વર્લ્ડ કપ 2023 ફાઇનલ : ભારતનું સપનું ફરી રોળાયું, ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન

India vs Australia Final : ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત સામે 6 વિકેટે વિજય મેળવ્યો, ટ્રેવિસ હેડના 120 બોલમાં 15 ફોર 4 સિક્સર સાથે 137 રન

Written by Ankit Patel
Updated : November 19, 2023 23:20 IST
વર્લ્ડ કપ 2023 ફાઇનલ : ભારતનું સપનું ફરી રોળાયું, ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું (ICC)

IND vs AUS Final Score, Cricket World Cup 2023 : ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023માં ચેમ્પિયન બન્યું છે. બોલરોના શાનદાર પ્રદર્શન પછી ટ્રેવિસ હેડની સદી (137) અને માર્નશ લાબુશેનની અડધી સદીની (58) મદદથી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ભારત 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ પહેલા તે 1987, 1999, 2003, 2007, 2015માં ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ 12 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બનવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.

ભારત આ પહેલા સતત 10 મેચ જીત્યું હતું પણ ફાઇનલમાં પરાજય થયો છે. ભારત છેલ્લે 2011ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું.

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ

-લાબુશેનના 110 બોલમાં 4 ફોર સાથે અણનમ 58 રન.

-ટ્રેવિસ હેડ 120 બોલમાં 15 ફોર 4 સિક્સર સાથે 137 રન બનાવી સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.

-લાબુશેને 99 બોલમાં 3 ફોર સાથે અડધી સદી ફટકારી.

-ઓસ્ટ્રેલિયાએ 36.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-ટ્રેવિસ હેડે 95 બોલમાં 14 ફોર અને 1 સિક્સર સાથે સદી ફટકારી.

-ઓસ્ટ્રેલિયાએ 27.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-ટ્રેવિસ હેડે 58 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ઓસ્ટ્રેલિયાએ 19.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ઓસ્ટ્રેલિયાએ 8.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-સ્ટિવ સ્મિથ 9 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી બુમરાહની ઓવરમાં એલબી થયો.

-મિચેલ માર્શ 15 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 15 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો.

-ડેવિડ વોર્નર 3 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી શમીની ઓવરમાં કેચ આઉટ થયો.

-હેડ અને વોર્નરે બુમરાહની પ્રથમ ઓવરમાં 15 રન ફટકાર્યા.

આ પણ વાંચો – રોહિત શર્માના આઉટ થયા પછી બાઉન્ડ્રી લગાવવાનું ભૂલ્યા ભારતીય ખેલાડીઓ, 40 ઓવરમાં ફક્ત 4 ફોર ફટકારી

ભારત ઇનિંગ્સ

-ભારત 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને 241 રનનો પડકાર

-ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કેે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. હેઝલવુડ,કમિન્સને 2-2, જ્યારે મેક્સવેલ-ઝમ્પાને 1-1 વિકેટ મળી.

-મોહમ્મદ સિરાજ 9 રને અણનમ.

-કુલદીપ યાદવ 10 રને રન આઉટ.

-સૂર્યકુમાર યાદવ 28 બોલમાં 1 ફોર સાથે 18 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો.

-જસપ્રીત બુમરાહ 3 બોલમાં 1 રન બનાવી ઝમ્પાની ઓવરમાં એલબી આઉટ થયો.

-મોહમ્મદ શમી 10 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો.

-કેએલ રાહુલ 107 બોલમાં 1 ફોર સાથે 66 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ થયો.

-ભારતે 40.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-રવિન્દ્ર જાડેજા 22 બોલમાં 9 રન બનાવી હેઝલવુડની ઓવરમાં કેચ આઉટ.

-કેએલ રાહુલે 86 બોલમાં 1 ફોર સાથે અડધી સદી ફટકારી

-ભારતે 29.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-વિરાટ કોહલી 63 બોલમાં 4 ફોર સાથે 54 રને કમિન્સની ઓવરમાં બોલ્ડ થયો.

-વિરાટ કોહલીએ સતત પાંચમી વખત 50થી વધુ રનની ઇનિંગ્સ રમી.

-વિરાટ કોહલીએ 56 બોલમાં 4 ફોર સાથે અડધી સદી પુરી કરી.

બોલિવુડ અભિનેતા શાહરુખ ખાન પત્ની ગૌરી સાથે મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યો

-ભારતે 15.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-શ્રેયસ ઐયર 3 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ.

-રોહિત શર્મા 31 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે 47 રન બનાવી મેક્સવેલની ઓવરમાં કેચ આઉટ થયો.

-ભારતે 6.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-શુભમન ગિલ 7 બોલમાં 4 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં આઉટ થયો.

-ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને ટીમમાં કોઇ ફેરફાર કરાયો નથી

મેચ પહેલા એરફોર્સે મેદાન ઉપર એર શો બતાવ્યો હતો

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા : ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટિવન સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

ભારતીય ક્રિકેટર્સની પત્નીઓ મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચી

IND vs AUS Final match.. ભારત – ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચ લાઇવ અપડેટ્સ

વર્લ્ડકપ ફાઇનલ માટે સાંજે અમદાવાદ આવશે વડાપ્રધાન મોદી

વર્લ્ડકપ ફાઇનલ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે. અમદાવાદના પોલીસ કમિશ્નર જીએસ મલિકે મીડિયાને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આજે ઐતિહાસિક મુકાબલા માટે સુરક્ષા વ્યવસ્થા એકદમ સ્મૂથ ચાલી રહી છે. પીએમ મોદી સાંજે અહીં આવશે.

  • અલ્લાહતાલા આજે શમીને આજે કામીયાબી આપે, એક માતાની પુત્ર માટે દુઆઓ

વર્લ્ડકપ ફાઇનલ માટે મોહમ્મદ શમીની માતા માટે પોતાના પુત્ર માટે દુઆઓ માંગી છે. મીડિયા સાથે વાત કરતા તેમણએ કહ્યું હતું કે અલ્લા તાલા આજે તેમના પુત્ર માટે કામયાબી આપે. તેમણે કહ્યું કે મારો વર્લ્ડકપ પુત્ર જીતીને લાવશે. તેમણે કહ્યું કે મારો પુત્ર વર્લ્ડકપ જીતીને વાશે. શમી આ વિશ્વકપમાં સારી બોલિંગ કરી રહ્યો છે. તેમણએ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે સાત વિકેટો લીધી હતી.

  • પુણેમાં કોહલી અને રોહતના પોસ્ટર પર દૂધથી અભિષેક

મહારાષ્ટ્રના પૂણેમાં ક્રિકેટ ફેન્સે વિરાટ કોહલી અને રોહિત શર્માના પોસ્ટર પર દૂધથી અભિષેક કર્યો છે. દેશભરમાં ભારતની જીત માટે દુવાઓ કરવામાં આવી રહી છે. ભારતીય ટીમ ફાઇનલ મેચ માટે સ્ટેડિયમ પહોંચી ગયા છે.

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ચાહકોની ભીડ

વર્લ્ડકપ ફાઇનલ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ફેંસની ભીડ ઉમટી પડી છે. ભીડ એટલી છે કે પગ રાખવાની જગ્યા પણ બચી નથી. આ નઝારો મેચના ત્રણ કલાક પહેલાનો છે. વર્લ્ડકપ ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે વાગે શરુ થવાની છે.

  • રણવીર અને દીપિકા અમદાવાદ માટે થયા રવાના

વર્લ્ડકપ ફાઇનલ માટે એક્ટર રણવીર કપૂર અને તેમની પત્ની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અમદાવાદ માટે રવાના થયા છે. રણવીર ઉપરાંત બોલીવૂડના અનેક સ્ટાર્સ સ્ટેડિયમમાં દેખાશે

  • વારાણસીમાં ફેંસે કરી ભારતની જીતની દુવાઓ

દેશભરમાં ટીમ ઇન્ડિયાની જીત માટે દુવાઓ કરવામાં આવી રહી છે. આ વીડિયો વારાણસીનો છે. જ્યાં ભારતની જીત માટે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાહકોએ ઘાટ પર ખેલાડીઓની તસવીરો લઈને પૂજા અર્ચના કરી હતી. વર્લ્ડકપની આ ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે.

  • રામેશ્વરમમાં ટીમ ઇન્ડિયાની જીત માટે પૂજા અર્ચના

વર્લ્ડકપ ફાઇનલમાં ભારતની જીત પહેલા ચાહકોએ તમિનલાડુના રામેશ્વરમમાં રામનાથ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ભારતની જીત માટે દેશભરમાં દુવાઓ અને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.

  • ઓસ્ટ્રેલિયા સામે 2003નો બદલો લેશે ભારત, ફાઇનલ મેચ માટે સચિન તેન્ડુલકર અમદાવાદ પહોંચ્યા

વર્લ્ડકપ ફાઇનલમાં ભાર અને ઓસ્ટ્રેલિયાની ટક્કર થશે ત્યારે ભારતીય પૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર અમદાવાદ પહોંચ્યા છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું અહીં ટીમની શુભેચ્છાઓ આપું છું. આશા છે કે આજે સાંજે આપણે ટ્રોફી ઉપાડીશું. દરેકને આ દિવસની રાહ હતી. સચિન ઉપરાંત સૌરભ ગાંગુલી પણ એક દિવસ પહેલા જ અમદાવાદ પહોંચી ગયા હતા.

  • સ્ટેડિયમમાં 10 વાગ્યાથી પ્રવેશની શરૂઆત

સવારના 10 વાગ્યાથી લોકોને ધીમે-ધીમે સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેડિયમની અંદર અને બહાર ગોઠવવામાં આવ્યો છે. કડક બંદોબસ્ત વચ્ચેથી સ્ટેડિયમમાં જે પણ લોકો મેચ જોવા માટે આવી રહ્યા છે, તેઓને માત્ર પર્સ, મોબાઈલ અને ચાવી આટલી જ ચીજવસ્તુઓ લઈને પ્રવેશ આપવામાં આવશે.

  • પી. ચિદમ્બરમની કૉલમ : અલગ-અલગ રાજ્યો, અલગ-અલગ રણનીતિ, મોદી દરેક મતવિસ્તારમાં પાર્ટીના ઉમેદવાર

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા રમી રહ્યું છે 11, વર્લ્ડ કપ 2023 ફાઇનલ: જો અમદાવાદની વિકેટ સ્પિનરો માટે મદદરૂપ હોય, તો ભારત અશ્વિનને રમી શકે છે, કારણ કે ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રમમાં 2 ડાબા હાથના બેટ્સમેન છે. વધુ વાંચો

  • IND vs AUS Final : શું ભારત ત્રીજી વખત ચેમ્પિયન બનશે કે કાંગારુ ટાઈટલ જીતશે? આ 5 પરિબળો ફાઇનલનું પરિણામ નક્કી કરશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રવિવારે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. મેન ઇન બ્લુ ટુર્નામેન્ટમાં સૌથી પ્રભાવશાળી ટીમ રહી છે. તે હજુ સુધી એક પણ મેચ હારી નથી. વધુ વાંચો

  • જાડેજા અને કુલદીપની સ્પિન અને ઓસ્ટ્રેલિયાનો મિડલ ઓર્ડર

એવી અપેક્ષા હતી કે ટીમ ઈન્ડિયાના 2023ના વર્લ્ડ કપ અભિયાનમાં સ્પિનરો મોટી ભૂમિકા ભજવશે. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ બંનેએ અત્યાર સુધી અનુક્રમે 16 અને 15 વિકેટ લઈને અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે. ઝડપી બોલરોએ પોતાનું કામ કર્યા બાદ જાડેજા અને કુલદીપે ખાતરી કરી હતી કે વિરોધી ટીમ પરનું દબાણ ઓછું ન થાય.

  • IND vs AUS final match : શું સિરાજની જગ્યાએ અશ્વિનને તક મળશે? ભારત અને ઓસ્ટ્રેલિયાની આ છે સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા રમી રહ્યું છે 11, વર્લ્ડ કપ 2023 ફાઇનલ: જો અમદાવાદની વિકેટ સ્પિનરો માટે મદદરૂપ હોય, તો ભારત અશ્વિનને રમી શકે છે, કારણ કે ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રમમાં 2 ડાબા હાથના બેટ્સમેન છે. વધુ વાંચો

  • સ્ટાર્ક અને હેઝલવુડ સામે રોહિતની બેટિંગ

કેપ્ટન રોહિત શર્મા ટીમ ઈન્ડિયા માટે નિર્ભયપણે બેટિંગ કરીને મેચનો ટોન સેટ કરી રહ્યો છે. તેની વિસ્ફોટક બેટિંગ મેન ઇન બ્લુને વિરોધી બોલરો પર દબાણ લાવવાની તક આપી રહી છે. રોહિતે ભલે વિરાટ કોહલી કે શ્રેયસ અય્યર જેટલો મોટો સ્કોર ન કર્યો હોય, પરંતુ તેણે વિસ્ફોટક રીતે 40 રન બનાવીને પ્લેટફોર્મ સેટ કર્યું. મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ આનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.

  • ભારતની જીતથી ODI ક્રિકેટને પણ ફાયદો થશે

જ્યારે કપિલ દેવે 1983માં લોર્ડ્સમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડી ત્યારે તે ભારતીય ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત હતી. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં વિનિંગ સિક્સર ફટકારી હતી, ત્યારે તે વિશ્વ ક્રિકેટમાં ભારતના વર્ચસ્વની શરૂઆત હતી. ટીમ ઈન્ડિયા હવે 2023માં ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા માંગશે. આનાથી 50 ઓવરના ક્રિકેટને પણ પ્રોત્સાહન મળશે જે છેલ્લા 5 વર્ષથી પોતાની ઓળખ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

  • ભારત 12 વર્ષથી વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યું છે

ભારતે છેલ્લે 2011માં એમએસ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીત્યો હતો. 2015 અને 2019ના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલના અવરોધને પાર કરી શકી ન હતી. 2015માં તેને ઓસ્ટ્રેલિયા સામે અને 2019માં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ કપ 2023માં ભારત એકપણ મેચ હાર્યું નથી. જો કે 19 નવેમ્બરે જે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશે તે વર્લ્ડ કપ ટ્રોફી જીતશે.

  • ઓસ્ટ્રેલિયાની ટીમ પાસે અનુભવનો ભંડાર છે

ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવી ટીમ છે જે 1,00,000 થી વધુ ચાહકોથી ડરશે નહીં. તેની ટીમના ઘણા ખેલાડીઓ આ પહેલા પણ વર્લ્ડ કપ ફાઈનલનો ભાગ બની ચૂક્યા છે અને ઘણા જીત્યા છે. ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવનના પાંચ સભ્યો 2015 વર્લ્ડ કપની ફાઇનલમાં હતા. અન્ય કેટલાકે 2021નો T20 વર્લ્ડ કપ પણ જીત્યો છે.

  • ઓસ્ટ્રેલિયા સામે જીત આસાન નહીં હોય

રોહિતે અત્યાર સુધી જે રીતે રમત ચલાવી છે તે જોઈને દરેક જણ ભારતને ફેવરિટ કહી રહ્યા છે. જોકે, રોહિત એ પણ જાણતા હશે કે ઓસ્ટ્રેલિયા સામે જીત આસાન નહીં હોય. ઓસ્ટ્રેલિયા મોટી મેચોની ટીમ છે. તેઓ કદાચ એકમાત્ર એવી ટીમ છે જે ભારત પર ઘણું દબાણ લાવી શકે છે.

  • ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ પહેલા એર શો

મેચ પહેલા એર શો, અનુક્રમે બે ડ્રિંક બ્રેક પર કોન્સર્ટ અને લાઇટ શો અને બે ઇનિંગ્સ વચ્ચેના અંતરાલમાં અન્ય કોન્સર્ટ પણ હશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાઉન્ડ્રી કોલકાતાના ઈડન ગાર્ડન અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ કરતાં લગભગ 10 મીટર વધુ દૂર હશે.

  • 140 કરોડ ભારતીયોના વિશ્વાસ પર ખરા ઉતરવાનો ટીમ ઈન્ડિયાનો પ્રયાસ

ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની નજર ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે 140 કરોડ દેશવાસીઓનો વિશ્વાસ જાળવી રાખવા પર છે. કરોડો ક્રિકેટ પ્રેમીઓની પ્રાર્થના વચ્ચે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 10 સાથી ખેલાડીઓ સાથે 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન સામે ઈતિહાસ રચવા મેદાનમાં ઉતરશે. આ ઈતિહાસના સાક્ષી બનવા માટે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 1 લાખથી વધુ લોકો હાજર રહેશે.

  • ભારતના ટોપ 5 બેટ્સમેનમાંથી 4એ સદી ફટકારી છે

ભારત વિશ્વ ચેમ્પિયન બનવાની એટલું જ નજીક છે જેટલું તમે કલ્પના કરી શકો છો. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં વિરોધી ટીમને બે વખત 80થી ઓછા રનમાં આઉટ કરી દીધી હતી. ભારતે 5 વખત પ્રથમ બેટિંગ કરી હતી. તેમાંથી 3 વખત 350 રનનો આંકડો પાર કર્યો હતો. એક સમયે 5 વિકેટે 326 રન થયા હતા. તેની ટોચની 5 માંથી 4 સદી ફટકારી છે. શુભમન ગીલે પણ 108.02ની સ્ટ્રાઈક રેટ અને 50ની એવરેજથી રન બનાવ્યા છે. તેની ફિલ્ડિંગ અનુકરણીય હતી.

  • ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023 ની ટાઇટલ મેચ માટે સ્ટેજ તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 19 નવેમ્બર, રવિવારના રોજ બપોરે 2 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે આવવા માટે તૈયાર છે. એમાં કોઈ શંકા નથી કે આ બંને સ્પર્ધાની શ્રેષ્ઠ ટીમો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ