/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/India-vs-Sri-Lanka.jpg)
વર્લ્ડ કપ 2023ની 33મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે 2 નવેમ્બરને ગુરુવારના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે (તસવીર - એએનઆઈ)
World Cup 2023 India vs Sri Lanka : વર્લ્ડ કપ 2023ની 33મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે 2 નવેમ્બરને ગુરુવારના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એકમાત્ર અજેય ટીમ છે. ભારતે તમામ 6 મેચમાં જીત મેળવી છે. બીજી તરફ શ્રીલંકાની ટીમ અફઘાનિસ્તાન સામેની તેની છેલ્લી મેચમાં સતત 2 મેચ જીત્યા બાદ 7 વિકેટથી હારી ગઈ હતી. શ્રીલંકાને વર્લ્ડ કપમાં આશા જીવંત રાખવી હોય તો તેણે ભારત સામે જીતવું જ પડશે.
ટીમ ઇન્ડિયા આ મેચ જીતી ઓફિશિયલ રીતે સેમિ ફાઇનલમાં સ્થાન મેળવવા પ્રયત્ન કરશે. બીજી તરફ શ્રીલંકા માટે આ મેચ કરો યા મરો સમાન છે. જો તેમનો પરાજય થશે તો તેમના સેમિ ફાઇનલમાં પહોંચવાનો અંત આવી જશે.
ઈંગ્લેન્ડને હરાવીને આવી છે ટીમ ઈન્ડિયા
ટીમ ઇન્ડિયાએ પોતાની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડ સામે 100 રનથી વિજય મેળવ્યો હતો. તે મેચમાં ભારતની બેટિંગ થોડી નિરાશાજનક રહી હતી પરંતુ આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકાની વાત કરીએ તો એન્જેલો મેથ્યુસના આવવાથી તેની બેટિંગ અને બોલિંગ મજબૂત થઇ છે. દુષ્મંતા ચમીરા પણ આ ટીમમાં સામેલ થઈ ગયો છે.
આ પણ વાંચો - મુંબઈમાં શુભમન ગિલ અને સારા તેંડુલકર સાથે જોવા મળ્યા, કેમેરા જોઇને ગિલ પાછળ ખસી ગયો
હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે લેટેસ્ટ અપડેટ
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે લેટેસ્ટ અપડેટ સામે આવી છે. તે 12 નવેમ્બરે બેંગલુરૂમાં નેધરલેન્ડ સામે ટીમની છેલ્લી લીગ મેચ પહેલા વાપસી નહીં કરી શકે. આ મેચ દિવાળીના દિવસે છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમી શક્યો ન હતો. ગુરુવારે શ્રીલંકા અને 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામેની મેચ પણ ગુમાવશે. ભારતની આખરી લીગ મેચ તારીખ 12મી નવેમ્બરે બેંગલુરુમાં નેધરલેન્ડ સામે છે. બીસીસીઆઇના એક સૂત્રએ જણાવ્યું હતું કે તે ઝડપથી સ્વસ્થ થઇ રહ્યો છે અને છેલ્લી લીગ મેચ રમી શકશે. એ પણ સંભવ છે કે સીધો જ સેમિ ફાઈનલમાં રમે. હાર્દિક પંડ્યા હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us