ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચમાં બીજી વખત બોલર બન્યો પ્લેયર ઓફ ધ મેચ, 24 વર્ષ પહેલા આ બોલર બન્યો હતો હીરો

World Cup 2023 : જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 7 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી

Written by Ashish Goyal
Updated : October 14, 2023 22:46 IST
ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચમાં બીજી વખત બોલર બન્યો પ્લેયર ઓફ ધ મેચ, 24 વર્ષ પહેલા આ બોલર બન્યો હતો હીરો
જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી અને રોહિત શર્મા. (ફોટો - ટ્વિટર)

India vs Pakistan World Cup 2023 : વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ફરી એકવાર પાકિસ્તાનને હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી મેચમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને 42.5 ઓવરમાં 191 રનમાં આઉટ કરી દીધું હતું. આ પછી, રોહિત શર્માની 86 રનની તોફાની ઇનિંગ્સ અને શ્રેયસ ઐયરની 53 રનની ઇનિંગ્સની મદદથી લગભગ 20 ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી હતી.

જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 7 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ રિઝવાન અને શાદાબ ખાનને 3 બોલમાં જ પેવેલિયનમાં મોકલીને તેણે પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 8 મેચ રમાઈ છે અને ભારત દર વખતે જીતવા સફળ રહ્યું છે. આ બીજી વખત બન્યું છે જ્યારે કોઈ બોલર પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. આ પહેલા 24 વર્ષ પહેલા 1999માં આવી ઘટના બની હતી.

સચિન તેંડુલકર સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ રહ્યો છે

વેંકટેશ પ્રસાદ 1999માં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. માન્ચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં વેંકટેશ પ્રસાદે 9.3 ઓવરમાં 27 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ભારતે આ મેચ 47 રને જીતી લીધી હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. તેંડુલકર 1992, 2003 અને 2011માં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

આ પણ વાંચો – રોહિત શર્મા પાકિસ્તાન સામે સદી ચૂક્યો પરંતુ ધોની, ક્રિસ ગેલ અને કોહલીનો આ રેકોર્ડ તોડ્યો

ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું?

સચિન તેંડુલકર સિવાય ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ 1996ના વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. 1999માં વેંકટેશ પ્રસાદ, 2015માં વિરાટ કોહલી, 2019માં રોહિત શર્મા અને 2023માં જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન પહેલીવાર 1992માં વન-ડે વર્લ્ડ કપમાં સામસામે આવ્યા હતા. આ પછી બંને વર્લ્ડ કપમાં 8 વખત સામસામે ટકરાયા છે. 2007માં બંને વચ્ચે ટક્કર થઈ ન હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ