…તો વર્લ્ડ કપ 2023ની સેમિ ફાઇનલમાં ભારત વિ. પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે, જાણો કેવી રીતે

World Cup 2023 : જો બધુ બરાબર રહેશે તો પ્રશંસકોને ફરી એક વખત ભારત અને પાકિસ્તાનનો મુકાબલો જોવા મળી શકે છે

Written by Ashish Goyal
November 09, 2023 16:46 IST
…તો વર્લ્ડ કપ 2023ની સેમિ ફાઇનલમાં ભારત વિ. પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે, જાણો કેવી રીતે
બાબર આઝમ અને ફખર ઝમાન. (PCB)

World Cup 2023 : ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં 7 નવેમ્બર મંગળવારે અફઘાનિસ્તાનને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. ઓસ્ટ્રેલિયા સિવાય ભારત અને સાઉથ આફ્રિકા પણ સેમિ ફાઈનલમાં પહોંચી ગયા છે. જો બધુ બરાબર રહેશે તો પ્રશંસકોને ફરી એક વખત ભારત અને પાકિસ્તાનનો મુકાબલો જોવા મળી શકે છે. પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનમાંથી કોઇ એક ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે સેમિ ફાઈનલ મેચ થવાની સંભાવના છે. દિવાળીના એક દિવસ પહેલા 11 નવેમ્બરે નક્કી થશે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિ ફાઈનલ યોજાય તો આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. 2011ના વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સેમિ ફાઈનલ મેચ મોહાલીમાં રમાઇ હતી. આ મેચમાં ભારતનો વિજય થયો હતો.

પાકિસ્તાનની ટીમ ઈડન ગાર્ડન્સ ખાતે ઈંગ્લેન્ડ સામે આખરી લીગ મેચ રમશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2023 માટે ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ આ મેચ તેના માટે મહત્વપૂર્ણ છે. ભારતે આ મેદાન પર દક્ષિણ આફ્રિકાને ખરાબ રીતે હરાવ્યું હતું. વિરાટ કોહલીએ ઐતિહાસિક 49મી સદી ફટકારી હતી.

આ પણ વાંચો – મેથ્યુસ ટાઇમ આઉટ થયો, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ વખત બની ઘટના, જાણો શું છે

કેવી રીતે પાકિસ્તાન સેમિ ફાઈનલમાં પહોંચી શકે છે?

પાકિસ્તાન માટે સારી વાત એ છે કે જ્યારે તે કોલકાતામાં ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે તો તેમને ખબર પડશે કે તેમને નેટ રનરેટ સારી કરવા માટે કેટલી મોટી જીત મેળવવાની છે. આજે (9 નવેમ્બર, ગુરુવારે) ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ રહી છે. જો મેચમાં ન્યૂઝીલેન્ડનો પરાજય થાય અને 11 નવેમ્બરે રમાનાર ઇંગ્લેન્ડ સામેની મેચમાં પાકિસ્તાન જીત મેળવે તો તે સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. જોકે ન્યૂઝીલેન્ડ જીત મેળવે તો પાકિસ્તાને ઇંગ્લેન્ડ સામે મોટા રનરેટથી જીત મેળવવી પડશે તો જ સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. આ સિવાય અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે મેચ હારે તે પણ જરૂરી છે. ત્રણેયમાં ન્યૂઝીલેન્ડ ટીમનો નેટ રનરેટ સૌથી સારો છે.

પાકિસ્તાન માટે આદર્શ પરિસ્થિતિ એ રહેશે કે ન્યૂઝીલેન્ડને બે પોઇન્ટ ન મળે અને અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે હારી જાય. તેવી સ્થિતિમાં પાકિસ્તાને ક્વોલિફાય થવા માટે માત્ર ઈંગ્લેન્ડ સામે જીત જ મેળવવી પડશે. તો રનરેટની ગણતરી રહેશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ