World Cup 2023, India vs New Zealand Score : વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની સદી બાદ મોહમ્મદ શમીના તરખાટની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 70 રને વિજય મેળવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારત ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા 1983, 2003, 2011માં ફાઇનલમાં પહોંચ્યું હતું.
ભારત વિ. ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ મેચ, અપડેટ્સ (IND vs INZ Live Score Updates)
IND vs INZ Live Score: વાનખેડે સ્ટેડિયમમાં 15 નવેમ્બરે બન્યા ક્રિકેટના રેકોર્ડની વણઝાર
વાનખેડે સ્ટેડિયમમાં 15 નવેમ્બરે ક્રિકેટ મેદાન પર ઘણા રેકોર્ડ બન્યા છે. વિરાટ કોહલીએ ઐતિહાસિક 50મી સદી ફટકારી લગાવીને સચિન તેંડુલકરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ બની ઓડીઆઈ વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકાર બેટ્સમેન બન્યો છે. તો ટીમ ઈન્ડિયાના મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી છે, જે વનડે વર્લ્ડ કપમાં કોઇ પણ બોલરનો બેસ્ટ દેખાવ છે.
IND vs INZ Live Score: વર્લ્ડ કપ 2023માં ભારતની સતત 10મી જીત
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર મોહમ્મદ શમીની 5મી બોલ પર લોકી ફર્મ્યુસનને વિકેટ ઝડપી છે. આજની સેમીફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવી ભારતે વર્લ્ડ કપ 2023માં સતત 10મી જીત હાંસલ કરી છે. આ સાથે જ ભારત વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં પહોંચી ગયું છે.
IND vs INZ Live Score: ડેરિલ મિચેલ હાફ સેન્ચ્યુરી ફટકારી, ન્યુઝીલેન્ડ 2 વિકટ પર 148 રન
ન્યુઝીલેન્ડ ટીમના ખેલાડી ડેરિલ મિચેલે 50 રન બનાવી હાફ સેન્ચ્યુરી પૂરી કરી છે. રવિન્દ્ર જાડેજાની 23મી ઓવરના પહેલા જ બોલમાં એક લઇ ડેરિલે 50 રન પૂરા કર્યા છે. વર્લ્ડ કપમાં તેની આ ચોથી હાફ સેન્ચ્યુરી છે. 23 ઓવર બાદ ન્યુઝીલેન્ડનો સ્કોર 2 વિકેટ પર 148 રન હતો.
IND vs INZ Live Score: ન્યુઝીલેન્ડે 12 ઓવરમાં બનાવ્યા 62 રન, 2 વિકેટ ગુમાવી
વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ ટીમે બે વિકેટ ગુમાવી 12 ઓવરમાં 62 રન બનાવ્યા છે. કેન વિલિયમસને 21 બોલમાં 6 રન બનાવ્યા છે. તો ડેરિલ મિચેલે 15 બોલમાં 14 રન બનાવ્યા છે. બંને ખેલાડીએ 27 બોલમાં 23 રનની પાર્ટનરશીપ બનાવી છે. ન્યુઝીલેન્ડે અત્યાર સુધી 5.17ના રનરેટથી સ્કોર બનાવ્યા છે.
IND vs INZ Live Score: ડેવોન કોનવે એ પહેલી ઓવરમાં 2 ફોર ફટકારી
ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રે બેટિંગની શરૂઆત કરી હતી. કોનવે એ પ્રથમ બોલમાં ફોર ફટકારી અને ન્યૂઝીલેન્ડનું ખાતું ખોલ્યુ હતુ. કોનવે એ ત્રીજા બોલમાં પણ ચોગ્ગો ફટકાર્યો હતો. પ્રથમ ઓવર બાદ ન્યૂઝલેન્ડનો સ્કોર એક પણ વિકટ ગુમાવ્યા વગર 8 રન હતો.
IND vs INZ Live Score: ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો 398 ટનનો ટાર્ગેટ
વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 398 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 397 ટન બનાવ્યા છે. શુભમન ગિલે 66 બોલમાં 80 રન બનાવી નોટઆઉટ રહ્યો. તો કેએલ રાહુલે 20 બોલમાં 39 રન બનાવી અણનમ રહ્યો હતો.
-ભારતે 42 ઓવરમાં 300 રન પુરા કર્યા
-સચિને વન-ડેમાં 50 સદી પુરી કરી. સચિન તેંડુલકરની 49 સદીનો રેકોર્ડ તોડ્યો.
-વિરાટ કોહલીએ 106 બોલમાં 8 ફોર 1 સિક્સર સાથે સદી ફટકારી.
-શ્રેયસ ઐયર 35 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથે અડધી સદી પુરી કરી.
-ભારતે 35.1 ઓવરમાં 250 રન પુરા કર્યા.
-ભારતે 28.1 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-વિરાટ કોહલીએ 59 બોલમાં અડધી સદી ફટકારી.
-સ્નાયુ ખેચાઇ જતા શુભમન ગિલ 65 બોલમાં 8 ફોર 3 સિક્સર સાથે 79 રને રિટાયર્ડ હર્ટ થયો.
-ભારતે 19.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-શુભમન ગિલે 41 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ભારતે 12.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રોહિત શર્મા 29 બોલમાં 4 ફોર 4 સિક્સર સાથે 47 રન બનાવી કેચ આઉટ થયો.
-ભારતે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા
-ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યા છે.
-વર્લ્ડકપની પહેલી સેમિ ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો.
- ભારત- ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ પર શું બોલ્યા રોહિતના બાળપણના કોચ
ભારત ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ પર રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડે કહ્યું કે મોટાભાગની સંભાવનાઓ ભારતની જીતની છે. કારણ કે આપણા ખેલાડીઓ આ વખતે સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે સો ટકા સંભાવના છે કે આપણે સેમિ ફાઇનલ જીતીશું.
- ટીમ ઇન્ડિયાની જીત માટે ભારતભરમાં પ્રાર્થના શરુ
પહેલી સેમિ ફાઇનલમા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની જીત માટે દેશભરમાં દુઆઓ અને પ્રાર્થનાઓનો સિલસિલો શરુ થયો છે. વાનખેડે સ્ટેડિયમની બહાર લોકોની ભીડ જામી છે. ભારતની જીત માટે ફેન્સ મંદિરમાં પૂજા – અર્ચના કરી રહ્યા છે.
- ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કિપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ
- ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઈલેવન : ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરિલ મિલેચ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટોમ લેથમ (વિકેટ કિપર), મિચેલ સેન્ટનર, ટીમ સાઉદી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ





