World Cup 2023 : દિલ્હી અને મુંબઈમાં વર્લ્ડકપ મેચો દરમિયાન નહીં થાય આતશબાજી, એર ક્વોલિટીના કારણે BCCIએ લીધો નિર્ણય

World Cup 2023, BCCI, mumbai delhi air pollution : ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે મુંબઈ અને દિલ્હીમાં વર્લ્ડકપ મેચો દરમિયાન આતિશબાજી નહીં થાય કારણ કે હવાનું પ્રદૂષણ સ્તર વધી રહ્યું છે.

World Cup 2023, BCCI, mumbai delhi air pollution : ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે મુંબઈ અને દિલ્હીમાં વર્લ્ડકપ મેચો દરમિયાન આતિશબાજી નહીં થાય કારણ કે હવાનું પ્રદૂષણ સ્તર વધી રહ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
world cup 2023 | bcci | mumbai | delhi

મુંબઇ દિલ્હીમાં મેચ દરમિયાન ફટાકડા નહીં ફોડાય

World Cup 2023, BCCI, mumbai delhi air pollution : બોમ્બે હાઇકોર્ટે મુંબઈમાં બગડતી એર ક્વોલિટી ઇન્ડેક્સ પર પોતે ધ્યાન આપ્યું હતું. ત્યારબાદ ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે મુંબઈ અને દિલ્હીમાં વર્લ્ડકપ મેચો દરમિયાન આતિશબાજી નહીં થાય કારણ કે હવાનું પ્રદૂષણ સ્તર વધી રહ્યું છે. ભારત ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમશે. જ્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકા આગામી સોમવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટકરાશે. વાનખેડેમાં સેમીફાઇનલ મેચ પણ થશે.

Advertisment

BCCI સેક્રેટરી જય શાહે ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક પ્રશ્નના જવાબમાં કહ્યું, “મેં ઔપચારિક રીતે આ મામલો ICC સમક્ષ ઉઠાવ્યો છે. મુંબઈ અને દિલ્હીમાં ફટાકડા ફોડવામાં આવશે નહીં, જેનાથી પ્રદૂષણનું સ્તર વધી શકે છે. બોર્ડ પર્યાવરણીય મુદ્દાઓનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે અને હંમેશા તેના ચાહકો અને હિતધારકોના હિતોને મોખરે રાખશે."

શું કહ્યું જય શાહે?

જય શાહે કહ્યું કે ભારતીય બોર્ડ પર્યાવરણની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ છે. તેણે કહ્યું “બીસીસીઆઈ મુંબઈ અને નવી દિલ્હી બંને શહેરોમાં હવાની ગુણવત્તા અંગેની ચિંતાઓને સમજે છે. અમે એક ઉત્સવની જેમ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યા છીએ. "તે દરમિયાન, અમે અમારા તમામ હિતધારકોના સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાથમિકતા આપવાની અમારી પ્રતિબદ્ધતામાં પણ અડગ રહીએ છીએ."

મુંબઈ અને દિલ્હીમાં હવાની ગુણવત્તા

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, મંગળવારે મુંબઈમાં AQI 172 પર "મધ્યમ" હતો. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સનો AQI 260ના ખતરનાક સ્તરે હતો. આ ઓક્ટોબરમાં દિલ્હીમાં હવાની ગુણવત્તા 2020 પછી સૌથી ખરાબ રહી છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મુંબઈ અને દિલ્હીમાં મેચ દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધથી બીસીસીઆઈને કડક સંદેશ મળ્યો છે. તેમણે કહ્યું, “આ નિર્ણય જાહેર હિતમાં લેવામાં આવ્યો છે, જે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારશે. આ એક દાખલો બેસાડવાનો અને સમાજમાં પરિવર્તન લાવવાનો એક માર્ગ છે.”

Advertisment
મુંબઈ ન્યૂઝ World Cup 2023 દિલ્હી bcci વર્લ્ડકપ