World Cup 2023 : ભારતનો શ્રીલંકા સામે 302 રને વિજય, ટીમ ઇન્ડિયાની સતત ચોથી વખત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં એન્ટ્રી

India vs Sri Lanka Score : શુભમન ગિલ (92), વિરાટ કોહલી(88) અને શ્રૈયસ ઐયરની (82) અડધી સદી, શ્રીલંકા 55 રનમાં ઓલઆઉટ, મોહમ્મદ શમીની 5 વિકેટ

Written by Ashish Goyal
Updated : November 02, 2023 21:03 IST
World Cup 2023  : ભારતનો શ્રીલંકા સામે 302 રને વિજય, ટીમ ઇન્ડિયાની સતત ચોથી વખત વર્લ્ડ  કપની સેમિ ફાઇનલમાં એન્ટ્રી
વિકેટની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ (BCCI)

India vs Sri Lanka World Cup 2023 Score: શુભમન ગિલ (92), વિરાટ કોહલી (88) અને શ્રૈયસ ઐયરની (82) અડધી સદી પછી મોહમ્મદ શમી (5 વિકેટ) અને મોહમ્મદ સિરાજ (3 વિકેટ)ની ચુસ્ત બોલિંગની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સામે 302 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 19.4 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારતે સતત સાતમાં વિજય સાથે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત સતત ચોથી વખત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા 2011, 2015 અને 2019ના વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ શ્રીલંકાના અભિયાનો અંત આવ્યો છે. ભારત 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું છે.

શ્રીલંકા ઇનિંગ્સ

-ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી. સિરાજને 3 અને બુમરાહ-જાડેજાને 1-1 વિકેટ મળી.

-શ્રીલંકા શ્રીલંકા 19.4 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ.

-મદુશંકા 5 રને જાડેજાનો શિકાર બન્યો.

-રંજીથા 17 બોલમાં 2 ફોર સાથે 14 રન બનાવી શમીની ઓવરમાં કેચ આઉટ થયો.

-એન્જલો મેથ્યુસ 25 બોલમાં 12 રન બનાવી શમીની ઓવરમાં બોલ્ડ થયો.

-ચમીરા 6 બોલમાં ખાતું ખોલાયા વિના કેચ આઉટ થયો.

-હેમંથા પ્રથમ બોલે જ શમીની ઓવરમાં આઉટ થયો.

-અશલંકા 24 બોલમાં 1 રન બનાવી શમીની ઓવરમાં કેચ આઉટ થયો.

-કુશલ મેન્ડિસ 10 બોલમાં 1 રન બનાવી સિરાજની ઓવરમાં બોલ્ડ થયો.

-સમરવીક્રમા 4 બોલમાં ખાતું ખોલાયા વિના સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.

-દિમુથ કરુણારત્ને પ્રથમ બોલે શૂન્ય રને સિરાજની ઓવરમાં એલબી આઉટ થયો.

– પથુમ નિશંકા પ્રથમ બોલે જ બુમરાહની ઓવરમાં એલબી આઉટ થયો.

આ પણ વાંચો – વિરાટ કોહલીની વધુ એક સિદ્ધિ, સચિન તેંડુલકરનો આ ખાસ રેકોર્ડ તોડ્યો

ભારત ઇનિંગ્સ

-શ્રીલંકા તરફથી મદુશંકાએ 5 વિકેટ અને ચમીરાએ 1 વિકેટ ઝડપી.

-ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા.

-જાડેજા 24 બોલમાં 1 ફોર 1 સિક્સરની મદદથી 35 રન બનાવી રન આઉટ થયો.

-મોહમ્મદ શમી 2 રન બનાવી રન આઉટ થયો.

-ભારતે 48.4ઓવરમાં 350 રન પુરા કર્યા.

-શ્રેયસ ઐયર 56 બોલમાં 3 ફોર 6 સિક્સર સાથે 82 રન બનાવી મદુશંકાનો શિકાર બન્યો.

-ભારતે 44.5 ઓવરમાં 300 રન પુરા કર્યા.

-શ્રેયસ ઐયરે 36 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-સૂર્યકુમાર યાદવ 9 બોલમાં 2 ફોર સાથે 12 રન બવાવી મુદુશંકાની ઓવરમાં કેચ આઉટ થયો.

-કેએલ રાહુલ 19 બોલમાં 2 ફોર સાથે 21 રન બનાવી ચમીરાનો શિકાર બન્યો.

-ભારતે 38.2 ઓવરમાં 250 રન પુરા કર્યા.

-ભારતે 32.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-વિરાટ કોહલી 94 બોલમાં 11 ફોર સાથે 88 રન બનાવી મદુશંકાની ઓવરમાં આઉટ થયો.

-શુભમન ગિલ 92 બોલમાં 11 ફોર 2 સિક્સર સાથે 92 રન બનાવી મદુશંકાની ઓવરમાં કેચ આઉટ થયો.

-ભારતે 24.5 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-શુભમન ગિલે 55 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી.

-વિરાટ કોહલીએ 50 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી.

-ભારતે 16 ઓવરમાં 1000 રન પુરા કર્યા.

-ભારતે 8.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-શ્રીલંકાએ વિરાટ કોહલી અને શુભમન ગિલનો કેચ ડ્રોપ કર્યો.

-રોહિત શર્મા 2 બોલમાં 4 રન બનાવી મદુશંકાની ઓવરમાં બોલ્ડ થયો.

-ભારત સામે શ્રીલંકાના કેપ્ટન કુશલ મેન્ડિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

શ્રીલંકા : પથુમ નિશાંકા, દિમુથ કરુણારત્ને, કુશલ મેન્ડિસ (કેપ્ટન), સદીરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્જેલો મેથ્યુઝ, દુષન હેમંથા, મહેશ થિક્ષાણા, કસુન રંજીથા, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ