વર્લ્ડ કપ 2023 : ભારતે જીત સાથે અભિયાનની શરૂઆત કરી, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા ઝળક્યા

India vs Australia World Cup 2023 : ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે વિજય, વિરાટ કોહલી (85) અને કેએલ રાહુલ (97)ની અડધી સદી, ભારત હવે 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે રમશે

Written by Ashish Goyal
Updated : October 08, 2023 22:51 IST
વર્લ્ડ કપ 2023 : ભારતે જીત સાથે અભિયાનની શરૂઆત કરી, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા ઝળક્યા
વિરાટ અને રાહુલ વચ્ચે ચોથી વિકેટ માટે 165 રનની ભાગીદારી નોંધાઇ (BCCI)

India vs Australia World Cup 2023 Live Score: રવિન્દ્ર જાડેજા (3 વિકેટ), જસપ્રીત બુમરાહ (2 વિકેટ) અને કુલદીપ યાદવની (2 વિકેટ) શાનદાર બોલિંગ પછી વિરાટ કોહલી (85) અને કેએલ રાહુલ ()ની અડધી સદીની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયા 49.3 ઓવરમાં 199 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 41.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે.

ભારત ઇનિંગ્સ

-હાર્દિક પંડ્યાના 8 બોલમાં 1 સિક્સર સાથે અણનમ 11 રન.

-કેએલ રાહુલના 115 બોલમાં 8 ફોર 2 સિક્સર સાથે અણનમ 97 રન.

-વિરાટ અને રાહુલ વચ્ચે ચોથી વિકેટ માટે 165 રનની ભાગીદારી નોંધાઇ.

-વિરાટ કોહલી 116 બોલમાં 6 ફોર સાથે 85 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો.

-ભારતે 34.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-કેએલ રાહુલે 72 બોલમાં 5 ફોર સાથે અડધી સદી પુરી કરી.

-ભારતે 25.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-વિરાટ કોહલીએ 75 બોલમાં 3 ફોર સાથે અડધી સદી પુરી કરી.

-ભારતે 15.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-શ્રેયસ ઐયર 3 બોલમાં શૂન્ય રને હેઝલવુડનો શિકાર બન્યો.

-રોહિત શર્મા 6 બોલમાં ખાતું ખોલાયા વિના એલબી આઉટ

-ઇશાન કિશન પ્રથમ બોલે સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ.

આ પણ વાંચો – જિમી નીશમના ટીચરને વર્લ્ડ કપમાં 44 વર્ષ પછી મળ્યો મિત્ર, વન-ડે ક્રિકેટના ઉદય અને અસ્તની કહાની કહે છે દોસ્તી

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ

-ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. બુમરાહ, કુલદીપે 2-2 વિકેટ, જ્યારે સિરાજ, અશ્વિન અને હાર્દિકે 1-1 વિકેટ ઝડપી.

-ઓસ્ટ્રેલિયાએ 49.3 ઓવરમાં 199 રનમાં ઓલઆઉટ.

-મિચેલ સ્ટાર્ક 2 ફોર 1 સિક્સર સાથે 28 રન બનાવી સિરાજનો શિકાર બન્યો.

-એડમ ઝમ્પા 6 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો.

-કેપ્ટન પેટ કમિન્સ 15 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.

-કેમરૂન ગ્રીન 8 રને અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો. ઓસ્ટ્રેલિયાએ 140 રને સાતમી વિકેટ ગુમાવી.

-ગ્લેન મેક્સવેલ 15 રન બનાવી કુલદીવ યાદવની ઓવરમાં બોલ્ડ થયો.

-જાડેજાને ત્રીજી સફળતા મળી, એલેક્સ કેરી ખાતું ખોલાયા વિના આઉટ

-લાબુશેન 41 બોલમાં 27 રન બનાવી જાડેજાનો બીજો શિકાર બન્યો.

-સ્મિથ 71 બોલમાં 5 ફોર સાથે 46 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો.

-ઓસ્ટ્રેલિયાએ 24.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ડેવિડ વોર્નર 52 બોલમાં 6 ફોર સાથે 41 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ.

-ઓસ્ટ્રેલિયાએ 10.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-મિચેલ માર્શ શૂન્ય રને બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.

-ડેવિડ વોર્નર અને મિચેલ માર્શ ઓપનિંગમાં ઉતર્યા.

-બીમાર શુભમન ગિલ મેચમાંથી બહાર, ઇશાન કિશનને તક મળી.

-ઓસ્ટ્રેલિયાના કેપ્ટન કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા : ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ