England vs New Zealand World Cup 2023 Score: ડેવોન કોનવે (152 અણનમ)અને રચિન રવિન્દ્રની (123 અણનમ)સદીની મદદથી ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ મેચમાં ઇંગ્લેન્ડ સામે 9 વિકેટે એકતરફથી વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 36.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ન્યૂઝીલેન્ડને 2 પોઇન્ટ મળ્યા છે.
ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ
-ડેવોન કોનવે અને રવિન્દ્રએ અણનમ 273 રનની ભાગીદારી નોંધાવી હતી.
-રચિન રવિન્દ્રના 96 બોલમાં 11 ફોર 5 સિક્સરની મદદથી અણનમ 123 રન.
-ડેવોન કોનવેના 121 બોલમાં 19 ફોર 3 સિક્સરની મદદથી અણનમ 153 રન.
-રચિન રવિન્દ્રએ 82 બોલમાં 9 ફોર 4 સિક્સર સાથે સદી ફટકારી
-ન્યૂઝીલેન્ડે 26.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-ડેવોન કોનવેએ 83 બોલમાં 13 ફોર 2 સિક્સર સાથે આ વર્લ્ડ કપની પ્રથમ સદી ફટકારી.
-ડેવોન કોનવેએ 36 બોલમાં 8 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ન્યૂઝીલેન્ડે 12.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રચિન રવિન્દ્રએ 36 બોલમાં 7 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ન્યૂઝીલેન્ડે 6.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-વિલ યંગ પ્રથમ બોલે જ સેમ કરનની ઓવરમાં કેચ આઉટ થયો.
ઇંગ્લેન્ડ ઇનિંગ્સ
-ન્યૂઝીલેન્ડ તરફથી હેનરીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
-ઇંગ્લેન્ડના 50 ઓવરમાં 9 વિકેટે 282 રન,
-સેમ કરન 14 રને હેનરીની ઓવરમાં કેચ આઉટ થયો.
-ક્રિસ વોક્સ 11 રને સેન્ટનરની ઓવરમાં આઉટ થયો.
-જો રુટ 86 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 77 રન બનાવી ફિલિપ્સની ઓવરમાં બોલ્ડ થયો.
-લિવિંગસ્ટોન 20 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો.
-ઇંગ્લેન્ડે 35 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-બટલર 42 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 43 રન બનાવી હેનરીની ઓવરમાં કેચ આઉટ થયો.
-જો રુટે 57 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-મોઇન અલી 11 રન બનાવી ફિલિપ્સની ઓવરમાં બોલ્ડ થયો.
-ઇંગ્લેન્ડે 17.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-હેરી બ્રુક 16 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 25 રન બનાવી રવિન્દ્રનો શિકાર બન્યો.
-બેરિસ્ટો 35 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 33 રન બનાવી સેન્ટનરનો શિકાર બન્યો.
-ઇંગ્લેન્ડે 10 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-ડેવિડ મલાન 24 બોલમાં 14 રન બનાવી હેનરીનો શિકાર બન્યો.
-બેરિસ્ટોએ બીજા બોલે સિક્સર ફટકારી ખાતું ખોલાવ્યું
-ઇજાના કારણે કેન વિલિયન્સન, બેન સ્ટોક્સ મેચમાંથી બહાર.
-ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લથામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
- વર્લ્ડ કપ 2023 : ભાજપે અમદાવાદમાં મહિલાઓને 40 હજાર મફત ટિકિટ આપી, પૈસા ક્યાંથી આવ્યા તે અંગે પ્રવક્તાએ જવાબ ના આપ્યો
World Cup 2023 : થોડા દિવસ પહેલા ભાજપના વોર્ડ સભ્યોએ પોતાના કાર્યકર્તાઓ પાસે તે મહિલાઓના નામ માંગ્યા હતા જે વર્લ્ડ કપની મેચ જોવા માંગે છે. ત્યારબાદ આ નામ અને તેમના નંબર લોકલ નેતાને આપવામાં આવ્યા હતા (વધુ વાંચો)
બન્ને ટીમો આ પ્રમાણે છે
ન્યૂઝીલેન્ડ: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, જેમ્સ નિશમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ.
ઈંગ્લેન્ડ: જોની બેરિસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કરન, ક્રિસ વોક્સ, આદિલ રાશિદ, માર્ક વુડ.