વર્લ્ડ કપ 2023 : જય શાહની જાહેરાત, અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાશે, સ્થળ નહીં

World Cup 2023 : BCCI સેક્રેટરી જય શાહે એવી પણ જાહેરાત કરી કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 100 ટકા ફિટ છે અને આયર્લેન્ડનો પ્રવાસ કરી શકે છે

Written by Ashish Goyal
Updated : July 27, 2023 21:25 IST
વર્લ્ડ કપ 2023 : જય શાહની જાહેરાત, અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાશે, સ્થળ નહીં
જય શાહે એમ પણ કહ્યું હતું કે ICCના ત્રણ સભ્ય બોર્ડે કેટલીક મેચોની તારીખોમાં ફેરફારની વિનંતી કરવા માટે BCCIનો સંપર્ક કર્યો હતો (FILE)

World Cup 2023 India- Pakistan game in Ahmedabad : બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ગુરુવારે જાહેરાત કરી હતી કે આગામી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન મેચની તારીખ બદલાશે પરંતુ સ્થળ હજુ પણ અમદાવાદ જ રહેશે. ઇન્ડિયન એક્સપ્રેસે બુધવારે અહેવાલ આપ્યો હતો કે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપની મેચની તારીખ બદલાઇ શકે છે કારણ કે તે મેચ અને નવરાત્રીનો પહેલા દિવસ એક સાથે હતો.

જય શાહે એમ પણ કહ્યું હતું કે ICCના ત્રણ સભ્ય બોર્ડે કેટલીક મેચોની તારીખોમાં ફેરફારની વિનંતી કરવા માટે BCCIનો સંપર્ક કર્યો હતો. તેમણે બોર્ડના નામ આપ્યા ન હતા અને તે હજુ સ્પષ્ટ નથી કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમાંથી એક છે કે કેમ.

સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. મેચ અને નવરાત્રી એક જ દિવસે હોવાથી સુરક્ષા એજન્સીઓએ બીસીસીઆઇને પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવાની સલાહ આપી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

ગયા મહિનાના અંતમાં જ્યારે આઇસીસીએ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી ત્યારે લગભગ એક લાખથી વધારે ક્ષમતાવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ચાર માર્કી મેચો મળી હતી. જેમાં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા અને ફાઇનલ મુકાબલો. આ ઇવેન્ટ 10 શહેરોમાં યોજાશે, જેમાં સેમિફાઇનલ મુંબઇ અને કોલકાતામાં યોજાશે.

બુમરાહ આયર્લેન્ડ જઈ શકે છે

જય શાહે એ પણ જાહેરાત કરી હતી કે BCCI હરમનપ્રીત કૌરના પ્રતિબંધ સામે અપીલ કરશે નહીં. જે બાંગ્લાદેશ સામેની તાજેતરની શ્રેણી દરમિયાન આક્રોશ બતાવવા બદલ તેના પર મુકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની અને એનસીએના વડા વીવીએસ લક્ષ્મણ બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડે દરમિયાન હરમનપ્રીતના આક્રોશ અંગે પૂછપરછ કરશે. BCCI સેક્રેટરીએ એવી પણ જાહેરાત કરી હતી કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 100 ટકા ફિટ છે અને આયર્લેન્ડનો પ્રવાસ કરી શકે છે.

વન ડે વર્લ્ડ કપમાં ભારતની મેચો

8 ઓક્ટોબર, ભારત વિ. ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ11 ઓક્ટોબર, ભારત વિ. અફઘાનિસ્તાન, દિલ્હી15 ઓક્ટોબર, ભારત વિ. પાકિસ્તાન, અમદાવાદ19 ઓક્ટોબર, ભારત વિ. બાંગ્લાદેશ, પૂણે22 ઓક્ટોબર, ભારત વિ. ન્યૂઝીલેન્ડ, ધર્મશાળા29 ઓક્ટોબર, ભારત વિ. ઇંગ્લેન્ડ, લખનઉ2 નવેમ્બર, ભારત વિ. શ્રીલંકા, મુંબઈ5 નવેમ્બર, ભારત વિ. સાઉથ આફ્રિકા, કોલકાત્તા11 નવેમ્બર, ભારત વિ. નેધરલેન્ડ્સ, બેંગ્લુરુ

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ