World Cup 2023 New Zealand vs Sri Lanka Score : બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે 10 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા વધારે પ્રબળ બનાવી છે. શ્રીલંકા 46.4 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ન્યૂઝીલેન્ડે 23.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ 12.2 ઓવરમાં 86 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી. કોનવે 45 અને રચિન 42 રને આઉટ થયો હતો. આ પછી ડેરિલ મિચેલે આક્રમક 43 રન બનાવી ટીમની જીત તરફ લઇ ગયો હતો.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર પથુમ નિશંકા 2 રને આઉટ થતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. કુશલ મેન્ડિસ (6), સમરવીક્રમા (1) અને અસલંકા 1 રને આઉટ થતા શ્રીલંકાએ 70 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. કુશાલ પરેરાએ 28 બોલમાં 9 ફોર અને 2 સિક્સરની મદદથી 51 રન બનાવી કંઇક અંશે સ્થિતિ સંભાળી હતી.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : એન્જલો મેથ્યુસ ટાઇમ આઉટ થયો, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ વખત બની ઘટના
શ્રીલંકાએ એકસમયે 113 રનમાં 8 અને 128 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મહેશ તિક્ષણાએ દિલશાન મદુશંકા સાથે 10મી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી બોલ્ટે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ફર્ગ્યુશન, સેન્ટનર અને રચિન રવિન્દ્રએ 2-2 વિકેટ અને સાઉથીએ એક વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
શ્રીલંકા : પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (કેપ્ટન), સદીરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજયા ડી સિલ્વા, ચમિકા કરુણારત્ને, મહેશ તિક્ષાના, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા.
ન્યૂઝીલેન્ડ : ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમ્સન (કેપ્ટન), ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટોમ લાથમ, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.





