વર્લ્ડ કપ 2023 : રોહિત શર્માએ વર્લ્ડ કપ ફાઇનલમાં ઉતરતા જ સૌરવ ગાંગુલીનો આ રેકોર્ડ તોડ્યો

World Cup 2023 Final : વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ઉતરતા જ ભારતના કેપ્ટન રોહિત શર્માએ એક રેકોર્ડ બનાવ્યો

Written by Ashish Goyal
Updated : November 19, 2023 15:36 IST
વર્લ્ડ કપ 2023 : રોહિત શર્માએ વર્લ્ડ કપ ફાઇનલમાં ઉતરતા જ સૌરવ ગાંગુલીનો આ રેકોર્ડ તોડ્યો
રોહિત શર્મા (BCCI)

Ind vs Aus World Cup 2023 Final: વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય કેપ્ટન રોહિત શર્મા જેવો જ મેદાન પર ઉતર્યો કે તરત જ તે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત તરફથી કેપ્ટનશિપ કરનાર સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બની ગયો છે. આ સાથે જ રોહિત શર્માએ સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર કર્યો ન હતો અગાઉની વિજેતા ટીમ સાથે મેદાન પર ઉતરી હતી.

રોહિત શર્મા હવે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની કેપ્ટનશિપ કરનારા સૌથી મોટી ઉંમરના કેપ્ટનની યાદીમાં પ્રથમ ક્રમે આવી ગયો છે. રોહિત શર્મા આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ભારતની કેપ્ટન્સી સંભાળનારો સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બની ગયો છે અને તેણે સૌરવ ગાંગુલીને પાછળ રાખી દીધો છે.

આ પણ વાંચો – વર્લ્ડ કપ પર પૂર્વ અંગ્રેજ ક્રિકેટરનો દાવો – ક્રિકેટમાં ભારતના પાવરને કેટલાક લોકો પચાવી શકતા નથી

સૌરવ ગાંગુલીએ 2003માં 30 વર્ષ 258 દિવસની ઉંમરે ફાઇનલ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી હતી. પરંતુ રોહિત શર્માએ 36 વર્ષ 203 દિવસની ઉંમરે ફાઇનલમાં કેપ્ટનશિપ કરીને ગાંગુલીને પાછળ રાખી દીધો છે. એમએસ ધોની ભારત તરફથી વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં કેપ્ટનશિપ કરનારા સૌથી મોટી ઉંમરના ખેલાડીઓની યાદીમાં ત્રીજા નંબર પર છે. તેણે 2011ની ફાઇનલમાં જ્યારે ટીમની કેપ્ટનશિપ કરી હતી ત્યારે 29 વર્ષ અને 269 દિવસનો હતો.

વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય કેપ્ટન અને તેમની ઉંમર

કપિલ દેવ – 24 વર્ષ 170 દિવસ (1983)સૌરવ ગાંગુલી – 30 વર્ષ 258 દિવસ (2003)એમએસ ધોની – 29 વર્ષ 269 દિવસ (2011)રોહિત શર્મા – 36 વર્ષ 203 દિવસ (2023)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ