/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/India-vs-South-Africa-Live-Score.jpg)
દક્ષિણ આફ્રિકા સામે રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી (તસવીર - બીસીસીઆઈ)
India vs South Africa World Cup 2023 Score: વિરાટ કોહલીની સદી (101) પછી રવિન્દ્ર જાડેજાના (5 વિકેટ) તરખાટની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા સામે 243 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટે 326 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 27.1 ઓવરમાં 83 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારતે વર્લ્ડ કપ 2023માં સતત આઠમો વિજય મેળવ્યો છે. ભારત હવે 12 નવેમ્બરે નેધરલેન્ડ્સ સામે અંતિમ લીગ મેચ રમશે.
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-ભારત તરફથી જાડેજાએ 5 વિકેટ, શમી-કુલદીપે 2-2 વિકેટ, જ્યારે સિરાજે 1 વિકેટ ઝડપી.
-દક્ષિણ આફ્રિકા 27.1 ઓવરમાં 83 રનમાં ઓલઆઉટ
-એન્ગિડી ખાતું ખોલાયા વિના કુલદીપની યાદવની ઓવરમાં બોલ્ડ.
-કાગિસો રબાડા 26 બોલમાં 6 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો.
-માર્કો જાન્સેન 30 બોલમાં 1 ફોરની મદદથી 14 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.
-કેશવ મહારાજ 11 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ.
-ડેવિડ મિલર 11 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ.
-દક્ષિણ આફ્રિકાએ 15 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-વાન ડુસેન 32 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવી શમીની ઓવરમાં એલબી થયો.
-ક્લાસેન 11 બોલમાં 1 રન બનાવી જાડેજાની ઓવરમાં એલબી આઉટ.
-માર્કરામ 6 બોલમાં 2 ફોર સાથે 9 રન બનાવી શમીની ઓવરમાં કેચ આઉટ.
-બાવુમાં 19 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો.
-ડી કોક 10 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી સિરાજની ઓવરમાં બોલ્ડ થયો.
આ પણ વાંચો - વિરાટ કોહલીએ બર્થ ડે ના દિવસે ફટકારી સદી, સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી કરી
Jadeja shines in Kolkata & how 😎
The joy of taking 5 wickets in World Cup match 😃#TeamIndia register their 8th consecutive win in #CWC23 👏👏#MenInBlue | #INDvSApic.twitter.com/cd2HfMEfhy— BCCI (@BCCI) November 5, 2023
ભારત ઇનિંગ્સ
-દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 327 રનનો પડકાર આપ્યો.
-વિરાટ કોહલીના 121 બોલમાં 10 ફોર સાથે અણનમ 101 રન.
-રવિન્દ્ર જાડેજાના 15 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે અણનમ 29 રન
-વિરાટ કોહલીએ 119 બોલમાં 10 ફોર સાથે 100 રન પુરા કર્યા. સચિનની વન-ડેમાં 49 સદીની બરાબરી કરી.
-ભારતે 48 ઓવરમાં 300 રન પુરા કર્યા.
-સૂર્યકુમાર યાદવ 14 બોલમાં 5 ફોર સાથે 22 રન બનાવી કેચ આઉટ થયો
-ભારતે 43 ઓવરમાં 250 રન પુરા કર્યા.
-કેએલ રાહુલ 17 બોલમાં 8 રન બનાવી જાન્સેનનો શિકાર બન્યો.
-શ્રેયસ ઐયર 87 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે 77 રન બનાવી એન્ગિડીની ઓવરમાં કેચ આઉટ થયો.
-ભારતે 33.1 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-શ્રેયસ ઐયરે 64 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-વિરાટ કોહલીએ 67 બોલમાં 5 ફોર સાથે અડધી સદી ફટકારી.
-ભારતે 13.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-શુભમન ગિલ 24 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 23 રન બનાવી કેશવ મહારાજની ઓવરમાં બોલ્ડ થયો.
-રોહિત શર્મા 24 બોલમાં 6 ફોર 2 સિક્સર સાથે 40 રન બનાવી રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.
-ભારતે 4.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-ભારતે પોતાની વિનિંગ પ્લેઇંગ ઇલેવન જાળવી રાખી છે.
-ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
દક્ષિણ આફ્રિકા : ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એન્ગિડી, તબરેઝ શમ્સી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us