World Cup 2023 India vs Afghanistan Score: જસપ્રીત બુમરાહની ચુસ્ત બોલિંગ (4 વિકેટ) પછી રોહિત શર્માની આક્રમક સદી (131) અને વિરાટ કોહલીની અણનમ અડધી સદી (55)ની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે 8 વિકેટે આસાન વિજય મેળવ્યો છે. અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 272 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 35 ઓવરમાં 2 વિકેટે 273 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ભારત 4 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ભારત હવે 14 ઓક્ટોબર સામે પાકિસ્તાન સામે રમશે.
ભારત ઇનિંગ્સ
-શ્રેયસ ઐયરના 23 બોલમાં 1 ફોર 1 સિક્સરની મદદથી અણનમ 25 રન.
-વિરાટ કોહલીના 56 બોલમાં 6 ફોર સાથે અણનમ 55 રન.
-ભારતે 32.1 ઓવરમાં 250 રન પુરા કર્યા.
-રોહિત શર્મા 84 બોલમાં 16 ફોર 5 સિક્સરની મદદથી 131 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ થયો.
-ભારતે 24.2 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-ઇશાન કિશન 47 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે 47 રને રાશિદ ખાનનો શિકાર બન્યો.
-ભારતે 17.3 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-રોહિત શર્માએ 63 બોલમાં 12 ફોર 4 સિક્સર સાથે 100 રન ફટકાર્યા.
-ભારતે 11.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રોહિત શર્માએ 30 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.
-ભારતે 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.
આ પણ વાંચો – રોહિત શર્માએ સચિન તેંડુલકરનો સદીનો રેકોર્ડ તોડ્યો, કપિલ દેવ, પોન્ટિંગનો આ રેકોર્ડ પણ ધરાશાયી
અફઘાનિસ્તાન ઇનિંગ્સ
-ભારત તરફથી બુમરાહે સૌથી વધારે 4 વિકેટ ઝડપી. હાર્દિક પંડ્યાે 2, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી.
-અફઘાનિસ્તાનના 50 ઓવરમાં 8 વિકેટે 272 રન.
-મુજીબ રહેમાન 10 અને નવીન ઉલ હક 9 રને અણનમ રહ્યા.
-રાશિદ ખાન 12 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 16 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો.
-મોહમ્મદ 19 રને બુમરાહની ઓવરમાં એલબી આઉટ થયો.
-નજીબુલ્લાહ ઝાદરાન 2 રને બુમરાહનો શિકાર બન્યો.
-હશમતુલ્લાહ શાહિદી 88 બોલમાં 8 ફોર, 1 સિક્સર સાથે 80 રન બનાવી કુલદીપ યાદવનો શિકાર બન્યો.
-અફઘાનિસ્તાને 36.4 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-અઝમતુલ્લા ઉમરજઇ 69 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથે પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો.
-હશમતુલ્લાહ શાહિદીએ 58 બોલમાં 5 ફોર સાથે 50 રન પુરા કર્યા.
-અઝમતુલ્લા ઉમરજઇએ 62 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-અફઘાનિસ્તાને 31 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-અફઘાનિસ્તાને 24 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રહમત શાહ 16 રને શાર્દુલ ઠાકુરની ઓવરમાં એલબી આઉટ થયો.
-ગુરબાઝ 3 ફોર 1 સિક્સર સાથે 21 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો.
-અફઘાનિસ્તાને 10.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-ઈબ્રાહીમ ઝાદરાન 28 બોલમાં 4 ફોર સાથે 22 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
-મેચમાં આર અશ્વિનના સ્થાને શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી.
-ભારત સામે અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
અફઘાનિસ્તાન : રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહીમ ઝાદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝાદરાન, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઉમરજઇ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.





