Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Umesh-Makwana.jpg)
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા.
world cup 2023, IND vs PAK cricket match, live updates : અમદાવાદમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુપ્રતીક્ષિત ક્રિકેટ વર્લ્ડ કપની ટક્કર યોજાવાની છે, પરંતુ આમ આદમી પાર્ટી (AAP) બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મેચ રદ કરવા પત્ર લખ્યો છે.
Advertisment
તેની પાછળનું કારણ એ છે કે પાકિસ્તાન આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ 1999ના કારગિલ યુદ્ધ, જેમાં 527 ભારતીય સૈનિકો શહીદ થયા હતા અને 2019ના પુલવામા હુમલાને ટાંકીને દલીલ કરી હતી કે ક્રિકેટ મેચ રદ કરવાથી મૃત સૈનિકોના પરિવારજનોને ન્યાય મળશે.
એક વીડિયો સંદેશમાં મકવાણાએ એવી પણ ધમકી આપી હતી કે, જો જરૂર પડશે તો તેઓ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પીચ ખોદવામાં અચકાશે નહીં, જ્યાં મેચ રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us