અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ સચિન તેંડુલકરે પાકિસ્તાનને આપી ચેતવણી, બુમરાહ-રોહિતને લઇને કરી મોટી વાત

world cup 2023 : ભારત 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમશે. બન્ને ટીમો અમદાવાદ પહોંચી ગઇ છે

Written by Ashish Goyal
October 12, 2023 15:16 IST
અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ સચિન તેંડુલકરે પાકિસ્તાનને આપી ચેતવણી, બુમરાહ-રોહિતને લઇને કરી મોટી વાત
સચિન તેંડુલકર અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ (ફાઇલ ફોટો)

IND vs PAK: ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં જોરદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા મેચમાં ઓસ્ટ્રેલિયા અને પછી અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. બે મેચમાં બે જીત સાથે તેઓ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ભારતે હવે તેની આગામી મેચ પાકિસ્તાન સામે રમશે. અમદાવાદમાં યોજાનારી આ મેચની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે પાકિસ્તાનને ચેતવણી આપી છે. આ સાથે જ તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશે પણ મોટી વાતો કહી છે.

બુમરાહ-રોહિતે જીતાડી મેચ

અફઘાનિસ્તાન સામેની મેચમાં જસપ્રીત બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી જ્યારે રોહિત શર્માએ 131 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. રોહિતે પોતાની ઇનિંગ્સમાં પાંચ સિક્સર અને 16 ફોર ફટકારી હતી. આ ઇનિંગ્સના આધારે ભારતે માત્ર 35 ઓવરમાં જ 272 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. બુમરાહ અને રોહિતથી સચિન ખૂબ જ પ્રભાવિત દેખાયો. તેમને લાગે છે કે આ પ્રદર્શન દર્શાવે છે કે ભારત પાકિસ્તાનનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

સચિને પાકિસ્તાનને ચેતવણી આપી

રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહની તસવીર શેર કરતા સચિને લખ્યું કે રોહિત અને બુમરાહનું શાનદાર પ્રદર્શન. બેટિંગ અને બોલિંગ યુનિટ્સ તરફથી ઉત્તમ સપોર્ટ મળ્યો. બે ગેમમાં અમે બે ખેલાડીઓને ખૂબ જ અલગ ભૂમિકા ભજવતા જોયા. 14 ઓક્ટોબરની તૈયારીઓ જોરદાર જોવા મળી રહી છે. અમે રાહ જોઈ રહ્યા છીએ.

આ પણ વાંચો – રોહિત શર્માએ તોડ્યો ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ, બન્યો વિશ્વનો નવો સિક્સર કિંગ

રોહિતે પિચને શ્રેય આપ્યો હતો

અફઘાનિસ્તાન સામેની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયેલા રોહિત શર્માએ ભારતની આઠ વિકેટની જીત બાદ કહ્યું કે બેટિંગ કરવા માટે તે સારી પીચ હતી. હું મારી સ્વાભાવિક રમત રમવા માટે પોતાનું સમર્થન કરી રહ્યો છું. હતો. હું જાણતો હતો કે એકવાર નજર જમાવી લઉ તો વિકેટ બેટિંગ કરવા માટે આસાન બની જશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ