IND vs NZ : ભારત ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ મેચમાં વરસાદ પડે તો શું આવે પરિણામ, જાણો ICC ના નિયમો શું કહે છે

world cup 2023 india vs new zealand Semi Final : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ રમવામાં આવશે તેવું લગભગ નિશ્ચિત બની રહ્યું છે, ત્યારે જોઈએ કે આ મેચમાં વરસાદ પડે અને મેચ ડ્રો થાય તો, કોણ ફાઈનલમાં જશે.

Written by Kiran Mehta
Updated : November 11, 2023 16:34 IST
IND vs NZ : ભારત ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ મેચમાં વરસાદ પડે તો શું આવે પરિણામ, જાણો ICC ના નિયમો શું કહે છે
ભારત vs ન્યુઝીલેન્ડ સેમિ ફાઈનલ રમાઈ શકે છે

World Cup 2023 India vs New Zealand : ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડની ટોપ ચારમાં એન્ટ્રી હવે માત્ર ઔપચારિકતા રહી ગઈ છે. આ પણ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સામેની મેચ પૂરી થઈ જાય પછી એન્ટ્રી દેખાશે. સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સાથે, અને ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે.

ભારતે અત્યાર સુધીમાં 8 મેચ જીતી છે અને તેનું પ્રથમ સ્થાન નિશ્ચિત છે, જ્યારે ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં જનારી છેલ્લી ટીમ હશે. આ કારણે સેમીફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો લગભગ નિશ્ચિત છે.

જો વરસાદ પડે તો કેવું પરિણામ આવશે?

મુંબઈમાં રમાતી મેચો પર હંમેશા કમોસમી વરસાદનો ખતરો રહે છે. આઈસીસીએ સેમીફાઈનલ મેચો માટે પણ રિઝર્વ ડે રાખ્યો છે. જો કે રિઝર્વ ડે પર પણ મેચ પૂરી ન થાય તો? જો આવી સ્થિતિ થશે તો ભારતને જ ફાયદો થશે. નિયમો અનુસાર, જો રિઝર્વ ડે પર પણ મેચ પૂર્ણ નહીં થાય, તો નિયમ મુજબ પોઇન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને ફાઇનલ રમવાની તક મળશે.

પાકિસ્તાન માટે સેમિફાઇનલનો રસ્તો અસંભવ છે

વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને શનિવારે તેની છેલ્લી લીગ મેચમાં ઇંગ્લેન્ડ સામે લગભગ અશક્ય માર્જિનથી ચમત્કારિક જીત નોંધાવવી પડે, પરંતુ મેચમાં ટોસ થતા જ ઈંગ્લેન્ડે પ્રથમ બેટીંગ પસંદ કરી લીધી, એટલે હવે શક્યતા પણ લગભગ નથી રહી. આબાજુ શ્રીલંકાને પાંચ વિકેટે હરાવ્યા બાદ ન્યૂઝીલેન્ડના રન રેટમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેણે સેમિફાઇનલમાં પ્રવેશવાની પાકિસ્તાનની આશા લગભગ બરબાદ કરી દીધી હતી.

આ પણ વાંચોવર્લ્ડ કપ વચ્ચે આઈસીસીની મોટી કાર્યવાહી, શ્રીલંકા ક્રિકેટ બોર્ડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યું

1992ના ચેમ્પિયન પાકિસ્તાનને હવે ઈંગ્લેન્ડને અશક્ય માર્જિનથી હરાવવું પડશે. ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ હાલમાં પ્લસ 0 743 જ્યારે પાકિસ્તાનનો પ્લસ 0 છે. 036 છે. પ્રથમ બેટિંગ કરતા બાબર આઝમની ટીમને લગભગ 287 રનથી જીતવું પડે તેમ હતુ પરંતુ ઈંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી છે એટલે આ સ્કોરથી જીતવું હવે અશક્ય છે. અને ટાર્ગેટનો પીછો કરતી વખતે તેણે 284 બોલ બાકી રહેતા જીત મેળવવી પડશે, જે લગભગ અશક્ય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ