India vs Pakistan World Cup 2023 Score : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રોહિત શર્મા (86) અને શ્રેયસ ઐયરની (53) અડધી સદીની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. પાકિસ્તાન 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે નહીં હારવાનો રેકોર્ડ યથાવત્ રાખ્યો છે. ભારત વન-ડે વર્લ્ડ કપના આઠેય મુકાબલામાં જીત મેળવી છે. આ જીત સાથે ભારત 6 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ભારત હવે 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે ટકરાશે.
ભારત ઇનિંગ્સ
-પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીએ 2 અને હસન અલીએ 1 વિકેટ ઝડપી.
-કેએલ રાહુલમા 29 બોલમાં 2 ફોર સાથે અણનમ 19 રન.
-શ્રેયસ ઐયરના 62 બોલમાં 3 ફોર 2 સિક્સરની મદદથી અણનમ 53 રન.
-રોહિત શર્મા 63 બોલમાં 6 ફોર 6 સિક્સર સાથે 86 રન બનાવી શાહિન આફ્રિદીની ઓવરમાં કેચ આઉટ થયો.
-ભારતે 20.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-ભારતે 13.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રોહિત શર્માએ 36 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-વિરાટ કોહલી 18 બોલમાં 3 ફોર સાથે 16 રન બનાવી હસન અલીની ઓવરમાં આઉટ થયો.
-ભારતે 6.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-શુભમન ગિલ 11 બોલમાં 4 ફોર સાથે 16 રન બનાવી શાહિન આફ્રિદીની ઓવરમાં આઉટ થયો.
-રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાએ આવી યુક્તિથી ઇમામ ઉલ હકની વિકેટ ઝડપી, પાકિસ્તાની ચાહકોએ કહ્યું- આ છેતરપિંડી છે
પાકિસ્તાન ઇનિંગ્સ
-ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી
-પાકિસ્તાન 41.5 ઓવરમાં 192 રનમાં ઓલઆઉટ.
-હારિસ રઉફ 2 રન બનાવી જાડેજાની ઓવરમાં એલબી આઉટ થયો.
-હસન અલી 19 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી જાડેજાની ઓવરમાં આઉટ થયો.
-મોહમ્મદ નવાઝ 4 રને હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો.
-શાદાબ ખાન 2 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો.
-મોહમ્મદ રિઝવાન 69 બોલમાં 7 ફોર સાથે 49 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો.
-ઇફ્તિખાર અહમદ 4 રને કુલદીપ યાદવની ઓવરમાં બોલ્ડ થયો.
-સઉદ શકીલ 6 રને કુલદીપની ઓવરની એલબી આઉટ થયો.
-બાબર આઝમ 58 બોલમાં 7 ફોર સાથે 50 રને સિરાજની ઓવરમાં બોલ્ડ થયો.
-પાકિસ્તાને 29 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-પાકિસ્તાને 18.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-મોહમમ્દ રિઝવાનને જાડેજાની ઓવરમાં અમ્પાયરે એલબી આઉટ આપ્યો હતો. જોકે ડીઆરએસમાં તેને જીવનદાન મળ્યું હતું.
-ઇમામ ઉલ હક 38 બોલમાં 6 ફોર સાથે 36 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો.
-પાકિસ્તાને 10.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-અબ્દુલ્લા શફીક 24 બોલમાં 3 ફોર સાથે 20 રન બનાવી સિરાજની ઓવરમાં એલબી આઉટ થયો.
-પાકિસ્તાનના અબ્દુલ્લા શફીક, ઇમામ-ઉલ-હક ઓપનિંગમાં ઉતર્યા.
-ભારતની ટીમમાં ઇશાન કિશનના સ્થાને શુભમન ગિલનો સમાવેશ કરાયો.
-ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
મ્યુઝીકલ સેરેમેની ટીવી, ઓનલાઈન પ્લેટફોર્મ પર જોવા ન મળી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અરિજિત સિંહ, શંકર મહાદેવને પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જોકે મેચ પહેલાની આ મ્યુઝીકલ સેરેમેની ટીવી, ઓનલાઈન પ્લેટફોર્મ પર જોવા મળી ન હતી. સ્ટેડિયમમાં રહેલા પ્રશંસકોને જ જોવા મળી હતી.
ભારત વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય હાર્યું નથી
વન-ડે વર્લ્ડ કપમાં જોવા જઇએ તો ભારતનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ શાનદાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 8 મેચો રમાઇ છે અને બધી જ મેચોમાં ભારતનો વિજય થયો છે. વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્યારેય ભારત સામે જીતી શક્યું નથી. ભારત આ જીતનો રેકોર્ડ અમદાવાદમાં પણ યથાવત્ રહ્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાન : અબ્દુલ્લા શફીક, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન , સઉદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હારીસ રઉફ.





