World Cup 2023 : અમદાવાદમાં વર્લ્ડ કપ ફિવર, ભારત પાકિસ્તાન મેચના દિવસે હોટલ રૂમનું ભાડું 50 હજાર

ICC Cricket World Cup 2023 : ICC ક્રિકેટ વર્લ્ડ કપનું સિડ્યુલ (world cup 2023 schedule) સામે આવતાની સાથે જ અમદાવાદ (Ahmedabad) ની ફાઈવ સ્ટાર, થ્રી સ્ટાર, ફોર સ્ટાર હોટલો (Hotels) માં રૂમોનું બુકિંગ ચાલુ થઈ ગયું. કેટલીએ હોટલોમાં મેચની તારીખોના સમયગાળામાં 5,60,70, 80 ટકા રૂમોનું બુકિંગ થઈ ગયું છે, હોટલોના ભાડામાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

ICC Cricket World Cup 2023 : ICC ક્રિકેટ વર્લ્ડ કપનું સિડ્યુલ (world cup 2023 schedule) સામે આવતાની સાથે જ અમદાવાદ (Ahmedabad) ની ફાઈવ સ્ટાર, થ્રી સ્ટાર, ફોર સ્ટાર હોટલો (Hotels) માં રૂમોનું બુકિંગ ચાલુ થઈ ગયું. કેટલીએ હોટલોમાં મેચની તારીખોના સમયગાળામાં 5,60,70, 80 ટકા રૂમોનું બુકિંગ થઈ ગયું છે, હોટલોના ભાડામાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
ICC Cricket World Cup 2023

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023

World Cup 2023 : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટેનું સિડ્યુલ સામે આવી ગયું છે. વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ લગભગ 100 દિવસ બાકી છે, પરંતુ અમદાવાદની હોટલો પ્રથમ બોલ ફેંકાય તે પહેલા જ સિક્સરો મારી રહી છે. અમદાવાદની મોટાભાગની ફાઈવ સ્ટાર, ફોર સ્ટાર, થ્રી સ્ટાર હોટલોના ભાડા જબરદસ્ત વધી રહ્યા છે.

Advertisment

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ઈન્ડસ્ટ્રીના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, સાડા ત્રણ મહિના અગાઉથી બુક કરાવવામાં આવે ત્યારે પણ શહેરની એક ફાઈવ સ્ટાર હોટલમાં બેઝ ક્લાસ રૂમની કિંમત અમુક કેસમાં 50,000 રૂપિયા પ્રતિ રાત્રિ થઈ ગઈ છે. અન્ય સમયગાળામાં આવા રૂમની કિંમત માત્ર રૂ. 6,500-10,500 છે.

મોટાભાગની ફાઇવ સ્ટાર હોટલમાં મેચના દિવસે 60-90% ઓક્યુપન્સી હોય છે. અમદાવાદમાં હયાત રીજન્સીના જનરલ મેનેજર પુનિત બૈજલે જણાવ્યું હતું કે, “મૅચના દિવસ માટે લગભગ 80% (રૂમ) બુક કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેના ઉદઘાટન સમારોહ અને પ્રથમ મેચ માટે ટ્રાવેલ એજન્સીઓ દ્વારા બુકિંગ થઈ ચૂક્યું છે.

જો આપણે ભારત પાકિસ્તાન અને ફાઈનલ મેચની વાત કરીએ તો, અત્યારથી જ હોટલોમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. બુકિંગ ડોટ કોમ વેબસાઈટ અનુસાર જે દિવસે ભારત પાકિસ્તાનની મેચ (15 ઓક્ટોબર 2023) છે ત્યારે પણ હોટલોમાં એક દિવસના ભાડાની કિંમતમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. તો 19 નવેમ્બર 2023 જ્યારે ફાઈનલ મેચ છે, તે માટે પણ બુકિંગ ચાલુ થઈ ગયું છે. તો જોઈએ આ મહત્ત્વની મેચની તારીખમાં અત્યારથી બુકિંગ કરાવો તો પણ ફાઈવ સ્ટાર, થ્રી સ્ટાર, હોટલોમાં કેટલા ભાડા બતાવી રહ્યા છે.

Advertisment

બુકિંગ ડોટ કોમ વેબસાઈટ અનુસાર 15 ઓક્ટોબર અને 19 નવેમ્બર હોટલના ભાડા

15 ઓક્ટોબર 2023

Welcomhotel by ITC Hotels, Ashram Road, Ahmedabad - 71,999 રૂપિયા
Pride Plaza Hotel, Ahmedabad - 53,953
Regenta Central Antarim Ahmedabad - 49,572
Hotel El Dorado - 26,500
Lemon Tree Hotel, Ahmedabad - 22,749

19 નવેમ્બર 2023

Wyndham Ahmedabad Shela - 56,500 રૂપિયા
Pride Plaza Hotel, Ahmedabad - 40,453 રૂપિયા
Hotel El Dorado - 26,600 રૂપિયા
WelcomHeritage Mani Mansion - 29,220 રૂપિયા
Ramada Ahmedabad - 28,000 રૂપિયા
Regenta Central Antarim Ahmedabad - 41,472 રૂપિયા

ઉલ્લેખનીય છે કે, આઈસીસી વન-ડે વર્લ્ડ કપ-2023નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. કિકેટ વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2019ની વર્લ્ડકપ વિજેતા ટીમ ઇંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. 46 દિવસ સુધી આ ટૂર્નામેન્ટ ચાલશે. વર્લ્ડ કપની મેચો 10 સ્થળો પર રમાશે. તો જોઈએ ભારત વર્લ્ડ કપની મેચ ક્યાં રમશે અને કોની સામે રમશે.

વન ડે વર્લ્ડ કપમાં ભારતની મેચો

8 ઓક્ટોબર, ભારત વિ. ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ
11 ઓક્ટોબર, ભારત વિ. અફઘાનિસ્તાન, દિલ્હી
15 ઓક્ટોબર, ભારત વિ. પાકિસ્તાન, અમદાવાદ
19 ઓક્ટોબર, ભારત વિ. બાંગ્લાદેશ, પૂણે
22 ઓક્ટોબર, ભારત વિ. ન્યૂઝીલેન્ડ, ધર્મશાળા
29 ઓક્ટોબર, ભારત વિ. ઇંગ્લેન્ડ, લખનઉ
2 નવેમ્બર, ભારત વિ. ક્લોલિફાયર- 2, મુંબઈ
5 નવેમ્બર, ભારત વિ. સાઉથ આફ્રિકા, કોલકાત્તા
11 નવેમ્બર, ભારત વિ. ક્વોલિફાયર – 1, બેંગ્લુરુ

આ પણ વાંચો - World Cup 2023 Schedule | વનડે વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, 46 દિવસ સુધી ચાલશે ટૂર્નામેન્ટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 મેચો રમાશે

5 ઓક્ટોબર – ઇંગ્લેન્ડ વિ. ન્યૂઝીલેન્ડ
15 ઓક્ટોબર – ભારત વિ. પાકિસ્તાન
4 નવેમ્બર – ઇંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા
10 નવેમ્બર – દક્ષિણ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન
19 નવેમ્બર – ફાઇનલ

World Cup 2023 ગુજરાતી ન્યૂઝ પાકિસ્તાન india ક્રિકેટ વર્લ્ડકપ