વર્લ્ડ કપ 2023 : ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર, અક્ષર પટેલના સ્થાને આ ખેલાડીની થઇ એન્ટ્રી

World Cup 2023 : ભારતીય ટીમ પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચ શનિવારને 30 સપ્ટેમ્બરે ઇંગ્લેન્ડ સામે ગુવાહાટીમાં રમશે, અક્ષર પટેલ ઈજાગ્રસ્ત હોવાથી સ્થાન ગુમાવ્યું

World Cup 2023 : ભારતીય ટીમ પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચ શનિવારને 30 સપ્ટેમ્બરે ઇંગ્લેન્ડ સામે ગુવાહાટીમાં રમશે, અક્ષર પટેલ ઈજાગ્રસ્ત હોવાથી સ્થાન ગુમાવ્યું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
World Cup 2023 | World Cup

વન-ડે વર્લ્ડ કપ 2023 (Twitter/ICC Cricket World Cup)

World Cup 2023 India Squad : વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે આર અશ્વિનને ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આર.અશ્વિને તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન ડેની શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો અને આ વર્લ્ડ કપમાં તે ભારતની ભૂમિ પર ખુબ જ પ્રભાવશાળી સાબિત થઈ શકે તેમ મનાય છે.

Advertisment

આર અશ્વિન 2023 વનડે વર્લ્ડ કપમાં રમશે

એશિયા કપ 2023માં સુપર ફોર મેચ દરમિયાન અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો હતો અને તે પછી તે ભારત માટે કોઈ વન ડે મેચ રમી શક્યો નથી. જોકે તેને ટીમમાંથી બાકાત રાખવો એ મોટો ઝટકો છે કારણ કે તે ખૂબ જ શાનદાર સ્પિન ઓલરાઉન્ડર છે, જે ઘણી સારી બેટિંગ પણ કરી શકે છે. પરંતુ અનુભવી ઓફ સ્પિનર આર અશ્વિનનો ભારતીય ટીમમાં સમાવેશ ટીમની બોલિંગને વધુ મજબૂત બનાવશે.

અશ્વિન 8 વર્ષ પછી વર્લ્ડ કપમાં રમશે

આર.અશ્વિન 2011, 2015ના વન ડે વર્લ્ડ કપમાં ભારત તરફથી રમ્યો હતો અને તે પછી 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વન ડે વર્લ્ડ કપમાં તેનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો ન હતો. હવે 8 વર્ષ બાદ ફરી એકવાર તે વન ડે વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ મેચોની વનડે શ્રેણી માટે 21 મહિના પછી તેની ભારતીય વનડે ટીમમાં વાપસી થઇ હતી. પરત ફર્યા બાદ તેણે કાંગારુ ટીમ સામે બે મેચમાં 4 વિકેટ ઝડપી હતી અને રનને અંકુશમાં લેવાનું કામ કર્યું હતું.

આ પણ વાંચો - ભારતને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાની જવાબદારી આ 15 ખેલાડીઓ પર રહેશે, જાણો કેવો છે તેમનો વન-ડેમાં રેકોર્ડ

Advertisment

વન-ડેમાં આર.અશ્વિનનું પ્રદર્શન

આર અશ્વિને અત્યાર સુધી વન-ડેમાં ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે પરંતુ 2017 બાદ તે ભારત માટે બહુ ઓછી મેચો રમ્યો છે. 2017 બાદ વન ડે ટીમમાં તેની વાપસી 2022 બાદ થઈ છે અને તે વર્ષે તે માત્ર 2 મેચ રમ્યો હતો. આ પછી 2023માં તે 21 મહિના બાદ ટીમમાં પાછો ફર્યો હતો અને માત્ર બે જ વન ડે રમ્યા બાદ તેને વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેણે ભારત માટે અત્યાર સુધી 115 મેચમાં 155 વિકેટ ઝડપી છે અને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રન આપીને 4 વિકેટ રહ્યું છે.

વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ , વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.

ભારત ક્રિકેટ ટીમ World Cup 2023 આઇસીસી સ્પોર્ટ્સ વર્લ્ડકપ