ICC World Cup 2023 ODI Team India Squad: વન ડે વર્લ્ડ કપ 2023 માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ભારતમાં રમાનાર વર્લ્ડ કપ આગામી 5 ઓક્ટોબરથી શરુ થશે. જે માટે ટીમ ઇન્ડિયાનું આજે એલાન કર્યું છે.. આ મેગા ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ માટે ખેલાડીઓની પસંદગી કરી લીધી છે. ટીમ ઇન્ડિયા હાલમાં એશિયા કપ માટે શ્રીલંકામાં છે અને ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની જાહેરાત કરી હતી. એશિયા કપ માટે 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવ્યા છે. વન ડે વર્લ્ડ કપ 2023 માટે એશિયા કપ માટે પસંદ કરાયેલા ખેલાડીઓમાંથી જ મોટે ભાગે ખેલાડીઓની પસંદગી થઇ શકે એમ છે. ટીમ ઇન્ડિયા માટે ચોંકાવનારા ખેલાડીઓના નામ સામે આવે એવી સંભાવના ઓછી છે. કે એલ રાહુલની ફિટનેસ સામે સવાલ છે.
વર્લ્ડ કપ 2023 – ભારત ક્રિકેટ ટીમ
રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, જસપ્રીસ બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
સંજૂ સેમસનને કેમ ન મળ્યો મોકો
સંજૂ સેમસન પોતાની તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે એટલે કે તેમની ઇનિંગ્સ ઉપર સાથીઓની જોરદાર ઇનિંગ્સ ભારે પડી હતી. પસંદગીકર્તાઓની નજરમાં તેણે પુરતા રન બનાવ્યા નથી. તે કેએલ રાહુલને બહાર કરવા માટે વિકેટકીપરના રૂપમાં પર્યાપ્ત કુશળ નથી.

કે એલ રાહુલ શું કહે છે?
વર્લ્ડ કપ 2023 ટીમ ઇન્ડિયા માટે કે એલ રાહુલની પસંદગીને લઇને અટકળો ચાલી રહી છે. કેએલ રાહુલે ઇન્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરી નેશનલ ક્રિકેટ એકેડેમીના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. કેએલ રાહુલની ફિટનેસને લઇને સવાલ ઉભા થયા છે. જોકે એ ફિટ હોવાનું કહેવાઇ રહ્યું છે.
તિલક વર્મા પસંદગી માટે પ્રબળ દાવેદાર
ટીમ ઇન્ડિયા માટે તિલક વર્માની પસંદગી થાય એવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે. જો કેએલ રાહુલની પસંદગી ન થાય તો રાહુલના સ્થાને તિલક વર્માને તક મળી શકે એમ છે. રાહુલ કે તિલક વર્મા કોની પસંદગી થાય છે એને લઇને પસંદગીકારોમાં પણ અવઢવ જેવી સ્થિતિ હોવાનું જાણવા મળી રહ્યું છે.





