વર્લ્ડ કપ 2023 : મિચેલ માર્શ જન્મ દિવસ પર સદી ફટકારનાર છઠ્ઠો પ્લેયર બન્યો, ડેવિડ વોર્નરની પણ સદી

World Cup 2023 : ડેવિડ વોર્નરની વન-ડે ક્રિકેટમાં આ 21મી સદી હતી, જ્યારે પાકિસ્તાન સામે વન-ડે ફોર્મેટમાં આ તેની ચોથી સદી, મિચેલ માર્શે108 બોલમાં 10 ફોર, 9 સિક્સરની મદદથી 121 રન બનાવ્યા

Written by Ashish Goyal
Updated : October 20, 2023 17:22 IST
વર્લ્ડ કપ 2023 : મિચેલ માર્શ જન્મ દિવસ પર સદી ફટકારનાર છઠ્ઠો પ્લેયર બન્યો, ડેવિડ વોર્નરની પણ સદી
ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે પ્રથમ વિકેટ માટે 259 રનની ભાગીદારી નોંધાવી (તસવીર - સોશિયલ મીડિયા)

World Cup 2023 : ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો અનુભવી ઓપનર ડેવિડ વોર્નર વન-ડે વર્લ્ડકપ 2023માં મોટી ઇનિંગ રમવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યો હતો. તે પાકિસ્તાન સામેની મેચમાં સફળ રહ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં તેણે માત્ર પોતાની લય જ નહીં પણ સદી ફટકારીને ટીમને મજબૂત શરુઆત અપાવી છે. આ મેચમાં વોર્નરે પોતાના ઓપનિંગ પાર્ટનર મિશેલ માર્શ સાથે પ્રથમ વિકેટ માટે 259 રનની ભાગીદારી કરીને ટીમ માટે મજબૂત શરૂઆત કરી હતી. ડેવિડ વોર્નર પોતાનો પાંચમો વન-ડે વર્લ્ડકપ રમી રહ્યો છે.

વોર્નરે પાકિસ્તાન સામે ચોથી સદી ફટકારી

આ મેચમાં ડેવિડ વોર્નરે સૌથી પહેલા 39 બોલમાં ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી અને ત્યારબાદ તેણે 85 બોલ પર પોતાની સદી ફટકારી હતી. ડેવિડ વોર્નરની વન-ડે ક્રિકેટમાં આ 21મી સદી હતી, જ્યારે પાકિસ્તાન સામે વન-ડે ફોર્મેટમાં આ તેની ચોથી સદી છે. 163 રનની ઈનિંગ્સ દરમિયાન તેણે 9 સિક્સ અને 14 ફોર ફટકારી હતી.

ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામેની વન-ડેમાં ફટકારી સદી

130 રન (119 બોલ), સિડની, 2017179 રન (128 બોલ), એડિલેડ, 2017107 રન (111 બોલ), ટુનટુન, CWC 2019163 રન (124 બોલ), બેંગલુરુ, 2023

આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : વિરાટ કોહલીની સિદ્ધિ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 26,000 રન બનાવ્યા

મિચેલ માર્શે પોતાના જન્મદિવસ પર સદી ફટકારી

મિચેલ માર્શે પોતાના 32માં જન્મ દિવસના અવસર પર વનડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. તે પોતાના જન્મ દિવસ પર વન-ડેમાં પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયાનો પહેલો ખેલાડી બન્યો હતો. આ સાથે જ વન ડે વર્લ્ડકપમાં પોતાના જન્મ દિવસના અવસર પર તે પાકિસ્તાન સામે સદી ફટકારનારો રોસ ટેલર બાદ બીજો ખેલાડી બન્યો હતો. માર્શે આ મેચમાં 108 બોલમાં 10 ફોર, 9 સિક્સરની મદદથી 121 રન બનાવ્યા હતા.

જન્મ દિવસ પર વન-ડેમાં સદી ફટકારનાર પ્લેયર્સ

140* રન – ટોમ લેથમ વિરુદ્ધ નેધરલેન્ડ્સ, હેમિલ્ટન, 2022 (30મો જન્મદિવસ)134 રન – સચિન તેંડુલકર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, શારજાહ, 1998 (25મો જન્મ દિવસ)131* રન – રોસ ટેલર વિરુદ્ધ પાકિસ્તાન, પલ્લિકેલ, 2011 (27મો જન્મ દિવસ)130 રન – સનથ જયસૂર્યા વિરુદ્ધ બાંગ્લાદેશ, કરાચી, 2008 (39મો જન્મ દિવસ)100* રન – વિનોદ કાંબલી વિરુદ્ધ ઇંગ્લેન્ડ, જયપુર, 1993 (21મો જન્મ દિવસ)121 રન – મિચેલ માર્શ વિરુદ્ધ, પાકિસ્તાન, બેંગલુરુ, 2023, (32મો જન્મ દિવસ)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ