વર્લ્ડ કપ 2023 : વિરાટ કોહલીની વધુ એક સિદ્ધિ, સચિન તેંડુલકરનો આ ખાસ રેકોર્ડ તોડ્યો

Virat Kohli Record : વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સામે વિરાટ કોહલીએ 94 બોલમાં 11 ફોર સાથે 88 રન બનાવી કેટલાક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યા

Virat Kohli Record : વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સામે વિરાટ કોહલીએ 94 બોલમાં 11 ફોર સાથે 88 રન બનાવી કેટલાક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Virat Kohli | Virat Kohli record | World Cup 2023

વિરાટ કોહલી (BCCI)

World Cup 2023, IND vs SL : વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સામે વિરાટ કોહલી રંગમાં દેખાયો હતો અને પોતાની 88 રનની ઈનિંગ્સ દરમિયાન તેણે કેટલાક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. વિરાટ કોહલી હવે એશિયાની ધરતી પર વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 8000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેની સાથે જ તે એક કેલેન્ડર વર્ષમાં 1000 કે તેથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પ્રથમ ક્રમે આવી ગયો છે. તેણે સચિન તેંડુલકરને પાછળ રાખી દીધો છે.

Advertisment

વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

શ્રીલંકા સામે વનડે વર્લ્ડ કપ 2023ની લીગ મેચ દરમિયાન વિરાટ કોહલીએ વર્ષ 2023માં પોતાના 1000 રન પૂરા કર્યા હતા અને હવે તે વનડે ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં 1000 કે તેથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં પહેલા નંબરે આવી ગયો છે. વિરાટ કોહલીએ 8મી વખત એક કેલેન્ડર વર્ષમાં 1000 કે તેથી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. સચિને 7 વખત આવી સિદ્ધિ મેળવી હતી.

એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત 1000+ વન-ડે રન બનાવનારા પ્લેયર્સ

8 – વિરાટ કોહલી
7 – સચિન તેંડુલકર
6 - કુમાર સંગાકારા
6 – રિકી પોન્ટિંગ
6 - સૌરવ ગાંગુલી
5 – રોહિત શર્મા
4 – તિલકરત્ને દિલશાન
4 – સનથ જયસૂર્યા

આ પણ વાંચો - ક્વિન્ટન ડી કોકે વર્લ્ડ કપમાં ચોથી સદી ફટકારી, રોહિત શર્મા અને સચિન તેંડુલકરનો રેકોર્ડ ખતરામાં

Advertisment

કોહલીના વન-ડેમાં 1000 કે તેથી વધુ રન

2011માં 1381 રન
2012માં 1026 રન
2013માં 1268 રન
2014માં 1054 રન
2017માં 1460 રન
2018માં 1202 રન
2019માં 1377 રન
2023માં 1000 રન

કોહલીએ વન-ડેમાં એશિયામાં 8000 રન પૂરા કર્યા

શ્રીલંકા સામેની ઈનિંગ્સ દરમિયાન વિરાટ કોહલીએ એશિયામાં વન-ડે ફોર્મેટમાં 8000 રન પુરા કર્યા હતા અને આમ કરનારો તે ચોથો બેટ્સમેન બન્યો હતો. અગાઉ સચિન તેંડુલકર, સનથ જયસૂર્યા અને કુમાર સંગાકારા આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. એશિયામાં વન ડેમાં સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સચિન તેંડુલકર 12067 રન સાથે નંબર વન પર છે.

એશિયાના સૌથી ઝડપી 8000 વન-ડે રન બનાવનાર ખેલાડીઓ

159 ઇનિંગ્સ - વિરાટ કોહલી
188 ઇનિંગ્સ - સચિન તેંડુલકર
213 ઇનિંગ્સ - કુમાર સંગાકારા
254 ઇનિંગ્સ - સનથ જયસૂર્યા

એશિયામાં સૌથી વધુ વન-ડે રન

12067 રન - સચિન તેંડુલકર
8448 રન - સનથ જયસૂર્યા
8249 રન - કુમાર સંગાકારા
8000 રન - વિરાટ કોહલી

ભારત ક્રિકેટ ટીમ શ્રીલંકા ક્રિકેટ ટીમ World Cup 2023 Virat Kohli સ્પોર્ટ્સ વર્લ્ડકપ