હરભજન સિંહનું છલકાયું દર્દ, કહ્યું - ડીઆરએસ હોત તો 2003માં ભારત જીત્યું હોત વર્લ્ડ કપ, ફાઇનલમાં આવી થઇ હતી ભૂલો

World Cup : વર્લ્ડ કપ 2003ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 359 રન બનાવ્યા હતા. કેપ્ટન રિકી પોન્ટિંગે 140 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 234 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું

World Cup : વર્લ્ડ કપ 2003ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 359 રન બનાવ્યા હતા. કેપ્ટન રિકી પોન્ટિંગે 140 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 234 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
harbhajan singh | world cup 2023

પૂર્વ સ્પિનર હરભજન સિંહ (Flie Photo)

World Cup 2023 : શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહે 2003ના વર્લ્ડકપ ફાઇનલની કહાની જણાવી હતી. શ્રીલંકાની ઈનિંગ્સ દરમિયાન હરભજન સિંહ અમોલ મજુમદારની સાથે સ્ટાર સ્પોર્ટસ હિન્દી પર કોમેન્ટ્રી કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે 20 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં ભારતના પરાજય વિશે જણાવ્યું હતું. આ સમય દરમિયાન ભજ્જીનું દર્દ છલકાઇ ગયું હતું. ભજ્જીએ તે મેચમાં ઓસ્ટ્રેલિયાની બંને વિકેટ લીધી હતી પરંતુ તેણે માત્ર 8 ઓવર જ કરી હતી. તેણે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે રિકી પોન્ટિંગ આવ્યો ત્યારે તેને બોલિંગમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.

Advertisment

રિકી પોન્ટિંગે તે મેચમાં 140 રન બનાવ્યા હતા પરંતુ તેને 40 રન પર અમ્પાયર પાસેથી જીવનદાન મળ્યું હતું. તેને દિનેશ મોંગિયાના બોલ પર એલબી આઉટ આપવામાં આવ્યો ન હતો. હરભજને કહ્યું હતું કે જો ડીઆરએસ હોત તો કહાની અલગ હોત. ભજ્જીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથ અને ઝહીર ખાન શરૂઆતમાં પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા.

હરભજન સિંહે શ્રીનાથ અને ટોસ વિશે શું કહ્યું?

ઓસ્ટ્રેલિયા ખૂબ જ સારું રમ્યું હતું. તેણે 359 રન બનાવ્યા હતા અને માત્ર 2 વિકેટ પડી હતી. ભારતે 234 રનનો સ્કોર બનાવ્યો હતો. વીરુની ઇનિંગ્સ ખૂબ જ મજબૂત હતી. આ એક જબરદસ્ત ઇનિંગ્સ હતી, વીરુએ એકલા હાથે લડત આપી હતી પરંતુ રન ઘણા બધા હતા. આ મેચમાં મને યાદ છે કે ઉત્સાહ વધુ પડતો હતો હોશ ઓછો હતો. શરૂઆત સારી નહોતી. ઝહીર ખાન શરૂઆતમાં થોડો ઉત્સાહિત હતો. શ્રીનાથે આખી ટૂર્નામેન્ટમાં બોલને આગળ ફેંક્યો હતો. તે ડ્રાઇવ કરાવતો હતો, પરંતુ તેણે આ મેચમાં ખૂબ જ નાના બોલ ફેક્યા હતા. લોકોએ કહ્યું કે ટોસ જીત્યા પછી તમે બેટિંગ કેમ ન કરી? મારા માટે બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય હતો. વિકેટ ખૂબ જ ડમ્પ થઈ ગઈ હતી. જો બોલને આગળ ફેંકવામાં આવ્યો હોત તો મને લાગે છે કે આપણા સીમરો વિકેટો લઈ શક્યા હોત.

આ પણ વાંચો - ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચમાં બીજી વખત બોલર બન્યો પ્લેયર ઓફ ધ મેચ, 24 વર્ષ પહેલા આ બોલર બન્યો હતો હીરો

Advertisment

ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવી હતી. બન્ને વિકેટ હરભજન સિંહે લીધી હતી. હરભજન સિંહે કહ્યું કે હા તે બે વિકેટ યુવા હરભજન સિંહની છે. એડમ ગિલક્રિસ્ટ મોટો શોટ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. વીરુએ સારો કેચ પકડ્યો હતો. મેથ્યૂ હેડનની વિકેટ અંગે હરભજને કહ્યું કે આ બોલ કેટલો સ્પિન હતો. પીચ પર ભેજ હતો. આ બંને વિકેટ સતત આવી હતી. તમે જોઈ શકો છો કે બોલ કેટલો સ્પિન થયો છે. બોલ ધીમો પડી રહ્યો હતો. પ્રયાસ વધુ સ્પિન મેળવવાનો હતો, કારણ કે બંને ડાબોડી હતા.

હરભજન સિંહને બે ઓવર બાકી હોવાનો અફસોસ

હરભજન સિંહે આગળ કહ્યું કે ઓસ્ટ્રેલિયા માટે શરૂઆત ઘણી સારી રહી. રાહુલ દ્રવિડે પાછળ સારો કેચ પકડ્યો હતો. આ પછી મને બોલિંગમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. દાદાએ કહ્યું કે તે પછી કરાવશે. બે આઉટ થઇ ગયા છે હવે ચાલો કોઈ બીજાને કરાવીએ. તે મેચમાં એક બાબત જે મને હજી પણ અસ્વસ્થ કરે છે તે એ છે કે મારી પાસે બે ઓવર બાકી હતી. મારો પ્રથમ સ્પેલ હતો, જેમાં મેં બે વિકેટ ઝડપી હતી. મારે તે બે ઓવર એક જ સમયે ફેંકવાની હતી. મારી સામે રિકી પોન્ટિંગનો રેકોર્ડ એટલો સારો નથી. રિકી પોન્ટિંગને આઉટ કરી શક્યો હોત તો આ જ શ્રેષ્ઠ તક હોત.

રિકી પોન્ટિંગને અમ્પાયરે જીવતદાન આપ્યું હતું

રિકી પોન્ટિંગ 40 રને રમી રહ્યો હતો ત્યારે તેને દિનેશ મોંગિયાના બોલ પર એલબીડબલ્યુ આપવામાં આવ્યો ન હતો. હરભજન સિંહે કહ્યું કે દિનેશ મોંગિયાનો બોલ એકદમ વચ્ચે લાગ્યો હતો. મને નથી લાગતું કે તે સ્ટમ્પ્સની ઉપરથી નીકળતી હતી. બોલ મિડલ સ્ટમ્પને લાગ્યો હોત. જો આ નિર્ણય ત્યારે ભારતની તરફેણમાં ગયો હોત. જો તે વખતે ડીઆરએસ હોત તો કદાચ આપણા માટે પરિસ્થિતિ બદલાઈ ગઈ હોત. તે પછી પોન્ટિંગે શાનદાર બેટિંગ કરી હતી.તે દરેક ઓવરમાં છગ્ગો ફટકારી રહ્યો હતો. રિકી પોન્ટિંગની આ જબરદસ્ત ઇનિંગ્સ હતી. એક એવી ઇનિંગ્સ કે જેણે રમતને છીનવી લીધી હતી.

World Cup 2023 ક્રિકેટ સ્પોર્ટ્સ વર્લ્ડકપ