India vs Bangladesh World Cup 2023 Score : વિરાટ કોહલીની અણનમ સદી (103) અને શુભમન ગિલની અડધી સદી (52)ની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે વર્લ્ડ કપ 2023માં સતત ચોથો વિજય મેળવ્યો છે. ભારત પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ભારત હવે 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. વિરાટ કોહલીએ વન-ડે કારકિર્દીની 48મી સદી ફટકારી હતી.
ભારત ઇનિંગ્સ
-કેએલ રાહુલના 34 બોલમાં 3 ફોર, 1 સિક્સરની મદદથી અણનમ 34 રન
-વિરાટ કોહલીના 97 બોલમાં 6 ફોર, 4 સિક્સર સાથે અણનમ 103 રન
-ભારતે 40.1 ઓવરમાં 250 રન પુરા કર્યા.
-ભારતે 33.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-શ્રેયસ ઐયર 25 બોલમાં 19 રન બનાવી મહેંદી હસનનો શિકાર બન્યો.
-વિરાટ કોહલીએ 48 બોલમાં 4 ફોર 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
-ભારતે 22.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-શુભમન ગિલ 55 બોલમાં 5 ફોર 2 સિક્સરની મદદથી 53 રન બનાવી મહેંદી હસનનો શિકાર બન્યો.
-શુભમન ગિલે 52 બોલમાં 5 ફોર 2 સિક્સરની મદદથી અડધી સદી પુરી કરી.
-ભારતે 12.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રોહિત શર્મા 40 બોલમાં 7 ફોર, 2 સિક્સરની મદદથી 48 રન બનાવી હસન મહમુદનો શિકાર બન્યો.
-ભારતે 9 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : વિરાટ કોહલીએ 6 વર્ષ પછી વન-ડેમાં બોલિંગ કરી, જાણો કેમ કરવી પડી ઓવર
બાંગ્લાદેશ ઇનિંગ્સ
-ભારત તરફથી બુમરાહ, સિરાજ અને જાડેજાએ 2-2 વિકેટ ઝડપી, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી.
-બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા. ભારતને જીતવા માટે 257 રનનો પડકાર આપ્યો.
-મહમુદુલ્લાહ 36 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે 46 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો.
-નસુમ અહમદ 18 બોલમાં 14 રન બનાવી સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.
-મુશ્ફિકુર રહીમ 46 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 38 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો.
-બાંગ્લાદેશે 42.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-તૌહીદ 16 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો.
-બાંગ્લાદેશે 31.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-લિટ્ટન દાસ 82 બોલમાં 7 ફોર સાથે 66 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો.
-મહેંદી હસન 3 રને સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.
-લિટ્ટન દાસે 62 બોલમાં 5 ફોર સાથે 50 રન પુરા કર્યા.
-કેપ્ટન નજમુલ હુસેન શાંતો 8 રને જાડેજાની ઓવરમાં એલબી આઉટ થયો.
-બાંગ્લાદેશે 17.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-તન્ઝીદ હસન 43 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે 51 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં એલબી આઉટ થયો.
-તન્ઝીદ હસન 41 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતા મેદાનમાંથી બહાર ગયો.
-બાંગ્લાદેશે 9.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-ભારતની ટીમમાં કોઇ ફેરફાર નહીં
-ઇજાને કારણે નિયમિત કેપ્ટન શાકિબ અલ હસન મેચમાંથી બહાર.
-બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હુસેન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશ : લિટ્ટન દાસ, તન્ઝીદ હસન, નજમુલ હુસેન શાંતો (કેપ્ટન), મેંહદી હસન મિરાઝ, મુશફિકુર રહીમ, તોહીદ હરીદોય, મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, હસન મહમુદ, મુસ્તફિઝુર રહેમાન, શરીફુલ ઈસ્લામ.





