વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે, આ કાંગારુ બોલરે કરી ભવિષ્યવાણી

World Cup 2023 : હાલની પરિસ્થિતિ અનુસાર સેમિ ફાઈનલમાં ભારતનું સ્થાન લગભગ નિશ્ચિત છે. ટીમ ઇન્ડિયા હવે એક જીત સાથે ઓફિશિયલ રીતે સેમિ ફાઇનલમાં પહોંચી જશે. દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલના અન્ય ત્રણ મહત્વના દાવેદાર છે

Written by Ashish Goyal
October 30, 2023 17:31 IST
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે, આ કાંગારુ બોલરે કરી ભવિષ્યવાણી
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર નાથન લિયોને બે ફાઇનલિસ્ટની ભવિષ્યવાણી કરી (તસવીર - એએનઆઈ)

World Cup 2023 : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થયાને એક મહિનો થવા જઈ રહ્યો છે અને હવે સેમિ ફાઈનલની રેસ રસપ્રદ બની રહી છે. હાલની પરિસ્થિતિ અનુસાર સેમિ ફાઈનલમાં ભારતનું સ્થાન લગભગ નિશ્ચિત છે. ટીમ ઇન્ડિયા હવે એક જીત સાથે ઓફિશિયલ રીતે સેમિ ફાઇનલમાં પહોંચી જશે. દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલના અન્ય ત્રણ મહત્વના દાવેદાર છે. પાકિસ્તાનની ટીમનો સતત ચાર મેચમાં પરાજય થયો છે. જોકે તેની હજુ થોડી આશાઓ જીવંત છે. આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર નાથન લિયોને બે ફાઇનલિસ્ટની ભવિષ્યવાણી કરી છે.

ટીમ ઇન્ડિયા ફાઇનલની સૌથી ફેવરિટ- નાથન લિયોન

નાથન લિયોને કહ્યું છે કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને ટકરાશે. આ દિગ્ગજ ખેલાડીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અત્યારે જે પ્રકારે બંને ટીમો રમી રહી છે તે પ્રમાણે તે ફાઈનલની પ્રબળ દાવેદાર છે. નાથન લિયોને કહ્યું કે ટીમ ઇન્ડિયા ફાઇનલ માટે સૌથી ફેવરિટ છે કારણ કે ભારતે અત્યાર સુધી આખી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત લિયોને દક્ષિણ આફ્રિકાને પણ દાવેદાર માન્યું છે. તેમણે કહ્યું છે કે આ ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે.

આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા છે સિક્સર કિંગ, જાણો ટોપ-10માં કોણ-કોણ છે સામેલ

ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલને લઇને પ્રશંસકો ઉત્સાહિત

નાથન લિયોને કહ્યું છે કે પોઈન્ટ્સ ટેલીમાં હાલની પરિસ્થિતિ અનુસાર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલની શક્યતા ક્રિકેટ ચાહકોને ઉત્સાહિત કરી રહી છે. લિયોને કહ્યું કે ઓસ્ટ્રેલિયાનો ફાઈનલ્સ જીતવાનો ઈતિહાસ રહ્યો છે અને ભારતે અત્યાર સુધીની તેની રમતથી સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા 6 જીત સાથે સૌથી આગળ છે. સાઉથ આફ્રિકા પાંચ જીત અને એક હાર સાથે બીજા ક્રમે છે. જ્યારે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંનેએ 4-4 મેચમાં જીત મેળવી છે પણ નેટ રનરેટ વધુ સારી હોવાને કારણે ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાથી આગળ છે.

20 વર્ષ પછી આવશે આવી તક

તમને જણાવી દઈએ કે જો વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને ટકરાશે તો 20 વર્ષ પછી આવી તક ફરી આવશે. અગાઉ 2003ના વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવીને વર્લ્ડ ચેમ્પિયનનું ટાઈટલ જીત્યું હતું. જે પછી ભારત અને ઓસ્ટ્રેલિયા ક્યારેય વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાયા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ