India vs Netherlands : ભારતીય ટીમે નેધરલેન્ડ્સ સામે વર્લ્ડ કપ 2023માં લીગ રાઉન્ડની છેલ્લી મેચમાં પ્રથમ બેટિંગ કરતા 410 રન બનાવ્યા હતા. રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. જ્યારે શ્રેયસ અય્યર અને કે એલ રાહુલે સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે સદી ફટકારીને 20 વર્ષના દુષ્કાળનો અંત આણ્યો હતો.
શ્રેયસ ઐય્યરે 94 બોલમાં 128 રન બનાવ્યા
શ્રેયસ ઐય્યરે આ મેચમાં 94 બોલમાં 128 રન બનાવ્યા હતા. ઐય્યરે નેધરલે્ડ્સ સામેની વન ડે મેચમાં સદી ફટકારનારો સૌપ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. અત્યાર સુધી કોઇ ભારતીય બેટ્સમેન આવું કરી શક્યો નથી. આ પહેલા ભારત અને નેધરલેન્ડ વચ્ચે માત્ર બે જ વન ડે છે. આ બન્ને મેચો વર્લ્ડ કપમાં રમાઇ હતી.
શ્રેયસ ઐય્યર બાદ કેએલ રાહુલે પણ આ જ મેચમાં સદી ફટકારી હતી. રાહુલે 64 બોલમાં 102 રન બનાવ્યા હતા. તે ભારત તરફથી વિકેટકિપર તરીકે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારવાના મામલે બીજા ક્રમે આવી ગયો છે. તેણે ઐય્યર સાથે રેકોર્ડ ભાગીદારી પણ કરી હતી.
આ પણ વાંચો – અમદાવાદમાં અફઘાનિસ્તાનના ખેલાડીની દરિયાદિલી, ફૂટપાથ પર રહેતા લોકોને 500-500 રૂપિયા આપ્યા
ઐય્યરની શાનદાર બેટિંગ
ચોથા નંબર પર રહેતા શ્રેયસ ઐય્યર સદી ફટકારી હતી. વર્ષ 2011માં યુવરાજ સિંહે ચોથા નંબર પર સદી ફટકારી હતી. આ પછી હવે ચોથા નંબરે સદી જોવા મળી છે. યુવરાજે 2011માં વેસ્ટ ઇન્ડીઝ સામે 113 રન બનાવ્યા હતા. આ સાથે જ તે 2015માં પછી સુરેશ રૈના બાદ મિડલ ઓર્ડરમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. 2015ના વર્લ્ડ કપમાં રૈનાએ ઝિમ્બાબ્વે સામે 110 રન ફટકાર્યા હતા.
કેએલ રાહુલ વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર બન્યો
કેએલ રાહુલ વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર બની ગયો છે. તેણે 62 બોલમાં સદી ફટકારી હતી. તેની અને શ્રેયસ ઐય્યર (94 બોલમાં અણનમ 128 રન)ની સદીને સહારે ભારતને ચાર વિકેટે 410 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઐય્યર અને રાહુલે ચોથી વિકેટ માટે 208 રનની ભાગીદારી કરી હતી. આ બંને ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા (61 રન), શુભમન ગિલ (51 રન) અને વિરાટ કોહલી (51 રન)એ પણ અડધી સદીનું યોગદાન આપ્યું હતું. છેલ્લી 10 ઓવરમાં ભારતીય ટીમે 122 રન ફટકાર્યા હતા. જેના કારણે તે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ બાદ ટૂર્નામેન્ટમાં 400થી વધુ રન બનાવનાર ત્રીજી ટીમ બની હતી. ઐય્યરની વર્લ્ડ કપમાં પ્રથમ અને કારકિર્દીની ચોથી વન-ડે સદી છે.