/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/rohit-sharma-1.jpg)
ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજિત અગરકર અને રોહિત શર્મા (તસવીર - ટ્વિટર સ્ક્રિનગ્રેબ)
ODI ICC World Cup 2023 Team India Squad: બીસીસીઆઈએ વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરી છે. ચીફ સિલેક્ટર અજિત અગરકર અને રોહિત શર્માએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમની જાહેરાત કરી હતી. બંનેને ટીમ સિલેક્શન અંગે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન એક પત્રકારે એવો સવાલ પૂછ્યો હતો, જેના કારણે રોહિત શર્મા ગુસ્સે થઇ ગયો હતો. રોહિતે સ્પષ્ટ શબ્દોમાં સુચના આપી કે વર્લ્ડ કપ દરમિયાન આ સવાલ ફરી ન પૂછવામાં આવે.
સવાલ સાંભળીને ગુસ્સે થઈ ગયો રોહિત શર્મા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માને ડ્રેસિંગ રૂમના માહોલને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. સવાલ કરવામાં આવ્યો હતો કે ડ્રેસિંગ રૂમને લઇને જે સમાચાર આવી રહ્યા છે તેના પર રોહિત શું કહેશે. આ સાંભળીને ભારતીય કેપ્ટન ગુસ્સે થઈ ગયો હતો. તેણે કહ્યું કે તે ફરી આવા સવાલનો જવાબ આપશે નહીં.
રોહિત શર્મા કહ્યું - હું હવે જવાબ નહીં આપું
રોહિત શર્માએ કહ્યું કે હું પહેલા પણ કહી ચુક્યો છું કે તેની અસર ટીમના ખેલાડીઓ પર થતી નથી. બધા ખેલાડીઓએ આ બધું જોઇ ચુક્યા છે. જ્યારે અમે ભારતમાં વર્લ્ડ કપ દરમિયાન પ્રેસ કોન્ફરન્સ યોજીએ ત્યારે ના પૂછતા કે માહોલ આવો થઇ રહ્યો છે તેવો થઇ રહ્યો છે કારણ કે હું તેનો જવાબ અત્યારે નહીં આપું. તેનો કોઈ અર્થ નથી. અમારું ધ્યાન હાલ બીજે ક્યાંક છે અને અમે એક ટીમ તરીકે તેના પર ધ્યાન આપવા માંગીએ છીએ.
Rohit sharma in press conference 🔥🔥🔥#Worldcup2023pic.twitter.com/hJmt6rjQRd
— Awadhesh Mishra (@annnnshull) September 5, 2023
આ પણ વાંચો - ભારતને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાની જવાબદારી આ 15 ખેલાડીઓ પર રહેશે, જાણો કેવો છે તેમનો વન-ડેમાં રેકોર્ડ
ટીમ સિલેક્શન પર રોહિત શર્માનો જવાબ
ટીમના સિલેક્શન પર રોહિત શર્માએ કહ્યું કે આ અમારું બેસ્ટ હતું. અમે યોગ્ય ખેલાડી પસંદ કરવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક ખેલાડીઓને તક મળી નથી અને આવું થાય જ છે. તે નિરાશ હશે. હું પણ આમાંથી પસાર થયો છું. તમારે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવો પડશે. એ પછી જ ફક્ત તમે ચીજોને બદલી શકો. રોહિત શર્માની ભારતમાં યોજાયેલા 2011ના વર્લ્ડ કપમાં પસંદગી થઈ ન હતી પરંતુ આ વખતે તે ટીમનો કેપ્ટન છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us