indian cricket team arrives in ahmedabad : વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભાગ લેવા માટે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ આવી પહોંચી છે. અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ ટીમ ઇન્ડિયાનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટરો ITC નર્મદા હોટલ રવાના રોકાય છે. અમદાવાદમાં આ મેચને લઇને ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટલ બહાર મોટી સંખ્યામાં પ્રશંસકો ઉમટી પડ્યા હતા.
ટીમ ઈન્ડીયાના ખેલાડીઓને વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હોટેલ ITC નર્મદામાં રોકાયા છે. ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ સેશન માટે જશે. 19 નવેમ્બરે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે.
ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું
વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની સદી બાદ મોહમ્મદ શમીના તરખાટની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 70 રને વિજય મેળવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારત ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા 1983, 2003, 2011માં ફાઇનલમાં પહોંચ્યું હતું.
આ પણ વાંચો – ભારતે ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો, રોહિત શર્માએ 4 વર્ષ પછી બદલો લીધો
ફાઇનલને યાદગાર બનાવવા માટે યોજાશે એર શો
ઈન્ડિયા ટૂડેના રિપોર્ટ મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલ થવા જઈ રહી છે. આ દિવસને યાદગાર બનાવવા માટે મેચ પહેલા એર શોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ક્લોઝિંગ સેરેમની પણ યોજાશે. રિપોર્ટ અનુસાર મેચના દિવસે એર શો પહેલા સ્ટેડિયમની આસપાસ ગુરુવારે એક રિહર્સલ કરવામાં આવ્યું હતું. ગુરુવારે સ્ટેડિયમની આસપાસ જેટ ઉડતા જોવા મળ્યા હતા. વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા એર શો માટે પણ પરવાનગી માંગવામાં આવી છે.





