/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/Virat-Kohli-2.jpg)
ન્યૂઝીલેન્ડ સામે વિરાટ કોહલીએ 95 રન બનાવ્યા હતા (તસવીર - જય શાહ એક્સ)
India vs New Zealand World Cup 2023 Score: મોહમ્મદ શમીની (5 વિકેટ) ચુસ્ત બોલિગ પછી વિરાટ કોહલીના 95 રનની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 273 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 48 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ભારતે વર્લ્ડ કપ 2023માં સતત પાંચમો વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારત 10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું છે. ભારતે વન-ડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે 20 વર્ષ પછી વિજય મેળવ્યો છે. આ પહેલા છેલ્લે 2003ના વર્લ્ડ કપમાં ભારતનો વિજય થયો હતો.
ભારત ઇનિંગ્સ
-ન્યૂઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુશને સૌથી વધારે 2 વિકેટ ઝડપી.
-રવિન્દ્ર જાડેજાના 44 બોલમાં 3 ફોર 1 સિક્સરની મદદથી અણનમ 39 રન.
-વિરાટ કોહલી 104 બોલમાં 8 ફોર 2 સિક્સરની મદદથી 95 રને હેનરીનો શિકાર બન્યો.
-ભારતે 45.2 ઓવરમાં 250 રન પુરા કર્યા.
-ભારતે 35.4 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-સૂર્યકુમાર યાદવ 2 રન બનાવી રન આઉટ થયો.
-વિરાટ કોહલીએ 60 બોલમાં 5 ફોર 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી
-કેએલ રાહુલ 35 બોલમાં 3 ફોર સાથે 27 રન બનાવી સેન્ટનરની ઓવરમાં એલબી આઉટ થયો.
-ભારતે 27.5 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-શ્રેયસ ઐયર 29 બોલમાં 6 ફોર સાથે 33 રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો.
-ભારતે 15.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-શુભમન ગિલ 31 બોલમાં 5 ફોર સાથે 26 રન બનાવી ફર્ગ્યુશનનો બીજો શિકાર બન્યો.
-રોહિત શર્મા 40 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે 46 રન બનાવી બોલ્ડ થયો.
-ભારતે 7.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા.
આ પણ વાંચો - મોટી ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી એક મેચ હારવા માંગતો હતો મહેન્દ્રસિંહ ધોની, રવિ શાસ્ત્રીએ કર્યો ખુલાસો
ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ
-ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી. કુલદીપ યાદવને 2 વિકેટ, જ્યારે બુમરાહ અને સિરાજને 1-1 વિકેટ મળી.
-ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 273 રન બનાવ્યા.
-ડેરીલ મિશેલે 127 બોલમાં 9 ફોર 5 સિક્સર સાથે 130 રન બનાવી મોહમ્મદ શમીનો શિકાર બન્યો.
-મોહમ્મદ શમીએ એક ઓવરમાં સેન્ટનર (1) અને હેનરીને (00)આઉટ કર્યા.
-માર્ક ચેપમેન 6 રને બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો.
-ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 250 રન પુરા કર્યા.
-ગ્લેન ફિલિપ્સ 26 બોલમાં 1 ફોર સાથે 23 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.
-મિચેલે 100 બોલમાં 7 ફોર 4 સિક્સરની મદદથી સદી ફટકારી.
-કેપ્ટન ટોમ લથામ 5 રને કુલદીપ યાદવની ઓવરમાં એલબી આઉટ થયો.
-ન્યૂઝીલેન્ડે 36.1 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-રચિન રવિન્દ્ર 87 બોલમાં 6 ફોર, 1 સિક્સર સાથે 75 રને શમીનો શિકાર બન્યો.
-ન્યૂઝીલેન્ડે 30.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-મિચેલે 60 બોલમાં 3 ફોર, 2 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
-રચિન રવિન્દ્રએ 56 બોલમાં 5 ફોર 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
-ન્યૂઝીલેન્ડે 20.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ન્યૂઝીલેન્ડે 12.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-વિલ યંગ 27 બોલમાં 3 ફોર સાથે 17 ફોર સાથે શમીની ઓવરમાં બોલ્ડ થયો.
-ડેવોન કોનવે 00 રન બનાવી મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો.
-વિલ યંગ અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા. બુમરાહે પ્રથમ ઓવર મેઇડન ફેંકી.
-ભારતની ટીમમાં હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરના સ્થાને સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીનો સમાવેશ કરાયો.
-ન્યૂઝીલેન્ડ સામે ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ન્યૂઝીલેન્ડ : ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લથામ (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us