World Cup 2023 : વર્લ્ડ કપ 2023માં ભારતે વિજયની સિક્સ ફટકારી, ઇંગ્લેન્ડને 100 રને હરાવ્યું

World Cup 2023 IND vs ENG Score : રોહિત શર્માના 101 બોલમાં 10 ફોર 3 સિક્સર સાથે 87 રન, મોહમ્મદ શમીની 4 વિકેટ, બુમરાહની 3 વિકેટ, ભારતે સતત છઠ્ઠો વિજય મેળવી 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન બનાવ્યું

Written by Ashish Goyal
Updated : October 29, 2023 21:54 IST
World Cup 2023  : વર્લ્ડ કપ 2023માં ભારતે વિજયની સિક્સ ફટકારી, ઇંગ્લેન્ડને 100 રને હરાવ્યું
વિકેટની ઉજવણી કરતા ભારતીય ક્રિકેટર (BCCI)

India vs England World Cup 2023 Score: રોહિત શર્માના 87 અને સૂર્યકુમાર યાદવના 49 રન પછી મોહમ્મદ શમી (4 વિકેટ) અને જસપ્રીત બુમરાહ (3 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023માં ઇંગ્લેન્ડ સામે 100 રને વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 34.5 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે સેમિ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત બનાવી લીધું છે. વર્લ્ડ કપ 2023માં ભારતે સતત છઠ્ઠો વિજય મેળવી 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન બનાવ્યું છે. બીજી તરફ ઇંગ્લેન્ડના વર્લ્ડ કપના અભિયાનનો લગભગ અંત આવી ગયો છે.

ઇંગ્લેન્ડ ઇનિંગ્સ

-ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી. જસપ્રીત બુમરાહે 3, કુલદીપ યાદવે 2 અને જાડેજાએ 1 વિકેટ ઝડપી.

-માર્ક વુડ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો.

-આદિલ રાશિદ 13 રન બનાવી શમીની ઓવરમાં બોલ્ડ થયો.

-ઇંગ્લેન્ડે 29.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-લિયામ લિવિંગસ્ટોન 46 બોલમાં 2 ફોર સાથે 27 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં એલબી આઉટ થયો.

-ક્રિસ વોક્સ 10 રન બનાવી જાડેજાની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.

-મોઇન અલી 31 બોલમાં 15 રન બનાવી શમીની ઓવરમાં કેચ આઉટ થયો.

-જોશ બટલર 23 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં બોલ્ડ થયો.

-ઇંગ્લેન્ડે 14.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-જોની બેયરસ્ટો 23 બોલમાં 2 ફોર સાથે 14 રન બનાવી મોહમ્મદ શમીની ઓવરમાં બોલ્ડ થયો.

-બેન સ્ટોક્સ 10 બોલમાં 00 રન બનાવી શમીની ઓવરમાં બોલ્ડ થયો.

-જો રુટ પ્રથમ બોલે ગોલ્ડન ડકે બુમરાહની ઓવરમાં એલબી થયો.

-ડેવિડ મલાન 17 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 16 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો.

-જોની બેયરસ્ટો અને ડેવિડ મલાન ઓપનિંગમાં ઉતર્યા.

આ પણ વાંચો – કોહલી વન-ડે વર્લ્ડ કપમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો, સચિનના શરમજનક રેકોર્ડની કરી બરાબરી

ભારત ઇનિંગ્સ

-ઇંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. વોક્સ, રાશિદને 2-2, જ્યારે માર્ક વુડને 1 વિકેટ મળી.

-ભારતના 50 ઓવરમાં 9 વિકેટે 229 રન, ઇંગ્લેન્ડને જીતવા માટે 230 રનનો પડકાર

-કુલદીપ યાદવ 9 રને અણનમ રહ્યો.

-જસપ્રીત બુમરાહ 16 રને રન આઉટ.

-સૂર્યકુમાર યાદવ 47 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 49 રન બનાવી કેચ આઉટ થયો.

-ભારતે 45.1 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-મોહમ્મદ શમી 1 રન બનાવી વુડની ઓવરમાં કેચ આઉટ થયો.

-રવિન્દ્ર જાડેજા 13 બોલમાં 8 રન બનાવી રાશિદની ઓવરમાં એલબી આઉટ થયો.

-રોહિત શર્મા 101 બોલમાં 10 ફોર 3 સિક્સર સાથે 87 રન બનાવી રાશિદની ઓવરમાં કેચ આઉટ થયો.

-ભારતે 34.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-કેએલ રાહુલ 58 બોલમાં 3 ફોર સાથે 39 રને ડેવિડ વિલીનો શિકાર બન્યો.

-ભારતે 25 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રોહિત શર્માએ 66 બોલમાં 6 ફોર 2 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-ભારતે 14.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-શ્રેયસ ઐયર 16 બોલમાં 4 રન બનાવી વોક્સની ઓવરમાં કેચ આઉટ થયો.

-વિરાટ કોહલી 9 બોલમાં શૂન્ય રને ડેવડ વિલીની ઓવરમાં કેચ આઉટ થયો.

-શુભમન ગિલ 13 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી વોક્સની ઓવરમાં બોલ્ડ થયો.

-રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા.

– ઇંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડ : જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વુડ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ