વર્લ્ડ કપ પહેલા પૂર્વ ક્રિકેટરે અશ્વિન પર કર્યો પ્રહાર, કહ્યું- ભારતમાં તેના માટે બનાવવામાં આવે છે પિચો

World Cup 2023 : શિવરામકૃષ્ણને અશ્વિનની બોલિંગની ટીકા કરી હતી અને સેના દેશો (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં વિકેટ લેવાની તેની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા

World Cup 2023 : શિવરામકૃષ્ણને અશ્વિનની બોલિંગની ટીકા કરી હતી અને સેના દેશો (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં વિકેટ લેવાની તેની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
laxman sivaramakrisnan | World Cup 2023

પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પર કટાક્ષ કર્યો (સ્ક્રીનગ્રેબ)

World Cup 2023 : વર્લ્ડકપ 2023 પહેલા ભારતના પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પર કટાક્ષ કર્યો છે. જેને ઈજાગ્રસ્ત અક્ષર પટેલની જગ્યાએ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. શિવરામકૃષ્ણને અશ્વિનની બોલિંગની ટીકા કરી હતી અને સેના દેશો (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં વિકેટ લેવાની તેની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે જો તે 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નો ભાગ ન હોત તો તેને પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની રાહ જોવી પડી હોત.

Advertisment

લક્ષ્મણ શિવરામકૃષ્ણને કહ્યું કે ભારતીય બેટ્સમેનો સ્પિન સામે સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે ટેસ્ટ મેચોમાં ભારતની પિચો અશ્વિન માટે તૈયાર કરવામાં આવે છે. સેનાના દેશોમાં તેનો રેકોર્ડ જુઓ. તેમણે અશ્વિનને આંકડા માટે રમનાર સ્વાર્થી ખેલાડી ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે તે કોમેન્ટ્રી કરશે ત્યારે ફક્ત બકવાસ કરશે.

જો સીએસકે અને ધોની ન હોત તો અશ્વિને રાહ જોવી પડી હોત

શિવરામકૃષ્ણને અશ્વિન પર પ્રહાર કરતા કહ્યું કે જો સીએસકે અને એમએસ ધોની ના હોત તો તેણે વધુ રાહ જોવી પડી હોત કારણ કે તે સમયે હરભજન સિંહ શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. ભારત તરફથી રમ્યો, ઇન્ડિયા સિમેન્ટ્સ છોડીને હરીફ કંપની કેમપ્લાસ્ટમાં જોડાયો હતો. મહાન વ્યક્તિએ શું વફાદારી બતાવી. તમારે તેમના માટે એક મંદિર બનાવવું જોઈએ. એક વ્હાઈટ બોલ સ્ટેટ ટૂર્નામેન્ટમાં લેગ સ્પિન બોલિંગ કરી, કોઇ અન્યને બહાર કરી દીધો હોત.

Advertisment

આ પણ વાંચો - સચિન તેંડુલકરના નામે સૌથી વધારે રન, ગ્લેન મેકગ્રાના નામે સૌથી વધારે વિકેટ, જાણો રસપ્રદ વાતો

રવિચંદ્રન અશ્વિન કોમેન્ટ્રી દરમિયાન બકવાસ કરશે

શિવરામકૃષ્ણને આ અનુભવી ઓફ સ્પિનરની ટીકા કરતાં કહ્યું હતું કે જ્યારે તે કોમેન્ટ્રી કરશે ત્યારે તે બકવાસ વાત કરશે. તેમણે લખ્યું હતું કે જ્યારે તે માઇક ઉપાડશે ત્યારે તે ચોક્કસપણે દુનિયામાં સૌથી સારો બકવાસ કરનાર શ્રેષ્ઠ વ્યક્તિ હશે. રવિચંદ્રન અશ્વિન સોશિયલ મીડિયા પર સક્રિય છે અને ક્રિકેટના ચાલી રહેલા મુદ્દાઓ પર નિયમિતપણે પોતાનો અભિપ્રાય આપે છે અને તેની યુટ્યુબ ચેનલ પર વીડિયો પણ બનાવે છે.

,

અશ્વિને બોલિંગ એક્શનને લઇને કર્યો હતો સંપર્ક

શિવરામકૃષ્ણને કહ્યું કે તાજેતરમાં જ આ અનુભવી ઓફ સ્પિનરે તેની બોલિંગ એક્શનને લઇને તેનો સંપર્ક કર્યો હતો. અશ્વિને થોડા સમય પહેલા તેની બોલિંગ એક્શન પર ચર્ચા કરવા માટે મારો સંપર્ક કર્યો હતો. તે ટ્રોલ્સના ઝેરથી એટલો જ હેરાન હતો જેટલો હું હતો. સાથે સ્પષ્ટતા કરી હતી કે તેમાં સામેલ લોકો તેમની સાથે કોઇ પણ રીતે જોડાયેલા નથી. રવિચંદ્રન અશ્વિનને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણને ગૌરવ અપાવે.

World Cup 2023 Mahendra Singh Dhoni ક્રિકેટ સ્પોર્ટ્સ વર્લ્ડકપ