Mohammed Shami : મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં ધૂમ મચાવી દીધી છે. શમીને શરૂઆતમાં ટીમમાં સ્થાન મળ્યું ન હતું પણ જ્યારથી તે પ્લેઇંગ ઇલેવનમાં આવ્યો છે ત્યારથી તેણે કોઈ વિરોધી બેટ્સમેનને સેટ થવાની પણ તક આપી નથી. શમીએ તેના ચાહકોને જીતી લીધા છે અને તેમાં અભિનેત્રી અને મોડલ પાયલ ઘોષ પણ છે.
પાયલ ઘોષ શમી સાથે લગ્ન કરવા માંગે છે
પાયલ ઘોષ શમીના સમર્થનમાં સતત ટ્વિટ કરી રહી છે. તે તેની બોલિંગથી એટલી પ્રભાવિત છે કે તે લગ્ન માટે પણ તૈયાર છે. તેણે ટ્વિટ કરીને લખ્યું કે મોહમ્મદ શમી, જો તમે તમારુ અંગ્રેજી સુધારી તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. આના થોડા સમય બાદ તેણે લખ્યું કે મોહમ્મદ શમી, સેમિ ફાઇનલમાં તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તમે મારી પાસેથી કેવું નૈતિક સમર્થન ઇચ્છો છો. આપણે પહેલા ફાઈનલમાં સ્થાન બનાવવું છે અને હું ઈચ્છું છું કે તમે હીરો બનો.
આ દરમિયાન પાયલે શમીની પહેલી પત્ની હસીન જહાંનો સોશિયલ મીડિયા પર ક્લાસ લીધો હતો. પાયલે એક પોસ્ટમાં લખ્યું, કે મીડિયાના લોકો મને ફોન કરીને કહી રહ્યા છે કે શમીની પત્ની તેનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ યોગ્ય નથી. અમે ઇચ્છીએ છીએ કે ભારત વર્લ્ડ કપ જીતે અને તે બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરે. હવે સમય આવી ગયો છે કે આપણે પુરુષો માટે પણ વાત કરીએ.
આ પણ વાંચો – આઈસીસી વન-ડે રેન્કિંગ : શુભમન ગિલ બાબર આઝમને પછાડી નંબર વન બેટર બન્યો
મોહમ્મદ શમીએ 4 મેચમાં 16 વિકેટ ઝડપી
મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 4 મેચમાં 7 ની એવરેજથી 16 વિકેટ ઝડપી છે. જેમાં બે વખત 5 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 18 રનમાં 5 વિકેટ છે.





