IND vs NZ Semifinal : ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે બુધવારે 15 નવેમ્બર 2023ના રોજ ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ સેમિ-ફાઇનલ મેચ પહેલા ટીમના (Vibe & Energy) વાઇબ એન્ડ એનર્જી પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ મેચનું મહત્વ એટલા માટે પણ વધી ગયું છે કારણ કે તેનાથી ભારતને 4 વર્ષ પહેલા સેમિ ફાઈનલમાં કિવી ટીમ સામે હારનો બદલો લેવાની તક આપે છે.
રવિવારે બેંગલુરુમાં નેધરલેન્ડ્સ સામે ભારતની 160 રનની જીત બાદ રાહુલ દ્રવિડે સ્ટાર સ્પોર્ટ્સને સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એ સ્વીકારવામાં કોઈ ખચકાટ નથી કે ભારતની સેમિ-ફાઇનલ મેચ એક અન્ય મેચ નહીં પરંતુ ઘણી દબાણવાળી હશે.
અમારી પ્રક્રિયામાં કોઈ ફેરફાર થવાનો નથી: રાહુલ દ્રવિડ
દ્રવિડે સેમિ ફાઈનલના મહત્વને સ્વીકારતા કહ્યું કે મને લાગે છે કે જો આપણે એમ કહીએ કે આ માત્ર એક અન્ય મેચ છે તો અમે અપ્રામાણિક ગણાશું. આ એક સેમિ ફાઈનલ છે પણ મને લાગે છે કે અમારી પ્રક્રિયા અને અમે દરેક મેચમાં જે કર્યું છે, તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. રાહુલ દ્રવિડના મતે ક્રિકેટ એક એવી રમત છે જેમાં નવ મેચમાં સારું પ્રદર્શન કર્યા બાદ પણ આગામી મેચમાં જીતની કોઈ ગેરંટી હોતી નથી.
આટલી મહત્વની મેચ સાથે જોડાયેલા દબાણ અંગે વાત કરતાં રાહુલ દ્રવિડે ટીમની રિજિલીઅંસ (વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો અને તેમાંથી બહાર આવવાની ક્ષમતા) પર પ્રકાશ પાડ્યો હતો. રાહુલ દ્રવિડે કહ્યું કે એક નિશ્ચિત માત્રામાં દબાણ હશે પરંતુ મને લાગે છે કે અમે અત્યાર સુધી જે રીતે દબાણનો સામનો કર્યો છે તે અમને ઘણો ભરોસો અને આત્મવિશ્વાસ મળે છે.
આ પણ વાંચો – અમદાવાદમાં અફઘાનિસ્તાનના ખેલાડીની દરિયાદિલી, ફૂટપાથ પર રહેતા લોકોને 500-500 રૂપિયા આપ્યા
ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છેઃ રાહુલ દ્રવિડ
ન્યૂઝીલેન્ડ સામેની 2019ની સેમિ ફાઈનલની હારને યાદ કરતાં ટીમ ઈન્ડિયાના હેડ કોચે ભૂતકાળના અનુભવોમાંથી શીખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાહુલ દ્રવિડે ક્રિકેટને અનિશ્ચિતતાઓની રમત હોવાનો ઇશારો કરતા કહ્યું હતું કે જ્યારે આ સારું ચાલી રહ્યું હોય ત્યારે તે સારું લાગે છે. એક પરાજય અને દરેક જણ કહે છે કે તમે કશું ખબર નથી.
દ્રવિડે શ્રેયસ, રાહુલ અને જાડેજાના કર્યા વખાણ
રાહુલ દ્રવિડે ટીમની બેટિંગ ક્ષમતાની પ્રશંસા કરી હતી. ખાસ કરીને મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, જ્યારે રોહિત શર્મા ચોથા નંબર પર છે.
રાહુલ દ્રવિડે ટીમના સામૂહિક અનુભવમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોચે ફોર્મ જાળવી રાખવા અને હાલની સફળતાઓમાંથી શીખ લેવાના મહત્વ પર ભાર મુક્યો હતો. રાહુલ દ્રવિડે કહ્યું કે તેઓ જે રીતે બેટિંગ કરી રહ્યા છે, પછી ભલે તે શ્રેયસ, કેએલ અને જડ્ડુ (રવિન્દ્ર જાડેજા) હોય કે સૂર્યા (સૂર્યકુમાર યાદવ) પણ અમને વિશ્વાસ અપાવે છે કે અમારી પાસે તે અનુભવ છે. ‘
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે 9 માંથી 9 મેચમાં વિજય મેળવ્યો છે. આવી સ્થિતિમાં 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી રોમાંચક મેચ માટે મંચ સંપૂર્ણપણે તૈયાર છે.





