ક્રિકેટના મહાકુંભ આઈસીસી વન-ડે વર્લ્ડ કપનો આજથી પ્રારંભ, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં પ્રથમ મેચ

World Cup 2023 : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆતની મેચ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઇજાગ્રસ્ત છે, આ મેચ બપોરે 2.00 કલાકેથી શરૂ થશે

Written by Ashish Goyal
Updated : October 04, 2023 23:59 IST
ક્રિકેટના મહાકુંભ આઈસીસી વન-ડે વર્લ્ડ કપનો આજથી પ્રારંભ, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં પ્રથમ મેચ
ભારતમાં 5 ઓક્ટોબરથી આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થશે (તસવીર - ICC)

ICC ODI World Cup 2023 : ભારતમાં 5 ઓક્ટોબરથી આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડનો મુકાબલો રનર્સ અપ ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. બહુપ્રતિક્ષિત ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ પણ 14 ઓક્ટોબરે આ જ સ્થળે રમાશે. વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવા માટે ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ હોટ ફેવરિટ છે. પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમ પણ રેસમાં છે.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆતની મેચ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઇજાગ્રસ્ત છે. ટીમના કેપ્ટન જોસ બટલરે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. બુધવારે અમદાવાદમાં ઓલ ટીમના કેપ્ટનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બટલરે કહ્યું કે બેન સ્ટોક્સને હિપ ઇન્જરી છે અને અમને આશા છે કે તે આવતીકાલની મેચ રમશે.

બેન સ્ટોક્સ વિશે વાત કરતા જોસ બટલરે કહ્યું કે તેના સાથળમાં સામાન્ય ઈજા થઈ છે. આશા રાખું છું કે તે આવતીકાલે રમશે. તેની સાથે ટીમના ફિઝિયો સખત મહેનત કરી રહ્યા છે. જ્યારે અમે પ્રેક્ટિસ માટે પહોંચીશું ત્યારે અમને તેમના વિશે નવીનતમ અપડેટ મળશે. તે માહિતીના આધારે અમે યોગ્ય નિર્ણય લઈશું. જો તે ફિટ નહીં હોય તો આવતીકાલની મેચ નહીં રમે. જો પ્લેઈંગ ઈલેવનમાં બેન સ્ટોક્સને સ્થાન આપવામાં નહીં આવે તો તેના સ્થાને હેરી બ્રુકને સામેલ કરવામાં આવી શકે છે. આ મેચ બપોરે 2.00 કલાકેથી શરૂ થશે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં કુલ 48 મેચ રમાશે.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં કેટલી ટીમો છે?

આ વર્લ્ડ કપમાં ભારત, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ સહિત 10 ટીમો ભાગ લેશે.

આ પણ વાંચો – ત્રણ નવા નિયમોથી વધી જશે ટૂર્નામેન્ટનો રોમાંચ, 2019ના વિવાદિત નિયમને આઈસીસીએ ખતમ કર્યો

વર્લ્ડ કપ 2023માં ભારતની પ્રથમ મેચ ક્યારે?

ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે છે.

વન-ડે વર્લ્ડ કપ 2023નું ભારતમાં પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમિંગ?

ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચોનું જીવંત પ્રસારણ કરશે. જેમાં સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ ,સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ. આ સિવાય ડિઝની + હોટસ્ટાર વર્લ્ડ કપ 2023ની તમામ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ તેમની એપ્લિકેશન અને વેબસાઇટ પર કરશે.

ફાઇનલ અમદાવાદમાં રમાશે

આ ટૂર્નામેન્ટની ફાઇનલ પણ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે, જ્યારે પહેલી અને બીજી સેમિફાઇનલ અનુક્રમે 15 નવેમ્બરે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ અને 16 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાશે. સેમિ ફાઇનલ અને ફાઇનલ બંને માટે રિઝર્વ ડે પણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ